________________
શુભસંગ્રહ-ભાગ પાંચમો
७२-बनावटी घी
પાંચેક વર્ષ પહેલાં સૌથી પહેલી વાર ભારતવર્ષમાંજ ઘીની ખોટ પૂરવા માટે બનાવટી ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. આ કામ ઇરનાકયુલમની “તાતા ઓઈલ કંપનીએ કર્યું હતું. કહેવાય છે કે, તેણે નાળિયેરના તેલને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાફ કરીને કેકેજેમ નામ રાખ્યું હતું અને તે ઘીનું કામ આપે છે, એમ કહીને તેને વેચવામાં આવતું હતું. આ વાતની પ્રસિદ્ધિ માટે જાહેરાત પણ ખૂબ કરવામાં આવી હતી. તેજ સમયથી હેલેન્ડથી પણ બનાવટી ઘી આવવા લાગ્યું; એટલું જ નહિ પણું સર્વ પ્રકારનાં બનાવટી ઘી વધારે પ્રમાણમાં આવવા લાગ્યાં અને તે એટલે સુધી કે હવે બજારમાં શુદ્ધ ઘી મળવું પણ મુશ્કેલ થઈ પડયું છે અને હવે તે થોડા દિવસેમાં ઘીની જગાએ આ બનાવટી ઘીજ વેચાતું હશે. બજારોમાં તે ખૂબ દાખલ થઈ ગયું છે. પહેલાં ઘી-તેલની બનાવેલી ચીજો મળતી હતી. હવે કોકજેમ અને બનાવટી ઘીની જ બનેલી ચીજો વેચાય છે; અને આ બનાવટી ઘીની ભેળસેળ કરવી એ તે ઘીના વેપારીઓ માટે વધારે નફો કરવાનું આબાદ સાધન મળી ગયું છે. આ નકલી વસ્તુઓના પ્રચારથી કેટલાક દિવસમાં ઘીને ઉપગજ બંધ થઈ જશે અને એથી આપણા ખાવાના પદાર્થોમાં એક ખાસ પૌષ્ટિક પદાર્થની ઉણપ રહ્યા કરશે અને તેથી આપણું ભાંગ્યું તૂટયું આરોગ્ય પણ વધારે જોખમભર્યું બની જશે. બનાવટી ઘી એ શી બલા છે અને તેને શું ઇતિહાસ છે તેનું વર્ણન ડ. એસ. એન દે-ડી. ટી. એમ. ડી. પી. એચ.) એમણે તેમના એક મહત્ત્વના લેખમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. તેને કેટલોક ભાગ અત્રે રજુ કરીએ છીએ. તેઓ લખે છે કે -
વનસ્પતિ-ઘી અહીં કેટલાક સમયથી વનસ્પતિ–ઘીનું નામ પણ સાંભળવામાં આવવા લાગ્યું છે. કેટલાક માણસો તેને બનાવટી ઘી અને વિલાયતી ઘી પણ કહે છે. આ ઘી ભારતવર્ષમાં પરદેશથી વેચાવા આવે છે. તેના વેપારીઓ કહે છે કે, તેમણે ભારતવર્ષના ગરીબ લોકો કે જેઓ ગાયભેંરાનાં ઘી ખરીદી શકતા નથી તેઓ ખરીદી શકે અને શાક-પુરીની મઝા માણી શકે, એટલા માટેજ આ ઘી બનાવેલું છે. યુરોપે ભારતવાસીએનાં અંતરમાં તેની વૈજ્ઞાનિક યોગ્યતાની ધાક તો જમાવી રાખેલી જ છે. મોટા ભાગના ભેળા ભારતવાસીઓ એમજ માની લે છે કે, વિજ્ઞાનના વિદ્વાનોએ કાઈ યંત્ર શોધી કાઢીને ઘાસમાંથી પણ ઘીરૂપી તવે ખેંચી કાઢયું હોય તે પણ નવાઈ શી? ગાય પણ ઘાસજ ખાય છે ને. પરંતુ એ વાત સિદ્ધ થઈ ગઈ છે કે, આ વનસ્પતિ-ઘીમાં ઘીને એક પણ ગુણ હોતો નથી. જે કેર ખરા સેનામાં અને બનાવટી સેનામાં હોય છે તેજ ફેર આ બન્ને પ્રકારનાં ઘીમાં પણ છે.
તે પછી વનસ્પતિ-ઘી શું છે ? એ તો જમાવેલું તેલ છે. એમાં અને તેલમાં એટલો ફેર છે કે તેલ ઠરતું નથી અને એ ઠરી જાય છે. અને એમાં તેલની વાસ હોતી નથી. ભારતવર્ષમાં અનેક પ્રકારનાં તેલી બીયાં થાય છે, તેલ ઉપરાંત આ બીયાં બીજી પણ ઘણા ઉપગમાં આવે છે. વનસ્પતિ-ઘીના બનાવનારા યૂરોપના વેપારીઓ આ બીયાં ખરીદીને યૂરોપ લઈ જાય છે. ત્યાં તેઓ તેનું તેલ કાઢે છે અને પછી તે તેલને સાફ કરીને જમાવી દે છે. આ પ્રમાણે વનસ્પતિ ઘી તૈયાર થાય છે અને પછી ભારતવર્ષનાં બજારોમાં વેચાવા લાગે છે. હવે આપણે વનસ્પતિઘી ખાઈએ છીએ તેને અર્થ એ થયો કે, આપણે તેલ ખાઈએ છીએ અને તે પણ આપણા દેશનું નહિ પણ પરદેશનું. વિદેશીઓની ભારતવર્ષ ઉપરની કૃપા તે જુઓ કે, આ ઘી તેઓ તેમના પિતાના ઘણી મોટી સંખ્યાવાળા ગરીબ દેશબંધુઓને નહિ આપતાં માત્ર અમારાજ ગરીબ ભાઈઓને માટે મોકલે છે. આ વેપારીઓ ભારતવાસીઓને સમજાવવા ઇચ્છે છે કે, વનસ્પતિ-ઘી-ભલેને શુદ્ધ ઘીનાં તો તેમાં ન હોય–ખૂબ શુદ્ધિપૂર્વક તૈયાર કરવામાં આવે છે અને તેનાથી કોઈપણ પ્રકારનું કંઈજ અહિત થતું નથી તેથી શુદ્ધ ઘીને બદલે તેનો ઉપયોગ કરવામાં કંઈજ નુકસાન નથી. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com