________________
૪
શુભસંગ્રહ ભાગ ચોથો
એક વખતે જેમ બને તેમ ઓછું દૂધ મોંમાં લેવાય તેમ કરવું. દૂધને પીવું નહિ, પણ ખાવું. આહારના બીજા પદાર્થો જેમ ચાવીએ છીએ અને મુખના રસ સાથે મેળવીએ છીએ, તેમ દૂધને ૫ણ મેળવવું. આમ કરવાથીજ દૂધના ખરા લાભ સમજાશે.
સવારે અગીઆર વાગતાસુધી ટાઢું દૂધ પી શકાય છે. પછી દૂધ બગડી જવાને સંભવ હોવાથી તે પછી પીવાનું દૂધ ગરમ કરીને પીવું. સવારે સાત કે આઠ વાગતાથી તે સાંજે ત્રણ કે ચાર વાગતા સુધી આ પ્રમાણે દૂધને પીવાનો પ્રયોગ કર્યા કરે. સાંજે છ કે સાત વાગે ખજૂર, અંજીર, દ્રાક્ષ, કેળાં કે એવાજ કોઈ જાતનાં ફળ અથવા બદામ, મગફળીના દાણા કે એજ કઈ મેવો ખાવાની ઇચ્છા થાય તો ઘણાજ ઓછા પ્રમાણમાં ખાવો.
આ પ્રમાણે દૂધ પીવા છતાં જેમને બંધકાશ જેવું જણાય તેમણે જુલાબ ન લેતાં બંધકોશના યંત્રનો ઉપયોગ કરો. એક અઠવાડીઆમાં ત્રણ વાર કરતાં વધારે વાર યંત્રને ઉપગ કર નહિ.
જેમને દૂધથી ઝાડા થાય, તેમણે ગભરાવાનું પ્રયોજન નથી. તેમણે દૂધનું પ્રમાણ ઓછું કરવું, કસરત વધારે કરવી અને દીર્ઘશ્વાસપ્રશ્વાસ વારંવાર કરવા. આથી અલ્પ સમયમાં દૂધ માફક આવી જશે. શરીરમાં ભરાયેલો કેટલોક કચરા નીકળી જવા માટે પ્રસંગે ઝાડા થવાની અગત્ય રહે છે.
ઉપર દર્શાવેલા વિધિ પ્રમાણેજ દૂધ પીવા ઈચ્છનારે તે પીવું. ધીરે ધીરે પીવાના નિયમનું વિસ્મરણ કરવું નહિ. ધીરે ધીરે પીવાની ટેવ પાડવી. પુનઃ કહેવામાં આવે છે કે, દૂધ સૌંદર્યને, માંસને, રુધિરને અને બળને વધારનાર ચમત્કારિક રસ છે. (શ્રાવણ–૧૯૬૪ના “મહાકાળી માંથી)
३७-दहींना लाभ
—
—
—
ચાલુ વર્ષના “ધી મદ્રાસ સ્ટેન્ડી”ના તા. ૧૭ મી મેના અંકમાં “ધી ફાસ્ટ કોર (ઉપવાસોપચાર) એ નામના વિષયમાં બંગાળાનો એક યુરોપીયન મેડિકલ ઍફીસર જેણે છ દિવસના ઉપવાસ કરી, ઉપવાસના લાભનો અનુભવ લીધો છે, તે લખે છે કે:
જેમને બંધકોશનો વ્યાધિ હોય છે, તેમને ઉપવાસ કરવા ઘણા કઠિન પડે છે, કારણ કે એકલા જળના ઉપયોગથી તેમના મોટા નળમાં રહેલું વિષ તથા જંતુઓ વગેરે બહાર નીકળવાને પ્રયત્ન કરવામાં મગજ ઉપર, મૂત્રાશય ઉપર તથા ફેફસાં ઉપર વિલક્ષણ પ્રકારની અસર કરે છે. આથી ઉપવાસ કરનારમાં જે આ વિલક્ષણતા સહન કરવાનું બળ નથી હતું તો તે ગભરાઈ જાય છે, અને નિશ્ચયથી ડગીને આરોગ્યને આપનાર ઉપવાસને છોડી દે છે. આવા લોકોએ ઉપવાસના યથેચ્છ લાભ મેળવવાને માટે તેમણે ઉપવાસ કરવા પહેલાં દહીંનો ઉપયોગ કરીને જઠર, મેટો નળ વગેરે સ્થળે રહેલા વિષને તથા જંતુઓને પ્રથમ નાશ કરે જોઈએ; અને પછી વગરઅડચણે ઉપવાસ કરવા જોઈએ. દહીંના જંતુઓ મોટાં તથા નાના આંતરડામાં રહેલા અત્યંત દુષ્ટ તથા હાનિકારક જંતુઓનો નાશ કરી નાખે છે, અને એમ છતાં તેઓ પોતે નિર્દોષ છે, એટલું જ નહિ પરંતુ મનુષ્યનું અનેક વ્યાધિઓથી રક્ષણ કરે છે. એ હવે સારી રીતે પ્રસિદ્ધ થઈ ચુક્યું છે કે, દહીંની અમ્લતામાં જે જંતુઓ છે, તે કૅલેરા, ટાઈફેઈડ, મરડે અને એવા જ બીજા વ્યાધિમાં જણાનાર જંતુઓના કટ્ટા શત્રુ છે, અને જ્યાં દહીંના જંતુઓ હોય છે, ત્યાં આ રોગના જંતુઓ કદી રહી શકતા નથી. મેં પોતે ત્રણ માસ સુધી નિત્ય શેર શેર દહીં ખાધું છે, અને હમણાંથી મારા દરદીઓને મોટાં તથા નાના આંતરડાંના વ્યાધિએમાં બીજા ઉપચારો સાથે હું દહીંજ આપું છું, અને તેથી મને ઘણો લાભ થતો અનુભવમાં આવ્યું છે. મરડે, અતિસાર, હઠીલો બંધકોશ વગેરે પચનેંદ્રિયના સધળા વ્યાધિઓમાં જ્યારે દહીંમાં રહેલા નિર્દોષ જંતુઓને, તે તે વ્યાધિવાળાં સ્થળોમાં વસતા દુષ્ટ જંતુઓ ઉપર (બેકટેરીઆ) છોડી મૂકવામાં આવે છે, ત્યારે અવશ્ય લાભ થાય છે. આથી ઉપવાસ કરવા ઈચ્છનારે ઉપવાસ કરવાપૂર્વે થડા દિવસ નિયમિત રીતે દહીં ખાઈને આ જંતુઓનો નાશ કરવો અને પછી ઉપવાસ પૂરા કર્યા પછી પણ આહારમાં નિત્ય નિયમિત રીતે દહીંને ઉપગ કર્યા કરે.
(વૈશાખ-૧૯૬૬ ના “મહાકાળ'માં લેખક-સદગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com