________________
wwwwwwwwww
www
૧૪૮
શુભસંગ્રહ-ભાગ પાંચમો ५५-केळवायेलो वर्ग एटले विलासी, एदी, नमालो वर्ग! સ્વતંત્રતાની વાતે ખૂબ કરે, પણ બલિદાનથી ધ્રુજી ઉઠે !
(સ્વ. લાલાજી શું કહે છે?) સ્વર્ગસ્થ ભારતસિંહ લાલા લજપતરાયના સાપ્તાહિક પત્ર “પીપલમાં તેમણે ઉર્દૂમાં લખેલા આત્મચરિત્રનું ભાષાંતર પ્રસિદ્ધ થાય છે. તેમાં તેમણે આપણું કેળવાયેલા વર્ગને અછો ચિતાર આપે છે. તે નીચે મુજબ છે –
- કેળવાયેલો વર્ગ અને તેના નેતાઓ ઘણું ખરું સ્વાથી, સંકુચિત મનોદશાવાળા અને કાયર પુરુષો હોય છે. સ્વતંત્રતા તેઓ ચાહે છે ખરા, પણ સ્વતંત્રતા માટે કોઈપણ જાતને ભાગ આપવા તેઓ તૈયાર નથી. હાલની કેળવણીની પદ્ધતિ અને જીવન ટકાવી રાખવાને સ્વીકારવા પડતા હાલના માર્ગોએ બલિદાન આપવાની તેમની ભાવનાપતિને લગભગ બૂઝાવી નાખી છે. હિંદને કદીએ સ્વરાજ્ય મળશે કે કેમ, એ વિષે આ વર્ગના ૭૫ ટકા લેકને સંશય આવે છે. ભારત આઝાદી પ્રાપ્ત કરે તો પોતાને કયી સ્થિતિમાં મૂકાવું પડશે અને આમાંના ૮-૧૦ લોકોને તે ખ્યાલ નથી. મને લાગે છે કે, જો આજે બ્રિટીશરો એક અઠવાડિયામાં આ દેશના કિનારા છેડી દેવાની જાહેરાત કરે, તે આ વર્ગના લોકે પિતાને ત્યાગ કરીને જતા નહિ રહેવાનાં વિનતિપત્રાને બ્રિટીશરો ઉપર વરસાદ વરસાવે. પિતાના ભાષણમાં વફાદારી માટેના તેઓના બરાડા એ કેવળ ઢગ છે. એ અરે કદાચ દશ હજારે પણ એક કેળવાયેલો અંગ્રેજોનો સારો મિત્ર નથી, કેળવાયેલાઓમાંના ૫૦ ટકાને પિતાની હયાતી દરમિયાન અંગ્રેજો ચાલ્યા જાય એ ગડતું નથી. રાજકીય અશાંતિ અને ક્રાંતિની ચળવળે વધુ લોખંડી જીવન માગે છે. એ જીવન આ વર્ગને સ્વપ્નસમ છે. જીવન દરમિયાન આ વખત સુખની શયામાં આળોટેલા એમણે મુકેલીની કરડી દૃષ્ટિ નિહાળી નથી હોતી. હથિયારને સ્પર્શ સરખો ના કર્યો હોય, રમતમાંએ જેણે હરિફની સાથે સરસાઇયુદ્ધ ન કર્યું હોય એવા આ વર્ગને કઠિનાઈને જીવનસખીતરીકે સ્વીકારવાના કોડ તો સ્વયે ક્યાંથી થાય ? સ્વયે કયાંથી એ વિચાર તેમના મગજમાં દાખલ થાય ? સહેલાઈથી જીવનનિર્વાહનાં સાધન શોધી આપનાર મનાતી બ્રિટિશ કેળવણીના ટેકાથી આ લેકેએ પિતાનું જીવન પૂરું કર્યું હોય છે. રાજકીય ક્રાંતિએ દરમિયાન આખો સમાજ છિન્નભિન્ન થઈ જાય છે, એ વાતની આ લોકને પૂરી ખબર હોય છે. તેઓની જીભને ટેરવે સ્વતંત્રતા શ દને જાપ હોય છે, પણ તેમના હૃદયમાં એને માટે થોડી જગ્યા હોય છે. સ્વતંત્રતાદેવીની વેદીમાં આપવા પડતાં બલિદાન અને સહન કરવી પડતી મુશ્કેલીઓનાં દશ્ય નજર આગળ આવતાંજ તેઓને ધ્રુજારી છૂટે છે. એટલે તેઓ ગુલામીની સાંકળ શિરે વહોરવાનું સ્વીકારીને પણ પોતાને મળેલ વસ્તુઓમાં રંગરાગ ઉડાવે છે. અશાંતિ અને કાર્યબોજને ભાર વહોરી લઈને સુખોને ત્યાગ કરા તેઓને ઈષ્ટ લાગતા નથી. મેજમજાહ, માનમત છે અને તૃણના આ લેાકા ગુલામ બની ગયા હોય છે. સુંદર ભજન, આકર્ષક દિવાનખાનાં કે મઝાની મોટરકાર જેટલીએ તેમને સ્વરાજ્યની કિંમત લાગતી નથી. જાહેર ફંડમાં નાણાં ભય કે રજાને દિવસે સત્તાવાળાઓની આંખમાં ખટકે નહિ એવું ભાષણ કર્યું કે બલિદાનની ટોચે પહોંચી ચૂક્યા એમ આ લોક માને છે. તેમની દેશભક્તિ નીચેની કસોટીએ કસાયેલી હોય છે –
(૧) તેમની ત્રીજોરીને આંચ ન આવે, (૨) અંગ્રેજ અમલદારો સાથેના તેમના સંબંધને હરકત ન આવે, બ્રિટિશ દરબારમાંને તેઓનો મોભો જળવાઈ રહે, બ્રિટિશ રાજ્ય કરતાં માતૃ
મે વધુ પ્રિય છે એવી અંગ્રેજોના હૃદયમાં શંકા ઉત્પન્ન થાય એવું કાર્ય તેઓને ન કરવું પડે. ૩) આરોગ્યને માટે જરૂરી હોય તે ઉપરાંતના ભેગવિલાસનાં સુખોને પણ ઉની આંચ ન આવે. (૪) પોતાનાં બાળકોની ભાવી લહેરી જીંદગી માટેનાં સાધને કે રસ્તાઓ રંધાય નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com