________________
mnmnmnnnnnnnnnnnn
શેષણનીતિના સંચા
૨૫૩ મુડીના સાચા ઉપાદકો પાસે વધારેમાં વધારે શ્રમ કરાવી ઓછામાં ઓછો પગાર આપનાર અને સંપત્તિના સૃષ્ટાઓની મહેનતનાં મિષ્ટ ફલોપર કૃર તરાપ મારનાર લૂંટારે છે, એમ કઈ શાળાએ, દેવમંદિરે કે મુડીવાદી વર્તમાનપત્ર આજ સુધીમાં સમજાવ્યું છે?
મુડીવાદી સમાજરચનામાં વિદ્યાલયનાં મુખ્ય બે કામ છે. એક તો તે આમવર્ગની ઓલાદનું માનસ મુડીવાદ માટે ભકિતપ્રચુર બનાવે છે, અને બીજું તે સત્તાધારી વર્ગના વિદ્યાથીએને શ્રમજીવીઓ પર અંકુશ આરોપવા માટે પલટે છે.
શ્રમજીવીઓના માનસમાં ગુલામી સિંચવા માટે સત્તાધારી વર્ગ શિક્ષકનાં તાલીમખાનાં ખડાં કર્યા છે. એમાંથી તૈયાર થયેલા વિદ્યાગુરુઓ નિશાળે નિશાળે મુડીવાદની અધિરાજક સત્તાના અચળ પાયા આરોપતું શિક્ષણ આપે છે. એ નિશાળામાં અમુક સમય સુધી કેળવણી લઈને બહાર પડેલ મહેનતુ યુવક પિતાના માલેકને અન્નદાતા લેખી અજબ વફાદારીથી તેના આદેશ ઉઠાવે છે. આજે બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને જે શિક્ષણ સાંપડે છે તે તેમને મુડીવાદી સમાજવ્યવસ્થાના વાહક બળદ બનાવવા માટે જ છે.
જે જે અમલદારોના હાથમાં કેળવણીનાં ખાતાં છે, તે સધળા મુડીવાદના પૂજારીજ હોય છે. શિક્ષણની સંસ્થાઓમાં કોઈ વિપ્લવવાદી માણસ પ્રવેશ ન પામે તેની તેઓ ઉધાડી આંખે અવિરત સંભાળ રાખે છે. વિદ્યાદેવીનાં પવિત્ર મંદિરમાં કઈ ભયાનક તત્ત્વ ન પસી જાય એટલા માટે મુડીવાદે એ મંદિરને મેખરે અનેક ચોકીદારો ખડા કર્યા છે. કોઈ પણ દેશમાં (રશિયા સિવાયના) શિક્ષણની કઈ સંસ્થામાં સમાજવાદી શિક્ષકને સ્થાન નથી; કારણ કે તે મુઠ્ઠીભર છતાં સત્તાધારી સંપત્તિમાનની વિષમ સમાજરચનાનો વિઘાતક લેખાય છે. અને એવો શિક્ષક કદી ઘુસી ગયો હોય તે તેને ખૂરે હાલે બહાર કાઢવાના ષડયંત્ર સત્વર ચાલુ થાય છે. મુંબઈની એક મુડીવાદી હાઈસ્કૂલમાંથી ભાઈ ઝાબવાળાને મળેલી બરતરફી આ વર્ગ કેન્દ્રિત સત્તાના સાણસાનો અભંગ અમલ નથી સૂચવતી ?
પાઠયપુસ્તકોની રચના પણ આ વિષમ વર્ગલક્ષી ધોરણેજ થાય છે. મુડીવાદને દૂર સ્વાર્થોનું સંરક્ષણ કરવાની નિરપવાદ ભાવના આ ગ્રંથને પાને પાને જળવાઈ રહે છે. એ પુસ્તકોના લેખક, સંપાદકો અને પ્રકાશક મુડીવાદે સજેલી વિષમ સમાજવ્યવસ્થાના ઉપાસક હોય છે. આ રીતે આ ખા સામાજિક માનસમાં “શિષ્ટવગ”ની શ્રેષ્ઠતાનો ભૂત ભરાવાય છે. વિદ્યાથીને એની બુદ્ધિના ઉદગમકાળથીજ મુડીવાદનાં ગુણ, કીતિ અને અન્ય લક્ષણ માટે લાલસા ઉપજે છે. એ શિક્ષણ સંપૂર્ણ કરીને તે સમાજમાં મોખરે આવવા મથે છે; સાધ્ય-સિદ્ધિના પ્રયાસમાં તે એાછા સમૃદ્ધિમાનોની પીઠ પર પગ દઈ મથાળે પહોંચે છે, અને પછી કૂવાને કાંઠે પહોંચેલા શિયાળની પેઠે તે આધારભૂતને સગવડ મુજબ ઊંડી ખાઈમાં હડસેલી મૂકે છે.
શિક્ષણસંસ્થાઓની બીજી નેમ સાચા શ્રમજીવીઓને ઉત્તમ કેળવણીથી વિરક્ત રાખવાની છે. હાઇસ્કૂલો અને કોલેજો, વિશિષ્ટ વિદ્યાનાં મંદિર અને ઔદ્યોગિક આશ્રમનાં બારણાં એ મહેનતુ માનવસમાજનાં સંતાનો સામે બંધ રહે છે. એ મંદિરને આંગણે તે શેષણનીતિના સર્જનહારનીજ ઓલાદ ઉભરાય છે. આ વિષમ સ્થિતિ સામે મુડીવાદીઓ વદે છે કે “અમે કંઈ • શ્રમજીવીઓ સામે આ વિદ્યાલયમાં અવરોધ ઉભા નથી કરતા. તેમને એમાં આવવું હોય તો ભલે આવે; પણ એમને ઉંચી કેળવણી માટે મનીષાજ કયાં છે ?” આ દલીલ અત્યંત ભરમાવનારી છે. શ્રમજીવનના સંગાથીઓ તેના રદિયામાં પોકારે છે કે, મુડીવાદીઓ વાણીની આ અજબ ઉદારતા દાખવે છે, પણ વિદ્યાલયોની વ્યવસ્થામાં તેઓ હમેશાં અમારી સામે પ્રતિરોધક તો ખડાં કરે છે. એ શિક્ષણ સંસ્થાઓનો લાભ લેવામાં શિક્ષિતેને નાણાંની નિકાસ એટલી કરવી પડે છે કે શ્રમજીવીઓનાં ખિસ્સાં માટે તે બધી રીતે બાધક નીવડે છે. પુસ્તકે, ફી અને બીજા અનેક લફરાં ઉપર એટલે બધો ખર્ચ કરવો પડે છે કે શ્રમજીવીઓ એમની સાંપ્રત સ્થિતિમાં એ આર્થિક વ્યય સહન નજ કરી શકે. પ્રજાને નેવું ટકા ભાગ એક કે અન્ય પ્રકારની મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com