________________
ગુન્હેગાર કોણ? કુસણ, ઢોરઢાંખર વેચી માટીને કર ચૂકવ્યો. જમીન મહેસુલ વસુલ કરવા માટે જમીનદારના સિપાઈઓ અમારે ત્યાં આવ્યા; પણ પાસે હતું શું ? કાંઈજ નહિ ! જ્યાં ખાવાના સાંસા ત્યાં જમીન મહેસૂલના રૂપિયા અમારી પાસે ક્યાંથી હોય? એક સિપાઈ હંટર લઈ અમારા ઘર તરફ આવ્યો. મેં મારા પતિને સમજાવી કહ્યું કે, એ સિપાઈને કહી દો કે, થોડા દિવસ થોભી જાવ. કાંઈક ધીરજ રાખે. રૂપિયા થોડા દિ પછી આપીશું. ઘણું ઘણું કાલાવાલા કર્યા પછી સિપાઈ ચાલી ગયા. મને પાકો વિશ્વાસ હતો કે, જમીનદાર ચૂપચાપ નહિ બેસે. એ જરૂર રૂપિયા વસૂલ કરશે અને પછી કંપીને બેસશે. ”
બીજે દિવસે જમીનદારનો એક જમાદાર રૂપિયા લેવા આવ્યો. મેં રડી રડીને તેને મારી તમામ હકીકત કહી સંભળાવી. એ જમાદાર આવ્યો તો હતો રૂપિયા વસુલ કરવા, પણ એના અંતઃકરણમાં દયા હતી, મનુષ્યત્વ હતું, ઉદારતા હતી અને સહાનુભૂતિ તેમજ દુઃખિયાંઓની દાઝ પણ હતી. એની સામે જ મારાં વહાલાં ભૂલકાંએ રોટલીના ટુકડા માટે ટળવળતાં ટળવળતાં રડતાં હતાં. એ જોઈ જમાદારને દયા આવી ગઈ, એનું હદય પીગળી ગયું અને અમને ૨૦ કૅલર આપ્યા, ડબતાને આધાર મળી ગયો. અંતરનું આંદોલન શાન્ત થયું, પરંતુ શાંતિ. શાંતિ તે આવનારા તોફાનની શરૂઆત જ હોય છે. એથી હું પૂરેપૂરી બેફિકર નહોતી.”
એ દિવસને વીયે આશરે ચાર મહિના થઈ ગયા હશે. એ નિર્દય જમીનદારે મારા પતિને બોલાવ્યા; તેઓ ગયા. થોડી વાર પછી કેટલાક સિપાઈએ મારે ઘેર આવ્યા. અનાજ વગેરે તમામ સામાન ઉઠાવી ગયા. પછી મને ખબર પડી કે, એ જમીનદારનું જ કામ હતું. હૃદયમાં તૉફાન મચી ગયુ કે, મારા પતિદેવનું શું થયું હશે ? એ કેમ હશે ? કેવી હાલતમાં હશે ?”
એક કલાક પછી પતિદેવ ઘેર આવ્યા.એમનું મેં ઉતરેલું હતું-હદય ઉદાસ હતું. તેઓ દુઃખી દેખાતા હતા. તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા. જોયું તો જણાઈ આવ્યું કે, એમના શરીરમાંથી રક્ત ટપકી રહ્યું છે. પીઠ ઉપર ચાબૂકનો જબરો માર પડયે હતો. હાય ! શું મનુષ્ય મનુષ્યને અવું રાક્ષસી નરપિશાચ જેવું દુ:ખ દઈ શકે છે ? આટ આટલી નિપ્પરતાં કરી શકે છે ? હાય ! અરે એ પાપિયા ! આ તે શું કરી નાખ્યું? આમ મારું અંતઃકરણ ક્રોધથી ભરાઈ ગયું; પણ ગરીબના ક્રોધનો ઉપયોગ શે ? તે તો ફક્ત આંસુઓના રૂપમાંજ દેખાઈ શકે છે–ઢળી પડે છે ! હું રોવા લાગી. એ આવીને ગુપચૂપ બેસી ગયા. હું એમની પીઠે પાટા બાંધવા લાગી.”
“પતિએ જબરોને લાંબો નિસાસો નાખી કહ્યું “એ દુષ્ય ૨૦ ડૉલર પણ ઝુંટવી લીધા.” “એને એમ કરવાને શે હક હતો ? તમે કેમ આપી દીધા? મેં લથડતી જીભે પૂછ્યું.”
“હું કદીએ ન આપત, પણ મને ચાબુકના મારે વ્યાકુળ બનાવી દીધો. એ મારથી હું બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. એ વખત ૨૦ ઑલર એ રાક્ષસોએ મારી કમરમાંથી કાઢી લીધા. વહાલી ! મને બહુજ પીડા થઈ રહી છે. મને તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવા દે.”
“મેં એમને સૂવાડયા. એ કરાંઝવા લાગ્યા. જે કે પૈસાવાળાને આવું દુઃખ હેત તે દવાએના ઢગલે ઢગલા થઈ જાત; પણ નિષ્ફર ને ક્રૂર નિર્દયતા! તું કોઈને પણ નથી ચાહી શકતી? કેણ જાણે છે કે, એ વખતે મારી ઉપર શું શું વીતક વીતી રહ્યાં હશે ?” હાય ! અંગ્રેજી રાજ્યમાં આ એક સ્વતંત્રતાનું જાજ્વલ્યમાન ઉદાહરણ હતું.
ન્યાયી પદવીના અધિકારી પુરુષ ! શા માટે નિસ્તબ્ધ થઈ જાઓ છો ?” જડજ– “ ત્યાર પછી શું થયું ? ”
“ ત્રણ દિવસ જેમ તેમ નવ્યું. પછી તો ઘરમાં અનાજને એક પણ દાણ રહે નહિ. પતિદેવ નોકરી માટે ઘેરથી નીકળી પડયા. એમને ગમે ત્રણ દિવસ થઈ ગયા, પણ એ પાછા આવ્યા નહિ. એ ત્રણ દિવસ અમે સાવ ભૂખ્યાં હતાં. જેમ તેમ કરી બચ્ચાંઓને ખાવાનું આપી દેવાતું. આખરે મેં અને મારી ઘરડી સાસુએ મજુરી કરવાનું શરૂ કર્યું ! પતિ તો ન આવ્યા તે નજ આવ્યા. તેઓ સુખેથી ઘેર આવી જાય એટલા માટે હું દરરાજ પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com