________________
૧૪૯
તંબાકુ અને તેની ઝેરી અસર ५६-तंबाकु अने तेनी झेरी असर
સન ૧૪૯૨ના નવેમ્બર મહીનામાં કોલંબસે કયૂબા ટાપુની શોધમાં પિતાના બે ખલાસીએને મોકલ્યા હતા. તેમણે પાછા ફરીને તેને કેટલીક આશ્ચર્યજનક વાતો સંભળાવી હતી તેમાં • તંબાકુના ઉપયોગની પણ એક વાત હતી. એમણે કોલંબસને કહ્યું કે “કયૂબાનાં જંગલી
મનુષ્ય કોઈ જાતનાં પાન એકઠાં કરીને તેને આમ તેમ વાળે છે. પછી એ વાળેલાં પાનના એક છેડે મેંમાં રાખે છે અને બીજે છેડે આગ લગાડી નાકથી અને મોઢેથી ધૂમાડો કાઢે છે!” સભ્ય જાતિએ જોયેલું તંબાકુના ઉપયોગનું આ પ્રથમ દશ્ય હતું.
- તંબાકુને ઉપયોગ કરવાનું અસભ્ય જાતિઓ પાસેથી સૌથી પહેલી વાર અમેરિકાના યૂરેપીયન મુસાફરો શીખ્યા. ત્યાર પછી તેનો પ્રચાર યુરોપમાં થયો અને જહાંગીરના સમયમાં યૂરોપવાસીઓ દ્વારા તેને ભારતવર્ષમાં પ્રવેશ થયો.
એમ જણાય છે કે, સન ૧૪૯૪માં કોલંબસે અમેરિકાના જંગલીઓને તંબાકુ સુંઘતાં પણ જોયા હતા. રૂશિયાના પેન નામના એક ફકીરે-જે કે લંબસની સાથે હત–લખ્યું છે કે, તેઓ પાંદડાનું ચૂર્ણ કરતા અને લાકડાની એક સુંદર સુંગળીવડે તેને શ્વાસની સાથે ખેંચતા હતા. ભૂંગળીનો એક છેડો તેઓ નાકમાં રાખતા અને બીજે છેડે ભૂકા ઉપર રાખતા હતા.
સન ૧૫૦૩માં સ્પેનવાસીઓ પારાગાયને કિનારે ઉતર્યા ત્યારે ત્યાંના નિવાસીઓ તેમની સાથે લડવામાં ઢોલ વગાડવું, પાણી છાંટવું, પાન ચવડાવવાં અને પાનના રસની પીચકારીઓ મારવી વગેરે સાધનોનો ઉપયોગ કરતા હતા. આ પાન તંબાકુનાં હતાં. તંબાક ચવડાવવામાં તેમને ઉદ્દેશ એવો હતો કે, તેને ઝેરી રસ નવા આવનારાઓને આંધળા બનાવી દે. શરૂઆતમાં લોકે શત્રુઓને નાશ કરવા માટે તંબાકુ ખવડાવતા અને તેને દારૂગોળાની પેઠે ઉપયોગ કરતા હતા.
વાંચનાર ! તમે તંબાકુ સુંધતા, ખાતા કે પીતા હે તો તેમાંનું કંઈ પણ કરતા પહેલાં જરા થોભી જાઓ અને વિચાર કરો કે, જેને જંગલી અસભ્ય લેકે પણ ઘાતક પદાર્થ સમજતા હતા તેનાથી આપણું શું ભલું થવાનું છે?
તંબાકુમાં નિકટાઇન નામનું ઝેર હોય છે અને તે સૂકાં પાનને ભઠ્ઠી ઉપર ઉકાળીને કાઢવામાં આવે છે. એક શેર તંબાકુનું ઝેર ૩૦૦ માણસોને મારી નાખવાને પૂરતું છે. એક સિગારેટનું ઝેર જે એક વખતજ પીવામાં આવે તો તે બે માણસોના જીવ લે. નિકટાઇનનું એક ટીપુ આખા ઓરડાની હવા બગાડવા માટે પૂરતું છે. તંબાકુમાંથી છવહત્યાને માટે એક પ્રકારનું ઝેર તૈયાર કરવામાં આવે છે. સાઠેક વર્ષથી વધારે સમય પહેલાં કાઉન્ટ વોકરે પોતાના સાળાની હત્યા કરવા માટે તંબાકુના તેલનો ઉપયોગ કર્યો હતો.
તંબાકનું એર એટલું બધું જલદ હોય છે કે તેનાં લીલાં પાનને લેપ ચામડી ઉપર કરવાથી તેનાં ભયંકર લક્ષણો દેખાઈ આવે છે. સિગારેટ ખેલીને તેની પાંદડીને પેટ ઉપર લેપ કરવામાં આવે તો જીવ ગભરાવા લાગશે. ઉલટી કરવાને માટે આજ યુક્તિ શોધી કઢાઈ હતી. ડરપોક સિપાઈએ માંદા પડવા માટે પોતાનાં પડખાંમાં તંબાકુનાં પાન દબાવીને સૂતા જોવામાં આવ્યા છે. જે ચીજનો લેપજ આટલો ભયંકર છે તેનો રસ અથવા ધૂમાડો કેટલો ઝેરી હશે તે તો આપ સહેજે સમજી શકશે. તંબાકુના ધૂમાડામાં નિકટાઈન ઉપરાંત પ્રસિક એસિડ અને કાર્બોનિક એસિડ વગેરે બીજું ઝેર પણ જોવામાં આવે છે.
ઉડતું ઝેર ધારસદ્વારા શરીરમાં જેટલું જલદી દાખલ થાય છે તેટલું બીજે કઈ રસ્તે થઈ શકતું નથી; કારણ કે ફેફસાંની આસપાસ એક એવી કોમળ ચામડી (યુસસ મેમ્બ્રન) હોય છે કે જે ગેસને જલદી જલદી ગ્રહણ કરી લે છે. દર ત્રીજી મિનિટે શરીરનું લોહી ફેફસાંમાં શુદ્ધ થવા માટે આવે છે. તેથી ફેફસાંની એ કમળ ચામડીમાં તંબાકુનું ઝેર દાખલ થતાંજ તે લોહીમાં ભળી જઈને ત્રણ મિનિટમાં જ આખા શરીરને ઝેરી બનાવી દે છે. તંબાકુ ખાવાથી કે સુંઘવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com