________________
શુભસંગ્રહ-ભાગ પાંચમે ५३-गीतादेवीनी कृपानो महिमा
માલને ભાવ વધી જવાથી અને વાયદા પ્રમાણે માલ વેચવોજ પડવાથી મારા હોશ-કેશ ઠેકાણે આવી ગયા. એક ક્ષણ પહેલાં જે લખપતિ હતો તે કંગાળ થઈ ગયો. ઘરબાર, બગીચે, જમીન બધુંયે વેચાઈ ગયું. એ બધું વેચતાંયે જરૂરીઆત પૂરી થઈ નહિ. સંબંધી અને શુભેચ્છકોની મદદથી આબરૂ બચી. જો કે દેવાળીઓ ન કહેવાય, છતાં પણ લોકવાયકા તો ઉડી. આથી મનને ગ્લાનિ થઈ અને ગામ છોડવાનો-નેહીઓથી દૂર થવાનો નિશ્ચય કર્યો.
કયાં જવું? શું કરવું? ચિત્તને શાંતિ કેમ મળે ? સ્થિરતા શી રીતે પ્રાપ્ત થાય ? એજ વિચાર રાતદહાડે આવવા લાગ્યા. પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થોમાં ફર્યો, અહીં તહીનાં મંદિરને ઉંબરે માથાં ઘસ્યાં, ગુરુઓને શરણે ગયે, ગુફાઓમાં ઘૂસ્યો, પર્વતેમાં આથો ; હિમાલયના શિખરે પહેઓ, પરંતુ બધું વ્યર્થ ! કયાંયે શાંતિ ન મળી !
તીર્થોમાં કંઈક કંઈક શાંતિ મળતી, પરંતુ ત્યાંયે ભિખારીઓ ઝંપવા દેતા નહિ. મંદિરમાં શાંતિ હતી ત્યારે ત્યાં તો “પૂજારી મહારાજ” માત્ર પૈસાદારોને જ ચરણામૃત–પ્રસાદ આપતા હતા; એટલે એવાઓના વસવાટવાળી ગુફાઓ અને પર્વત પર તો શાંતિ મળેજ કયાંથી ? ત્યાં તે હવે ધન ધૂતવાના અડ્ડા જામ્યા છે; ત્યાંના મહંતે વધારે પૈસા કેવી રીતે ભેગા થાય તેનીજ ચિંતામાં ડૂખ્યા રહે છે. •
અષાડ ઉતરતાં શ્રાવણ માસ આવ્યો, અને વરસાદે કંઈક દગો દીધા. તે બધે લીલુંછમ છે અને શીતળ પવન વાઈ રહ્યો છે, તેથી બહારથી કંઈક શાંતિ દેખાય છે; પરંતુ હૃદયની ઉંડી ઉષ્ણતા આગળ આ બહારની શાંતિ શી હિસાબમાં ?
શાંતિની શોધમાં આમ તેમ માર્યો માર્યો ફર્યો; રસ્તે ચાલવું કઠિન થઈ પડયું; ખૂબ ઠોકરો ખાધી; થાકીને એક વિશાળ વૃક્ષની છાયામાં બેઠે અને તરતજ એક દીપક દેખાય. તે જોતાંજ તેના તરફ ચાલ્યો અને એક મોટા દરવાજા પાસે આવીને હું ઉભો રહ્યો. પાસેજ એક બ્રહ્મચારીને ગુરુજીને માટે કંઈક લઈ જતો જોયો. તેનું સ્વરૂપ મોહક હતું. શરીરને બાંધે મજબૂત હતો, વિખરેલા કેશ મુખમંડળ ઉપર શોભી રહ્યા હતા, ભગવું વસ્ત્ર તેણે એવી છટાથી પહેર્યું હતું કે તે જોઈને પૂજ્યભાવ થયા સિવાય રહે નહિ. મેં નમસ્કાર કરી તેને પૂછયું“બ્રહ્મચારીજી ! અહીં રહેવાનું મળશે?”
બ્રહ્મચારીએ આશ્ચર્યથી માત્ર મારા તરફ જોયું અને તરત જ તે વિદ્યાલયમાં દાખલ થવાનો સંકેત કરીને ચાલ્યો ગયો.
વિદ્યાલયમાં તે વખતે માત્ર એક જ વિદ્યાર્થી ભણતો હતો. તેની ઉંમર પહેલા બ્રહ્મચારી કરતાં કંઈક વધારે હતી. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આ મઠમાં પ્રથમ સેવા અને પછી વિદ્યાભ્યાસ ક્રમ છે એવું મને માલમ પડયું. ગુરુસેવા અને અધ્યાત્મવિદ્યાના પ્રતાપથી તેમણે મને જોતાં જ કહ્યું કે “ આપની ઈચ્છા હું સમજી ગયો છું, પરંતુ એ સંબંધી મારાથી કશું કહી શકાય નહિ. સામે ગુરુજી છે, ત્યાં જવા આપ કૃપા કરો.”
હદયની વાત તેને સમજી ગયેલો જોઈને હું આશ્ચર્ય પામ્યો. વાયર્લેસ, ટેલીફેન વગેરે વર્તન માને શોધે આ શક્તિ આગળ શા હિસાબમાં છે? આગળ જતાં એક વૃદ્ધ સંન્યાસી મૃગચર્મ ઉપર બેઠેલા દેખાયા. સામે પુસ્તકોનો ઢગલો હતો. ગુરુ મહારાજ કોઈ ઉચ્ચ વિચારમાં મગ્ન જણાતા હતા. ડી વારે વિચારસમાધિ છૂટતાં તેમણે કહ્યું કે “ આપને અહીં રહેવાની ઇરછા છે; પરંતુ એ તે અધ્યક્ષના હાથની વાત છે. આપ તેમના આ સામેના નિવાસસ્થાને પધારે.” - આશ્ચર્ય વિશેષ વધ્યું પ્રાચીન શિક્ષણપ્રણાલી માટે પૂજ્યભાવ પેદા થયો. કહેલા સ્થળે જઈને જોયું તો એક ઘણાજ વૃદ્ધ મહાત્મા આસન ઉપર બેઠા છે. મને શંકા પડી કે, આ તે માનવપ્રતિમા છે કે પથ્થરની મૂતિ ? આટલી મોટી ઉંમરે આ પ્રમાણે શી રીતે બેસી શકાય ? એ સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com