________________
૧૯૦
શુભસંગ્રહ-ભાગ પાંચમ
કરતી. હું નથી જાણતી કે, મારી પ્રાર્થના પરમાત્મા સાંભળતું હતું કે નહિ ! હું માનું છું કે, કદાચ ગરીબોને માટે તેના પણ દરવાજા બંધ જ હશે.”
મને ઉંઘ આવતી નહતી. અંતઃકરણમાં શંકાઓ અને ચિંતાઓ ભરેલી હતી, કોઈ કોઈ વાર હું હાથ જોડીને આકાશ તરફ જોતી-ઈશ્વરની દયા માટે યાચના કરતી. બહાર આવીને વારે વારે જોતી કે, તેઓ કદાચ આવીને દરવાજે ઉભા હશે અને અમને જગાડવા નહિ માગતા હોય. આમ કેટલીએ રાત્રિઓ મેં મારા મનમેહનના મંગલ માટે વ્યતીત કરી. આખરે હું બહુજબેહદ-ચિંતાતુર થઈ ગઈ. એ ચિંતા ભવિયમાં આવનાર આફતની અગાઉથી સૂચના હતી.”
એક દિવસ મેં સાંભળ્યું કે, મારા પતિદેવ એક મોટરની નીચે કચરાઈ-ચગદાઈ જઈ પરલોકે પહોંચી ગયા ! હાય ! જડજ સાહેબ ! જરા વિચાર કરો કે, તે વખતે મારી ઉપર શું શું નહિ વીત્યું હોય મેટર ! રાક્ષસી મોટર ! ! માનવશરીરની ઉપર થઈને નીકળી ગઈ ! કોઈએ એને અટકાવી નહિ. કચરાઈ જવા બાદ મારા પતિને દવાખાને મોકલવામાં આવ્યા હતા કે કેમ? એ વિચારવાજોગ સવાલ છે. ધનવાન અમીરોના વિલાસને દંડ ગરીબની ઉપર પડે છે. ન્યાયાધીશ! કહી-કહે કે, આ કેવો અજબ ગજબનો ન્યાય છે. વારૂ ! ખરેખર, હવે એ કહેવાતા પરમકૃપાળુ પરમાત્માપરથી મારે વિશ્વાસ ઉઠી ગયો. ગરીબને કુટુંબસ્નેહ-પારિવારિક પ્રેમ-પૈસાદારોથી કેટલોએ વધારે હોય છે. મારી સાસુએ, મારા પતિના મોતની છબર સાંભળીને પિતાનું માથું એક પથ્થર ઉપર પછાડી દીધું. એ જરા જરા ટળવળ્યાં અને શાંત થઈ ગયાં. આ દુનિયાથી તેઓ દૂર થઈ ગયાં. મને પણ આ જીંદગીની ઉપર જબરદસ્ત કંટાળો આવી ગયો. હું આત્મહત્યા કરવા માગતી હતી, પણ મારી પાછળ બિચારાં બે નિર્દોષ ભૂલકાં હતાં-એક દીકરો અને એક દીકરી! મેં રડતાં રડતાં છાતી પર પથ્થર મૂકીને સાસુજીની ઉત્તરક્રિયા કરી. એ કામ પણ ભીખ માગીને મેં કર્યું.”
ન્યાયાધીશ ! શા માટે તમે આંસુ લૂછી રહ્યા છે ? શા સારૂ આંસુ ખેલી રહ્યા છે ? જ્યારે દુનિયાની સહાનુભૂતિ ગરીબો તરફ નથી તે શા માટે તમે મારી સ્થિતિ ઉપર રડે છે ?”
ન્યાયાધીશે બહુજ દુઃખથી માથું ઉંચું કર્યું અને કહ્યું—“વારૂ ત્યાર પછી શું?”
“ત્યાર પછી બાળકો રડવા લાગ્યાં, ખાવાનું માગવા લાગ્યાં. હું એમને ખાવાનું આપું કયાંથી ? મારી પાસે છે શું અને હતું પણ શું ? ન્યાયાધીશ ! મારાં ભાગ્ય ફૂટી ગયાં હતાં. બાળકો રતાં હતાં અને મારું હદય ટળવળતું ને કપાઈ જતું હતું. કોઈ ઉપાયજ નહોતા. આખા દિવસ બાદ રાત્રે બાળકનાં મેં ઉતરી ગયાં. એમને એક કોળિયો પણ ખાવાનું નહોતું મળ્યું.” - “નાનકડી મેરીએ કહ્યું–બા! ખાવાનું આપ” વહાલા દીકરા જેકસે કહ્યું- બા ! મારા પિતાજીને બોલાવે તે અમને જરૂર જરૂર ખાવાનું આપશે. તું તે નથી આપતી.' ”
જજ સાહેબ ! તમારે કોઈ બચ્ચાં છે ખરાં કે ? જે હોય તે તમો પિતે મારા જેવી હાલતમાં તમને પિતાને મૂકી જુએ અને પછી કાંઈક કલ્પના કરે એટલે તમને મારા દુઃખની કલ્પના આવી શકશે. ન્યાયાધીશ—એ ન્યાયાધીશ ! એજ વખતે મારું ભાવી ઘોર અંધકારમય બની ગયું. જીવનમાં રસ રહ્યો નહિ-સુખની કલ્પના પણ બાકી રહી નહિ. બાળકોએ ફરી કહ્યુંબા ! રોટલી–ખાવાનું આપ!” ”
“ચાલો, હું તમને તે આપું.” .
“એમ કહી હું બને બાળકોને બહાર લઈ ગઈ. થોડે દૂર ગયા પછી જેકસે કહ્યું–બા કયાં છે ખાવાનું ?”
“ચાલ મારા બાલુડા--ચાલ, જરા આગળ વધ. હું તને ખાવાનું આપીશ.” ”
“ચાલતાં ચાલતાં અમે એક તળાવની પાળે જઈ પહોંચ્યાં. મેં એક વખત બચ્ચાંઓને પ્રેમભરી નજરે જોયાં. એ વખતે ખાવાનું મળશે, એ આશાએ તેઓ પ્રલિત થઈ ગયાં હતાં. આશાને અનેરો ચમકાર તેમની આંખોમાં થનગન કરતો નાચી રહ્યો હતો. એ જોઈ હું રડી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com