________________
જાતિઓને આત્મઘાત
૨૧૯
AAAAAAA
ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, દર વર્ષે પ્રબળ પ્રતાપી મોગલેના તફાની હુમલા રાજપૂતાનાની ' પ્રત્યેક રિયાસતને કચરી નાખવાને થયા કરતા હતા. અધીધાં જામેલી અને નિર્બળ એવી રાજપૂતાનાની લગભગ બધી રિયાસતોની જમીનને ટુકડે ટુકડા લોહીથી ખરડાયેલો છે. ઉદયપુર કે જેના હલદીઘાટમાં અમર-વીરો સદાની નિદ્રામાં સૂતા છે-આ લડાઈઓમાં અગ્રગણ્ય છે. આ બે બાબતો જોઈને મારા મનમાં એક બીજો જ વિચાર છે કે, હમેશાં વિજયી એવી દિલ્હીની એ બાદશાહી શક્તિ-સત્તા કયાં અલોપ થઈ ગઈ ? અને હમેશાં જેના ઉપર આક્રમણ થતાં તે ઉદયપુરની ગાદી ઉપર આજે પણ કેવો રાજમુકુટ શોભી રઘે છે ? માત્ર ઉદયપુરજ નહિ પરંતુ રાજપૂતાનાની બીજી રિયાસતો પણ આજે હયાત છે. ઉપરોક્ત ઘટનાઓ આપણને શીખવે છે કે, જેમનો એ ખ્યાલ છે કે પ્રબળ જાતિઓ દુર્બળ જાતિઓનો નાશ કરી નાખે છે, તેઓ ભૂલે છે. વાસ્તવિક રીતે તો જાતિઓ પિતેજ આત્મઘાત કરે છે.
મેગલેના આત્મઘાતનું વર્ણન હું આવું છું. બાબર હુમાયૂના દિવસે યાદ કરો કે જે સમયની સ્ત્રીઓએ ઘોડાની પીઠ ઉપરજ બાળકને જન્મ આપ્યા હતા. એ વીર જાતિના સાહસી યોદ્ધાઓ વીરતરીકજ જીવ્યા અને મર્યા. વિપત્તિ અને સાહસ તો તેમની સાથે આદિથી અંત સુધી રહ્યાં. વૈર્ય એ તેમનું અસ્ત્ર હતું અને તેથી તે તેઓ એક સામ્રાજ્યનાં મૂળ જમાવી શક્યા.
અકબર એક મહાન સમ્રાટના ગુણે લઈને જ જન્મ્યો. તે રવભાવથીજ સમ્રાટુ જે નિર્ભય, વિનોદી અને બુદ્ધિમાન હતો. તે દરેક વસ્તુસ્થિતિને પહોંચી વળવાની ગ્રતાવાળે હતો. તેણે જીવનપર્યત વિજય મેળવ્યા. તે જીવનપર્યત પોતાના સરદારો, ધનવાનો, પ્રજાજનો અને પરમેશ્વરને મિત્રજ રહ્યો; અને જ્યારે તે મૂવો ત્યારે મોગલ સામ્રાજ્યના પાયા સંપૂર્ણ મજબૂત થયેલા હતા.
જહાંગીર અને શાહજહાં આવ્યા અને અમીરના લહેરી પુત્રીની પેઠે અમીરી દમામમાં જીવવાની અભિલાષા લઈનેજ મૂવા. સમ્રાટની શક્તિઓનો ખર્ચ કરતાં શીખ્યા, પણ તેમણે કશુંયે પ્રાપ્ત કર્યું નહિ. પરંતુ તેમના પિતા બહુ સંચય કરી ગયા હતા, એટલે તેમના મહાન દોષો ગુપ્તજ રહ્યા; તેમના જીવનપર્યત તેમનું દેવાળું નીકળ્યું નહિ.
ઔરંગજેબ કર્મઠ બાદશાહ, કઠોર શાસક અને ઈમાનદાર અમીર હતા. મોગલોની ગાદી ઉપર આ સમર્થ, મેગ્ય અને તેજસ્વી બાદશાહ તેની પહેલાં કે પછી કઈ થયો નથી. પરંતુ તે પહેલા મુસલમાન અને પછી બાદશાહ હતા, એ એનું દુર્ભાગ્ય હતું અને એથી જ તે સદાકાળતે માટે મુસલમાનતરીકેજ પ્રસિદ્ધ રહેશે. પરંતુ બાદશાહી તેના વંશજોને જ હાથે ભાગી પડી.
આ એજ દિલ્હીનું તખ્ત કે જ્યાં બેસીને ઔરંગજેબ સમસ્ત પૃથ્વીના રાજદૂતની ભેટ સ્વીકારતે, પોતાના દૂતો મોકલત, રાયે જીતવા સેનાઓ મોકલત અને એશિયાના સૌથી મહાન સામ્રાજ્યના રોજ પોતાની દૃષ્ટિ શકિત અને મગજથી પ્રબંધ કરતો હતો. કઠિન બિમારીમાં પણ તે દરબારમાં આવતો. આરામ લેવાની સલાહ આપનારાઓને તે ફટકારતો. તેને આનદ અને માજશેખની નવરાશજ નહોતી. એજ તનું ઉપર તેની કેટલીક પેઢીએ પછી મહમદશાહ ફાંકડો બેઠો હતો. તે જ મહાસમ્રાટની પેઠે તે દરરોજ તખ્ત ઉપર બેસતો હતો. એજ પ્રમાણે બાંગ પોકારી નમાજ પઢતે અને પરવરદિગારની પ્રાર્થના કરતે; પરંતુ દરબારમાં પૃથ્વીના મોટા મોટા બાદશાહના એલચીઓ હાજર નહોતા કે નહોતાં કોઈ મોટા મેટા અમલદારોની ’ બહાદૂરીનાં સ્થાન સંભળાતાં. તે મહાન તખ્તની સમક્ષ માત્ર નકામા દરબારીઓ હાજર રહેતા હતા. તેઓ એકે એકે આગળ આવી તખ્તના પાયાને ચૂમતા, ત્રણ વાર જમીન સુધી ઝૂકી ઝૂકીને સલામ કરતા. બાદશાહ સલામતને કંઇ ખાસ કામ નહોતું. તે ખિસ્સામાંથી એક કાગળ કાઢી વાંચતાં વાંચતાં કહેતો કે એક વિદ્વાનનું કથન છે કે, પ્રત્યેક અમલદાર સુભાન–અલ્લાહને અવાજ કરતા ત્રણ વાર આગળ આવીને સલામ કરતો અને કલામુલ મુલક ઉલકુલ કલામ (અર્થાત્ બાદ-- શાહનાં વચન એજ શ્રેષ્ઠ છે) કહેતા. આ પ્રમાણે સલામી થયા પછી દરબાર ખલાસ થતો હતે. બાદશાહ શરાબ અને યૌવનના ચક્કરમાં ઘૂમતો અને અમીરો ચાવડી બજારની રંડીઓનાં ઘર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com