________________
૨૧૮
શુભસંગ્રહ-ભાગ પાંચમો આ પરથી સમજી શકાશે કે રેકફેલરની ઉદારવૃત્તિ નાનપણથી જ એના ચારિત્રયમાં મળી ગઈ હતી.
જોન રેકફેલર બહુ કરકસરીએ છે, એનું એ લક્ષણ એના ફેન્ચ ખાનદાનને આભારી છે. કહેવાય છે કે, કેન્ય લોકે દુનિયામાં સૌથી વધુ કરકસરીઆ લકે છે.
જોન ફૂકરેલરે પંદર વર્ષની ઉંમર સુધી ખેતરમાં કામ કર્યું હતું. એ પછી તે કલીવલેન્ડ ગયે અને વ્યાપારવિષયની એક કૅલેજનો અભ્યાસક્રમ છ અઠવાડિયામાં પૂરો કર્યો. એ પછીનાં છ અઠવાડિયાં તેણે કલીવલેન્ડના રસ્તાઓ પર નોકરીની શોધમાં ભટકવામાં વીતાવ્યાં; અને અંતે એક બુકકીપરના મદદનીશતરીકેની નોકરી મેળવી શક્યો. ૧૯ વર્ષનો થતાં સુધીમાં તો એણે એક હજાર કૅલર બચાવ્યા હતા. એમાં એક હજાર ર્ડોલર કરજે મેળવીને એણે આડતના ધંધામાં ઝંપલાવ્યું. ૧૮૬૨ માં પેટાલિયમના ધંધાની શરૂઆત કરી. એમાં આગળ વધીને ૧૮૭૦ માં તેણે સ્ટાન્ડર્ડ ઑઇલ કંપની એંફ ઓહિયો સ્થાપી. એ કંપનીન: મુડી ૧૦ લાખ ડોલરની હતી. એ જમાનામાં એટલી મુડી બહુજ ગણાય.
સ્ટાન્ડર્ડ ઓઈલ કંપની એંફ ઓહિયોની પ્રગતિ અદ્દભુત થઈ. ૧૮૯૯ ની સાલમાં તો એની સાથે વીસ બીજી કંપનીઓ જોડાઈ ગઈ અને એની એકંદર મુડી ૧૧ કરોડ ડૅલરની થઈ
રેકફેલરના જીવન પરથી યુવાનોને ઘણી વાત શીખવાની છે; અને યુવાને એ શીખે તેજ રેકફેલરની આગાહી ખરી પડે.
(તા. ૨૨-૯-૧૯૨૯ના “બે ઘડી મોજ'માંથી)
९०-जातिओनो आत्मघात
દિલ્હીના ઉજ્જડ લાલ કિલ્લામાં એક દિવસ જઈને જોયું તો દિવાને-આમની વિશાળ લાલ પથ્થરની છતમાં કબૂતર અને ચામાચીડિયાંએ માળા બનાવ્યા છે; ભોંયતળિયાના પથ્થરો ઘસાઈ ગયા છે અને એક નોકર એ બધાનો તમાશો પ્રેક્ષકોને દેખાડી રહ્યા છે. અલી સંગેમરમરનો બનેલો દિવાને-ખાસ સુનસાન પડ્યો છે અને તેની વચ્ચોવચ કિંમતી પથ્થરની અષ્ટકાણાકૃતિવાળી એક બેઠક પડી છે, કે જેની ઉપર આઠ કરોડના તખ્ત-તાઉસ યાને મયૂરાસન ઉપર બેસીને બાદશાહ શાહજહાં સમસ્ત હિંદુસ્થાન ઉપર અમલ ચલાવતો હતો. તેની બરાબર સામે એક બુરજ હતો. તેની ઉપર લખ્યું હતું કે “પૃથ્વી ઉપર જે કોઈ પણ જગ્યાએ સ્વર્ગ હોય તો તે અહીં જ છે. તેની આગળ પથ્થરની સુંદર કારીગરીવાળી જાળીઓવાળા મહેલ હતા કે જ્યાં બેસીને શાહજાદીઓ આનંદ કરતી હતી અને બેગમે એ મહામૂલ્યવાન મુગલાઈ હકુમતને જોતી હતી. તેની આગળ મેદાન હતું. કયાંક ક્યાંક ઘાસ ઉગાડીને જમીન લીલીછમ કરેલી હતી, પરંતુ ત્યાંની હવામાં નાજુક બાંધાની બેગમેની ગુલાબ અને કેવડામાં સ્નાન કરતી છબી વસી રહી હતી.
બે આના આપતાં મને આ બધું જોવા મળ્યું. જ્યારે હું અંતઃપુરના ઝરૂખામાં–કે જયાં એક સમયે સામાન્ય માનવીનો તો પડછાયો પડવો પણ મુશ્કેલ હત-જઈ પહોંચે ત્યારે હું અંગ્રેજી છાપની નકલની બે આનીની શક્તિ ઉપર ખૂબ હસી પડ્ય; પરંતુ તે હાસ્ય તરતજ ચાલ્યું ગયું અને એકાએક મને એક વાતનું સ્મરણ થયું.
હું વિચારવા લાગ્યો કે, સાત કરોડના મયૂરાસન ઉપર બેસીને હિંદુસ્થાન ઉપર બાદશાહી કરનારા આજે ક્યાં છે ? આ મહેલમાં ઇદ્રની પરીઓના જેવું એ કર્યું અને સૌંદર્યની એ પુતળીઓ ક્યાં છે, કે જેમને માટે હીરા અને મોતીના ઢગલા એ તો કાંકરા-પથરા જેવા હતા. જે મોગલ અમે તલવારને જોરે હિંદુસ્થાન જીત્યું છે અને તલવારને જેરેજ તેને અમારે તાબે રાખીશું ” એવો દાવો કરતા હતા તેમનું પ્રબળ પ્રતાપી સામ્રાજ્ય આજે કયાં છે ?
જયારે મેં ઉદેપુરના રાજમહેલને એ ચબૂતરે છે કે જ્યાં રાતોરાત ચિતડથી નાસી આવેલા ઉદયસિંહે પોતાને ભાલો રોપીને કહ્યું હતું કે, આ સ્થાન જ આજથી સીસોદિયાઓની રાજધાની બનશે, ત્યારે ઉપરોક્ત મને મારા મનમાં વિશેષ કૌતુહલ ઉપજાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com