________________
૧૮૪
શુભસંગ્રહ-ભાગ પાંચમો પ્રવાસીઓએ પહેલો ટુકડો ગળા નીચે ઉતાર્યો અને પાદરીઓએ સેબુના રાજાને એકદમ બાપ્તિસ્મા આપીને તેને ચાર્લ્સ બનાવ્યો. ફિલિપાઇન્સમાં મિશનરીઓએ શા શા અત્યાચાર કર્યા એને ઇતિહાસ ઉપલબ્ધ નથી; પણ આ દેશમાંના ૮૦-૯૦ લાખ લેકેને વટલાવતી વેળા તેમણે અત્યાચાર ને અનાચાર કર્યા હોવા જ જોઈએ એમાં શંકા નથી. ફિલિપાઇન્સમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ત્યાંથી વસુલ થનારા ઉપન્નમાંથી અમુક એક નક્કી કરેલે ભાગ ખર્ચાતો હતો. ત્યાં આગળ ધર્મપ્રસાર માટે વધારે પૈસા ખર્ચવા મળે એટલા સારૂ માંહે માંહે હમેશાં ઝઘડા થતા , ધર્મા પ્રસારનો બુરખા મિશનરીઓએ કેવી રીતનો પહેર્યો હતો એને વધુ પૂરાવો જોઈતો હોય તે ફિલિપાઇન્સમાંનો મુખ્ય પાદરી શું કહે છે તે વાંચે. તે કહે છે:
“સ્પેનના કિય-સાધુઓ કોઈ દેશમાં જઈને ત્યાંના લોકોને ધર્મ શીખવે અને પછી તે દિયર સાધુઓના તથા વટલાયેલાઓના રક્ષણ સારૂ પેન દેશ પોતાના સૈનિકે મેકલે. અને તે પછી થોડા જ સમયમાં સ્પેનદેશ તે દેશ પર રાજ્ય કરશે.”
મિશનરીએ ચીનની અંદર જમાઇના જેવા હક્ક લઈને બેઠા હતા, તેમ ફિલિપાઈન્સમાં પણ બેઠા. વટલાયેલા લોકોને આમિષતરીકે આ કરમુક્તતાનું પ્રલોભન બતાવીને તેમનું ધર્માન્તર કરાવતા. ફિલિપાઇન્સ બેટો આવી રીતે મિશનરીઓના પૂર્ણ ભક્ષ્યસ્થાને જવાને લીધે સ્વાતંત્રયથી વંચિત થયા. તેમણે ઇસુનો ક્રોસ ગળામાં બાંધી લીધે, પણ એની સાથે પિતાના શરીરમાં પાતંત્ર્યના ખીલા ઠેકી લીધા. આજ ફિલિપાઇન્સ પરતંત્ર્યનું જે કષ્ટ ભેગવે છે તેનું કારણ મિશનરીઓને અનિબંધ સંચારજ છે.
આ મિશનરીઓ જેમ રવરાજ્યનું હરણ કરતા, તેમ વ્યાપારનું પણ કરતા હતા. બીજા દેશોમાં ધર્મપ્રસારને માટે ગયેલા આ કાળા ઝબાવાળા હિંસક નરપશુઓને પિતાના ઝબામાં બધાં પાપો ઢંકાઈ જાય છે, એ જાણીતું હતું અને બુરખાની નીચે તેઓ વ્યાપાર પણ કરતા. જે દેશમાં પૈસા મળી શકે–પછી તે પસા ફેદ ફિતુરીના માર્ગે મળ કિંવા વેપારને માર્ગે મળો-એજ દેશમાં ફક્ત આ મિશનરીએ જતા. હિંદુસ્થાન, જાપાન, ચીન, ઇસ્ટ ઇન્ડીઝ વગેરે તરફ એમનું વિશેષ ખેંચાણ હોવાનું આજ કારણ છે. આફ્રિકામાંના કાળા સિદ્દીઓની પાસેથી પૈસા નીકળવાને સંભવ ન હોવાથી આ મિશનરીઓનાં ટોળાં હિંદુસ્થાન વગેરે દેશમાં આવ્યાં. આ વેપારમાં પોતાને કોઈ ભાગીદાર ન હોય ને પિતાને વેપારી રાજગાર કેાઈની જાણમાં ન આવે એને માટે તેઓ પૂરી સંભાળ રાખતા.
તેઓ છૂટક વેપાર ન કરતાં થોકબંધ વેપાર કરતા. માટિન નામના ફેંચ ગવર્નર જનરલે તેમનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે-“ચોથી બીજે નંબરે જે સુઈટો વેપાર કરે છે. એમને વેપાર ડેન્સ, ફ્રેંચ, ઇગ્લિશ અને ગિઝોના કરતાં કેટલાય ગણો મોટો છે.” આ સુઈટ હિંદુસ્થાનમાં તેમજ ઈતરત્ર ગયા પછી પોતાને વેષ બદલતા ને વેપારી તરીકે ફરતા. આ મિશનરી સારા હોંશિયાર વેપારીઓ હતા. કયા માલને વધુ ગ્રાહક છે ને તે માલ કયાં આગળ મળી શકે છે, એ તેઓ જાણતા હતા. એથી માલ ક્યાં આગળ લેવો ને ક્યાં આગળ વેચવે, એમાં તેઓ હશિયાર હતા. તે મિશનરીઓ હિસાબના ચોપડા રાખતા નહિ. શરીરપર ફાટેલાં વસ્ત્ર પહેરીને બીલકુલ ગરીબાઈથી આખા હિંદુસ્થાનને ખુંદી નાખતા હતા. એમનો ગુસ વ્યવહાર કાળા પોષાકવાળા મિશનરીઓની સાથે ચાલતા. તેમને ઉપરથી હુકમ આવતા તે પ્રમાણે તે વતતા. આ વ્યવહાર ગુપ્ત રાખવા સારૂ તેમને શપથ લેવા પડતા ને પ્રત્યેકને સાંકેતિક લિપિ પણ આવડતી હતી. તેઓ યુરોપ તરફનો માલ ચોરીને હિંદુસ્થાનમાં તેમજ ઈતરત્ર વેચવાને લાવતા. આ ગાંસડીઓમાં પુસ્તક અને માળાઓ છે એમ તેઓ દર્શાવતા ને ઘણી વાર તેમની ચોરી પકડાઈ પણ જતી. પછી તો તેઓ આ દેશના વાણિયાના જેવો પોશાક પહેરવા લાગ્યા. તેમની ભાષા ને તેમના જેવા આહારવિહારનો ઉપયોગ કરવા લાગ્યા. આ મિશનરી હીરા, મોતી, સેનું વગેરે મૂલ્યવાન વસ્તુઓને પણ વેપાર કરતા. મારવાડીઓમાં ફરનારા આ ચોર, અમે તેમને વટલાવવા સારૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com