________________
સુખની સેાનેરી ચાવીઓ ७१ - सुखनी सोनेरी चावीओ
૧૯૧
સુખની પાછળ માણસ માત્ર ભમે છે. કાઈ તંદુરસ્તીમાં, કાઇ પૈસાટકામાં, કાઇ યશકીર્તિમાં, કાઇ પારકે પૈસે પરમાનદ કરવામાં અને કાઇ સ ંતેષમાંજ બધું સુખ જુએ છે ! આ બધી માન્યતાઓમાં ઘણું તથ્યાંશ રહેલું છે, પણ અતિ કે અલ્પ સંતાષ જેમ પ્રગતિને અટકાવે છે, તેમ પૈસા કે કીર્તિ પાછળ ઘેલા થઈને ભમનારાએ ઘણી વાર ભયકર દુઃખા પેદા કરે તેવાં કાળાં કર્મો પણ કરી બેસે છે ! માત્ર તંદુરસ્તીજ એક એવી વસ્તુ છે, કે જે “ શરીરે સુખી તે સુખી સર્વ વાતે” વાળા સૂત્રને સાચું પાડી બતાવે છે. પણ સુખની આ ચાવીએ ઉપરાંત, મી. આર્નોલ્ડ અનેટે, “ ઇક્ આઇ વેર ટુ લીવ અગેઇન ? (ફરી જીવવાની મને તક મળે તે ?)' એ મથાળા હેઠળના એક મનનીય લેખમાં સુખની એ નવી સાનેરી ચાવીઓ રજુ કરી છે; અને આજે માથામાં કીડા પડયા હૈાય એવા ઝઝાપાત કરતાં અનેક પામર પ્રાણીએ જ્યાં તે સાં નજરે પડતાં હાવાથી આ સેાનેરી ચાવીઓ હાથ કરી તેને સદુપયેાગ કરવાને તેઓ પ્રેરાય એ ઈષ્ટ જણાય છે.
*
X
X
ખુશમિજાજ અને દયાળુ હૃદય
પેાતાના લેખમાં સુખના માર્ગો દર્શાવતાં આર્નોલ્ડ બેનેટ કહે છે કે સુખપ્રાપ્તિ અર્થે ધન, દોલત, ખ્યાતિ અને તંદુરસ્તી માટે ફાંફાં મારવામાં આવે છે પણ તેની ખરી ચાવીએ તે “ચીઅરઝુલ ટેમ્પરામેન્ટ-ખુશમીજાજ આનંદી સ્વભાવ” અને “ કાઇન્ડલીનેસ આક્ હાર્ટ દિલની દયા હૃદયના દયાળુપણા”માં સમાયેલી છે. આનંદી સ્વભાવનેા માણસ કેવા સુખી હાય છે અને તંદુરસ્તીને અક્ષવા, ટકાવવા તેમજ વધારવામાં પણ ખુશમીજાજ કેવા સહાયક થઈ પડે છે તે તે સામાન્ય બુદ્ધિના માણસ પણ સહેલાઇથી સમજી શકે છે. ખારીક દૃષ્ટિએ જોતાં તંદુરસ્તી અને મેાછલા સ્વભાવને ‘આંધળા પાંગળા'ના ન્યાય મુજબ આ પરસ્પર આધાર હાય એમ જણાય છે, પણ વધારે ઉંડા ઉતરીને જોતાં તંદુરસ્ત માણુસ ખુશમીજાજી હોય તેના કરતાં આનંદી મનુષ્ય સારે। તંદુરસ્ત હેાય એમ વધારે જોવામાં આવે છે. હાડચામના પૂતળા જેવા ખા-કરડુદાસાએ તેથી જો સુખી રહેવુ હાય તેા, આનંદી સ્વભાવના બનવાની ખાસ કાશીશ કરવી જોઇએ.
X
X
X
×
X
ધ્યાળુ દિલના સબંધમાં શાસ્ત્રાર્થ કરવા બેસીએ તે ‘દયા' કાને કહેવી તેજ નક્કી કરવામાં મેટા વાંધેા ઉઠયા વગર રહે તેમ નથી ! અતિયા કે ખાટી દયાથી હિંદુસમાજની આજે માઠી દશા થઇ ગઇ છે, એટલે સુખના માર્ગ શોધતાં દયાળુ દિલની ચાવીના બહુજ સભાળથી ઉપયોગ કરવા ઘટે છે. ખરી યા તે વગર કસુરે જે માણસ પીડાતા હૈાય તેના પ્રત્યે સદ્દભાવ બતાવી તેને સહાયતા કરવી તે છે. હરામનાં હાડકાં વધારી સમાજપર એજારૂપ થઈ પડેલાએ માટે જીવ ઝીંકાટી નાખવે, તે દયા નહિ પણ કેવળ ભ્રમણા છે ! પણ અવિશ્રાંત શ્રમ ઉઠાવી રાતિન વૈતરાં કરવા છતાં, જે પેટપૂરતુ ખાવાનું-કે અંગ ઢાંકવા પૂરતુ પહેરવાનુ’પણ મેળવી શકતા ન હેાય, અને જેની મહેનતના પૈસા માલેતુજાર દોંગા અને દગડાએ પચાવી પાડતા હાય, તેજ ખરેખરી દયાને પાત્ર છે; અને તેવી યા જેનાં દિલમાં ઉભરી નીકળતી હૈાય, તેજ મનુષ્ય આત્મસંતાષનું સુખ અનુભવી, જનતાને પણ સુખી કરી શકે. દાસ્ત વાચક ! જો તારે ખરેખરૂં સુખી થવું હાય તા ઉપરની બન્ને સેાનેરી ચાવી હાથ કરી લે !
(દૈનિક ‘હિંદુસ્થાન’’ના એક અંકમાં લેખકઃ–બંદા અફલાતુન )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com