________________
૨૨૦
શુભસંગ્રહ–ભાગ પાંચમો ભરતા. આ રીતે મોગલ સામ્રાજ્ય ધીમે ધીમે સ્વયં ઝેર પીને આત્મઘાત કરી રહ્યું હતું.
પાણીપતના મેદાનમાં નાદિરશાહના તંબુ તણાયા અને તેણે બાદશાહને સંદેશો મોકલ્યો કે, બે કરોડ રૂપિયા આપી દો, નહિ તે દિલ્હીની ઈટ ઈંટ રહેવા નહિ દઉં.
દરબારમાં હત પહોંચ્યો ત્યારે સલામી થતી હતી. ઘણી વારે દત હાજર થશે. નાદિરશાહન પત્ર વંચાય. સાંભળીને બાદશાહ સલામતે ફરમાવ્યું કે, શું એ શક્ય છે ? દિલ્હ ની ઈટ ઈટ ? અહો ! કેવી હરામખોરી? - દરબારીઓ એકે અવાજે બોલ્યા-“હજૂર! તદ્દન અયોગ્ય છે. બીલકુલ વાહિયાત વાત છે.”
એટલે હુકમ થયો કે, આ ચિઠ્ઠીને શરાબની શિરોહીમાં ડૂબાવો અને કાસદને એક હજાર અશફિઓ ઈનામમાં આપે. ચાલો, આ ચિઠ્ઠીના નામ ઉપર એક એક પ્યાલી વધારે આવવા દો.
નાદિરશાહ વટાળીઆની પેઠે દિહી ઉપર ચઢી આવ્યો. તે ભૂખ્યા વાઘની પેઠે બજારોમાં ઘૂમે. સોનેરી મસીદમાંથી જ્યારે તેણે સહેજ કારણ મળતાં કલે-આમને હુકમ આપ્યો ત્યારે જ કમનસીબ બહાદરશાહની આંખ ઉઘડી, તે તેને મહેલમાં લાવ્યો અને તખ્ત ઉપર બેસાડીને તેને સલામી કરવા લાગે.
નાદિરશાહ એકલો બેઠે બેઠે વિચારતો હતો. તેણે હુકમ આપ્યો કે, મહેલની તમામ બેગમને મારી સમક્ષ હાજર કરો. સણસણાટી ફેલાઈ પણ ખુલી તલવાર સામે હતી. નીચી મુંડીએ બેગમ અને શાહજાદીઓ લાઇનબંધ નાદિરશાહની સામે આવી ઉભી રહી. નાદિરશાહે તેમના તરફ જોયું નહિ, તલવાર ખોલીને તખ્ત ઉપર મૂકી અને આંખ મીંચીને સૂઈ ગયા. થોડી વારે ઉઠયા. તેણે બેગમને કહ્યું: “કેમ, તમે મેગલ સંતાનોની બેગમો અને શાહજાદીઓ છે કે? આશ્ચર્ય! હું બરાબર સમજી ગયો છું કે, હવે કોઈ પણ મોગલ મર્દમાં મર્દાનગી નથી રહી. મને
ખ્યાલ હતો કે, સ્ત્રીઓને આબરૂ હશે. હવે મને લાગે છે કે, તે પણ મારો ભ્રમ છે. તમારામાં એક પણ એવી સ્ત્રી નથી કે જે આ રીતે બેઆબરૂ થવા કરતાં જાન દઈ દેવામાંજ આબરૂ માને ! અરે, કોઈ સ્ત્રીમાં એવી ખાનદાનીનું જોશ હોત તો તો આ તલવાર વેગળી મૂકી હું સૂઈ ગયા, ત્યારે કોઈએ તે તલવાર મારા પેટમાં જ ઘૂસાડી દીધી હોત ! માત્ર એશઆરામ અને જીવવાનેજ માનઆબરૂ કરતાં વધારે માનનારી આ બેગમો ! તમે શું દિલહીના તખ્ત ઉપર અમલ કરનારા બાદશાહને પેદા કરી શકશો ? કદી નહિ, કદી નહિ. મારી આગળથી દૂર થાઓ, એ બજારૂ નાદાન એરો !” ત્યારપછી તેણે પોતાના માણસને મયૂરાસન ઉઠાવી જવાનો છે. કમ આપ્યો!
આ રીતે મોગલોએ પિતાને આત્મઘાત કર્યો. આપણે હિંદુઓ પણ શરાબ, વ્યભિચાર, હિચકારાપણું અને નામર્દાઈનું ઝેર પીને મરવાના વાંકે જીવતી જાતિના જ માણસે છીએ ! શું આપણે નહિ વિચારીએ કે, કેવી રીતે આત્મઘાત કરતા મરી રહ્યા છીએ? અને શું આજે રાજપૂતાનાના રાજમુ કટોના જેવીજ આપણું જાનમાલની સ્થિતિ નથી?
ઘોર અંધકાર ભેદીને સ્મશાનની અપવિત્ર વાયુલહરિઓ સાથે એક વનિ આવે છે કેમાલા હતી તિહિકે સબ લ ગયે ઝરી, બાકી રહી એક ડોરી.” ભયંકર બીભતસ અને શાંત સમય છે. ધ્વનિ પણ કરુણ, હતાશ અને કંપત છે. શું આ હદયદ્રાવક ધ્વનિ સંભળાને કોઈ સહૃદયી સ્થિર રહી શકશે? જે મુખમાંથી આ ધ્વનિ આવી રહ્યો છે, તે કઈ વાર અલૌકિક શોભાસંપન્ન હશે. તેનાં મોટાં મોટાં નેત્રાનું લાવણ્ય હજુ ચાલ્યું ગયું નથી, છતાં પણ તેની ચારેબાજુએ કાળાશ તો છવાઈ ગઈ છે. તેના ઓઠની મધુરતા હજુ બિલકુલ ઉડી ગઈ નથી, પરંતુ ફિકકી તો જરૂર પડી છે. એ કાંચનકાયા ધૂળથી રોળાયેલી અવસ્થામાં પણ જ્યારે કપિત સ્વર, સંકોચાયેલા ઓઠ, ખુલ્લાં નયને અને ઠંડા નિઃશ્વાસ નાખતી કહે છે કે –
માલા હતી તિહિકે સબ કુલ ગયે ઝરી, બાકી રહી એક ડેરી !' ત્યારે તો જાણે કરુણાની ભરતી ચઢે છે. મનુષ્ય, પશુપક્ષી અને જડ પદાર્થો પણ તે સાંભળીને કંપી ઉઠે છે.
એ ભાગ્યહણ કોણ છે? એક મૃત્યુ પામતી જાતિ–આત્મઘાત કરતી જાતિ, જેની ઉંમરને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com