________________
રસ્તામાં ભટકતે છોકરો કેવી રીતે અબજોપતિ બન્યા! ર૧૭ કરતાં બહુજ જુદી પડે છે. બીજાઓ જ્યારે જીવનના ખડક પરથી ગબડીને ઘવાયેલા માણસને વાસ્તે એમબ્યુલન્સ બનાવવા માટે કે ઇસ્પિતાલ બાંધવા માટે પૈસા આપે છે, ત્યારે રેકફેલર એ ખડક પરથી કોઈ ગબડીજ ન પડે એ માટે એની કોર૫ર કઠેર બાંધવા સારૂ પિતાના પૈસા ખર્ચે છે–એની સખાવતે રોગ, દારિદ્ય અને દુઃખને આવતાં અટકાવવાનાં સાધનો તૈયાર કરવા માટે થાય છે. એણે આ હેતુઓ માટે અત્યાર સુધી ૬૦ કરોડ ડૉલરપોણાબે અબજ રૂપિયાની સખાવત કરી છે. પરંતુ એ સખાવતનો ઉપયોગ વ્યકિતગત ઘા પર પાટા બાંધવામાં નથી થતું; એનો ઉપયોગ તો સામુદાયિક દુઃખ-રેગો-–ને દારિદ્રને-આવતાં અટકાવવા માટે થાય છે.
રોકફેલરની સખાવતોમાં જે આશયે પ્રત્યે લક્ષ રખાય છે એ આશય આ પ્રમાણે છે:-(૧) અન્ન, વસ્ત્ર, આરોગ્ય, ઘર, વ્યાપારની સ્વતંત્ર ઉન્નતિ વગેરે સાધનોમાં વૃદ્ધિ કરીને પ્રગતિમાં સહાયભૂત થવું. (૨) ન્યાય અને સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ કરવી અને કાયદા તથા શાસનપ્રત્યે વધુ માન ઉત્પન્ન કરવું. (૩) સાહિત્ય અને વાછમયની વધુ વિશાળ પ્રગતિ. (૪) વિજ્ઞાનની પ્રગતિ. (૫) સંસ્કૃતિ અને કળાની ઉતિ. (૬) તત્વજ્ઞાન, ધર્મજ્ઞાન અને નીતિશાસ્ત્રનો વિકાસ.
રોકફેલરે પોતાની સખાવતની વ્યવસ્થા કરવા માટે કેટલાક અનુભવીઓનું એક ટ્રસ્ટ નીમ્યું છે. તે પિતાના વ્યક્તિગત વિચારો એ લોકો પર ઠસાવવાની કોશીશ કરતા નથી. એક વાર ટ્રસ્ટીઓએ કેટલાક લાખ ર્ડોલર ખર્ચવા માટેની એક યોજના રજુ કરી. રોકફેલરને એ ગમી નહિ. એણે પોતાના વાંધાઓ સ્પષ્ટ બતાવ્યા. ટ્રસ્ટીઓએ પોતાની યોજનામાં ફેરફાર કરવાની ના પાડી. રેંકફેલરે એ લા કૅલર તેઓની ઈચ્છા પ્રમાણે ખર્ચવા દીધા. આ વિષયમાં તેને સિદ્ધાંત એ છે કે, ડોકટરને ફી ભરીને આપણે તેની સલાહ લઈએ અને એ સલાહ પાળીએ નહિ, તે આપણી મૂર્ખાઈ છે. કફેલરના પૈસાવિષેના વિચારો જાણવા જેવા છે. એ કહે છે કે “
વિજ્ય શું છે? પેસે ? તમારામાંના કેટલાક પાસે પિતાની જરૂરિયાત પૂરી કરી શકાય એટલા પૈસા હશે, પણ દુનિયામાં ગરીબમાં ગરીબ-નિર્ધનમાં નિર્ધાન-માણસ કોણ છે ? હું કહું છું કે, દુનિયામાં વધુમાં વધુ નિધન એજ માણસ છે કે જેની પાસે ધનસિવાય બીજું કશું નથી. પિતાની આકાંક્ષા ને વિચારે જે પર અનુલક્ષત કરી શકાય એવું કશું જેની પાસે નથી એ માણસ સૌથી વધુ ગરીબ છે. ધન તો ત્યારે જ સારું કહેવાય કે જ્યારે એનો ઉપયોગ કરવાની આવડત એ ધરાવનાર માણસમાં હોય.”
રોકફેલરની યુવાનોને આ સલાહ ધ્યાનમાં લેવા જેવી છે કે “યુવકોને હું આટલી સલાહ આપું છું. તમારા આવક-ખર્ચની ચોપડી રાખો, તમને જે આવક થાય એ એમાં નોંધો અને તમે જેટલું ખર્ચા એ લખતાં પણ સંકોચ ન પામે. હા, એટલું ધ્યાનમાં રાખજો કે, તમારાં માબાપ એ ખર્ચ જોઇને આનંદ પામે. આમ કરવાથી તમે પૈસા બચાવી શકશો અને એ તમારે માટે બહુ આવશ્યક છે. ધન હોવા છતાં નિધન એવા માણસ પ્રત્યે મેં સૂચન કર્યું એનો અર્થ એવો છે કે જેને પૈસા સિવાય બીજી કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ નથી; જેના દિલમાં પિસા સિવાય બીજી કોઈ વસ્તુના વિચારને સ્થાન નથી. એ માણસ પોતાના ચારિત્ર્યમાં સહાયભૂત થતો નથી, તેમ બીજા કોઈનું ચારિત્ર્ય એ ઘડી શકતો નથી. મને લાગે છે કે, તમે ન્યાયપૂર્વક અને પ્રમાણિકપણે બને એટલા પૈસા મેળવો, બને એટલા બચાવો અને બને એટલા આપે, એ તમારૂં ધાર્મિક કર્તવ્ય છે.”
કફેલરના લાખો ને કરોડ ડોલરના હિસાબના ચેપડાઓ વચ્ચે એક નાની એવી પડી ખાસ ધ્યાન ખેંચે છે. એ ચોપડીમાં આના પાઈને હિસાબ છે; કેમકે જ્યારે તેની ઉંમર ૧૬ વર્ષની હતી ત્યારનો હિસાબની એ પડી છે. ૧૮૫ ના સપ્ટેમ્બરની ૧૬ મી તારીખથી ૧૮૫૬ ના જાનેવારીની ૧ લી તારીખ સુધીમાં એટલે કે ૪ મહીનામાં એ માત્ર ૫૦ ડોલર કમાયો હતો. આ ચોપડીમાં એવી પણ નોંધ છે કે, ૨૪ મી નવેમ્બર ૧૮૫૫ થી એપ્રિલ ૧૮૫૬ સુધીમાં તેને કપડાં પાછળ ૯ ઑલર ખર્ચ થયેલો; અને પા ડોલર તેણે ચર્ચ કે બીજી સખાવામાં ખર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com