________________
હરાં તથા ત્રિફળની દવાતરીકે અનેક પ્રકારને ઉપગ ૮૧ ४१-हरडां तथा त्रिफळांनी दवातरीके अनेक प्रकारनो उपयोग
*
શ્વાસ તથા ઉધરસ–હરડે તથા બેઢાંનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી શ્વાસ તથા ઉધરસ મટે છે. કમળ-ગૌમૂત્રમાં બે ત્રણ અઠવાડીઆં સુધી હરડે પીવાથી કમળો મટે છે. શૂળ-હરડેનું ચૂર્ણ ગોળ સાથે મેળવીને ખાવાથી મટે છે.
હરડે, કાળીદ્રાક્ષ તથા સાકરને મિશ્ર કરી તેની અકેક તોલાભારની ગોળીઓ વાળી રોજ બે વખત અકેક ખાવાથી અમ્લપિત્ત રોગ મટે છે.
ભગંદર–ત્રિફળાં તથા ખેરની છાલના કવાથમાં ભેંસનું ઘી તથા વાવડીંગનું ચૂર્ણ નાખીને કેટલાક વખત સુધી સેવન કરવાથી ભગંદર મટે છે.
ભોજન કર્યા પછી હરડેનું ચૂર્ણ ખાવાથી અન્નપાનના દેષ અને વાતપિત્ત તથા કફથી ઉત્પન્ન થયેલ રોગ મટે છે.
હરડેના ચૂર્ણથી બમણી દ્રાક્ષ લઈને બંનેને ભેગાં ઘુંટી બહેડાંના ફળના જેવી ગોળીઓ બનાવી રોજ પ્રાતઃકાળમાં ખાવાથી પિત્ત, હૃદયરોગ, રક્તદોષ, વિષમજવર, પાન્યુરોગ, વમન, કુ, ખાંસી, કમળે, અરુચિ, પ્રમેહ, ગોળો અને પડિકા રોગ મટે છે.
ત્રિફળાની રાખ કરીને મધમાં કાલવી ગરમીનાં ચાંદાં પર ચોપડવાથી મટે છે, તેમજ મેંમાં ચાંદીઓ પડતી હોય તો તે મેંમાં ધરી રાખી થુંકથી ભરાઈ જાય ત્યારે કોગળા કરી નાખવાથી મની ચાંદી મટે છે.
મોટી હરડે ઠંડા પાણીમાં ઘસીને મધ અગર ધાવણમાં નાના છોકરાને પાવાથી રેચ લાગે છે હરડે તથા ઇંદ્રજવની ફાકી તે.૧ ગાળમાં ખાવાથી ટાઢી તાવ મટી જાય છે. હરડે દીવેલની સાથે ખાવાથી ગઠીઓ વા મટી જાય છે.
હરડે, સુંઠ, મેથ તથા ગોળ સરખે ભાગે મેળવી તેનું મિશ્રણ કરી શુંટીને ગોળી વાળી ખાવાથી મરડે અને મળબંધ મટે છે તથા અજીર્ણ મટે છે.
હરડે, વજ અને ઉપલેટને પાણીમાં વાટીને ધાવણુ તથા મધ સાથે જરા જરા નાના બાળકને પાવાથી બાળકનું ગળું પડયું હશે (તાલુકટ) તો તે મટશે.
ત્રિફળાનું ચૂર્ણ ઘીસાકરમાં કેટલાક દિવસ સુધી ચાટવાથી આંખોના રોગો મટે છે. હીમજ, મીઠીઆવળ, વરીઆળી તથા સંચળની ફાકી ખાવાથી બંધકાશ મટે છે.
ત્રિફળા રાત્રે માટીના કેરા વાસણમાં પલાળી રાખવાં અને તે પાણી ગાળી લઈ સવારમાં તે આંખે છાંટવાથી આંખનાં દર્દો મટે છે.
હરડે તથા દ્રાક્ષનો ઉકાળો જુનો ગોળ નાખીને પીવાથી પિત્તગુમ મટે છે. હરડે તથા સુકને પાણીમાં વાટી ગરમ પાણી સાથે પીવાથી દમ તથા હેડકી મટે છે.
હીમજ એરંડીઆમાં તળીને તેની ભૂકી કરી તેમાં સરખે ભાગે સંચળ મેળવીને ખાવાથી મળશુદ્ધિ થાય છે.
ત્રિફળાનો ઉકાળો હળદરનું ચૂર્ણ તથા મધ નાખીને પીવાથી પ્રમેહ મટે છે. ત્રિફળાનો ઉકાળો મધ નાખીને કેટલાક માસ સુધી પીવાથી મેદરોગ મટે છે. ત્રિફળાંને ઉકાળો ગોમૂત્ર સાથે પીવાથી વૃષણકોથળી મોટી થઈ હોય તો તે મટે છે.
હીમજનું ચૂર્ણ ગોમૂત્રમાં કે એડીઆમાં ખાવાથી અથવા ત્રિફળા ચૂર્ણ દૂધમાં ખાવાથી અંડવૃદ્ધિ તથા વધરાવળના રોગ મટે છે.
માર્ગમાં ચાલતાં થાકેલા, બળહીન, રૂક્ષ, કૃષિ, ઉપવાસથી દુર્બળ થયેલા, અધિક પિત્તવાળા, ગર્ભવતી સ્ત્રી, ફસ ખુલી હોય, નવીન જવરવાળા, હનુતંભ રોગવાળા અને શોષવાળા મનુષ્ય હરડેનું સેવન કરવું નહિ.
(“ભાગ્યોદય” માસિકના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com