________________
ગુન્હેગાર કેણુ?
૧૭૧. • જજ ! હું એ બાળકની હતભાગિની માતા હતી–માતા !'
એ વખતે જેકસે ફરી કહ્યું- બા, ખાવાનું આપને !” ”
“આપું છું !' એટલું કહી મેં આસપાસ આમતેમ જોયું. કોઈ ત્યાં નહતું. જેકસનું ગળું પકડી લીધું. એ જોર જોરથી બૂમો પાડે તે પહેલાં જ મેં એને ભૂ–પીત કરી નાખે. એ શાન્ત થઈ ગયો, એને જીવનદીપક બૂઝાઈ ગયો અને આખરે મેં એને તળાવના. પાણીમાં ફેંકી દીધો.” - “અણસમજુ બાલિકા મેરી સમજી કે–જેકસને બાએ ખાવાનું આપ્યું અને તેથી તે શાંત થઈ ગયો-મૂંગો રહ્યો. દર્દભર્યા અવાજે દયામણું મોં કરી મેરી બોલી-બ બા મને ખાવાનું આપને ?” ”
“એ બાલિકાને એના ભાઈની પાસે પહોંચાડી દેવા મેં મારા હૃદયને મજબૂત બનાવ્યું. મેરીનું નાનકડું સુંદર ગળું મેં એકદમ દબાવી દીધું અને તે એટલા જોરથી કે બિચારી બાલિકાના સુકામળ શરીરમાંથી તત્કાળ પ્રાણજયોતિ નીકળી ગઈ—રહી ગઈ ફકત તેની ચેતનહીન . કાયા ! તેના મડદાને પણ મેં તળાવમાં પધરાવી દીધું. મારી આંખમાંથી બે આંસુ ટપકી પડ્યાં. ત્યારપછી હું એજ તળાવમાં જળસમાધિ લેવા–મારાં બચ્ચાંઓને મળવા-કૂદી પડતી હતી એટલામાંજ મને પકડી લેવામાં આવી. એ જડજ સાહેબ ! આ મારી પાપકથા છેકષ્ટમય કરુણ કહાણી છે.”
ન્યાયાધીશ બોલ્યો “એરંડેલ ! આ તમારાં બાળકોના જીવન ઉપર બલાત્કાર હતે. શું તમારા સિવાય બીજા ખેડુતો અહીં નહતા ?
એ સાંભળી એરડેલ બોલી–“નહિ, નહિ” તે ગર્જના કરવા લાગી—“હા, હતા અને અત્યારે પણ છે ખરા ! કદાચ નેહમયી માતાઓમાં તમે મને નિર્દયી-નિષ્ઠર સમજતા હશે.”
હા, તેમજ છે ! ” “પણ એ તમારી જબરી ભૂલ છે.' કેવી રીતે ? જરા સમજાવ તે !”
ન્યાયાધીશ ! તમે ગામડાંઓમાં જઈને જુએ. ખેડુતોની સ્ત્રીઓ ભૂખથી દિવાની થઈ રહી છે. અન્નવિના તેઓ તથા તેમના બાળબચ્ચાંઓ ટળવળી રહ્યાં છે. તેઓને પિતાની જ ફીકર છેબચ્ચાંઓની નહિ. એઓ પિતાનાજ રક્તમાંસના પિંડોને ચીરી ચીરીને અને રાંધી રાંધીને ખાઈ રહી છે. તેઓ અંગ્રેજોને-જે જાતિના તમે પોતે પણ એક ગૌરવવાન પુરુષ છો તે જાતિનેલાખ લાખ ધિકકાર દઈ રહી છે. તેઓની ફિટકાર અને કદુઆઓના શાપને તમે લોકે ઉપર વરસાદ વરસાવી રહી છે–ચોધાર આંસુડે રોઈ રહી છે. શું એજ તમારો ન્યાય છે ? શું એજ સામ્રાજ્યસુખ છે? કહે, ન્યાયાધીશ ! સાફસાફ કહ-સ્પષ્ટ કહે કે, આ તે તમારો કેવો વિચિત્ર જવાબ છે ? અજબ ઇન્સાફ છે ?”
કેવી વિષાદમય કરુણ કહાણી છે ! ન્યાયના શાસનના ભયંકર પરિણામને વિચાર કરી ન્યાયાધીશની આંખોમાંથી ટપટપ આંસુડાંઓ ખરવા લાગ્યાં; પરંતુ ન્યાયાધીશનું આસન કાંઈ ભાવનાઓ પ્રદર્શિત કરવાનું આસન કે સ્થાન નહોતું. એ તે ન્ય યાસન હતું-ન્યાયમંદિર હતું.. એ દંડનું સ્થાન હતું. અહીં કોમળ ભાવનું સામ્રાજ્ય નહોતું. અહીં તો પ્રમાણેની છત હતીપરિસ્થિતિની નહિ. જર્જ જેસફનું હૃદય પીગળી જવા છતાં પણ તે એરંડેલને કાંઈ પણ સહાયતા કરી શક્યો નહિ.
તેણે કહ્યું –“મિસિસ એરંડેલ! કોઈ પણ રીતે કોર્ટ તમારી સહાયતા નથી કરી શકતી. એને માટે મને બહુજ દુઃખ થાય છે–પશ્ચાત્તાપ પણ થાય છે; પરંતુ હું શું કરું? પરાધીન પ્રાણી સ્વતંત્ર વિચારોની સાથે નથી રહી શકતો. તમે પોતેજ તમારો ગુન્હો કબૂલ કરી લીધો છે. તેથી તમારા ઉપર બાળહત્યાનો ગુનો લાગી ચૂક્યો છે. બેલે, તમને કયી સજા વધારે સુખ અને શાંતિદાયક છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com