________________
કેવળ દૂધના આહારના લાભ
३६-केवळ दूधना आहारना लाभ
કેવળ દૂધ ઉપર રહેવાથી કેવા લાભ છે, તે જે મનુષ્યો જાણતા હતા તે આરોગ્ય તથા બળને પ્રાપ્ત કરવાને માટે તેઓ ઔષધોમાં નકામા પૈસા ન ખર્ચાત. વિવિધ વ્યાધિઓને ટાળનાર તથા આરોગ્ય અને બળને આપનાર દૂધ જેવો ભાગ્યે જ બીજે કઈ આહાર હશે. શરીરના પોષણમાં જે તત્ત્વોની જરૂર છે તેમાંનાં ઘણાં તત્તવો દૂધમાં છે, અને તેથી પૂર્ણ આહારતરીકે તે પ્રસિદ્ધ છે. બાળકના શરીરનું પિષણ તથા વૃદ્ધિ એકલા દૂધથી જ થઈ શકે છે. જોઈતા પ્રમાણમાં મનુષ્ય દૂધને ગ્રહણ કરે તે તેને ભાગ્યે જ બીજે કઈ આહારને પદાર્થ ગ્રહણ કરવાની જરૂર પડે. યુરોપમાં તથા અમેરિકામાં એકલા દૂધ ઉપર રહેવાથી પુષ્કળ રોગીઓના રેગ નિવૃત્ત થયાનું પ્રસિદ્ધ છે. ચીકાગોમાં દૂધથી જ સર્વ પ્રકારના વ્યાધિઓ ટાળનારી એક સંસ્થા છે. આ સંસ્થામાં રોગીએને નિત્યનું પંદર શેરથી અધમણ દૂધ પાવામાં આવે છે અને તેથી આશ્ચર્યકારક પરિણામે આવેલાં કહેવામાં આવે છે. ચીકાગોવિના બીજે સ્થળે પણ દૂધના પ્રયોગો કરી દેવામાં આવ્યા છે અને તેનું તેવું જ સંતોષકારક પરિણામ આવ્યું છે.
દૂધ શરીરમાં રુધિરન અને માંસનો ભરા કરે છે, તથા જે જે જગાએ શરીરમાં ખાડા હોય છે તે સર્વને પૂરી નાખી શરીરને ભરાવદાર અને ઘાટીલું કરે છે. તે આરોગ્યને, યુવાવસ્થાને તથા સૌંદર્યને આપે છે. ત્રણ માસ દૂધ ઉપર રહેવાને પ્રયોગ કરવાથી ઘણુ મનુષ્યએ પિતાના શરીરના વજનમાં પણ મણને વધારો કર્યો છે; એટલું જ નહિ પણ ચામડીને વર્ણ બાળકના
કર્યો છે. યોગ્ય રીતે દૂધને ગ્રહણ કરવામાં આવે છે તો મટી શકે એવા સઘળા રોગ તે મટાડી શકે છે, એટલું જ નહિ પણ વૃદ્ધાવસ્થા જે એક પ્રકારનો વ્યાધિ છે, તેને પણ તે મટાડે છે. દુર્બળ, રુધિર ઉડી ગયેલા અને મંદાગ્નિવાળા મનુષ્યો, દૂધ ઉપર રહે છે તે થોડા દિવસમાં પુષ્ટ થાય છે.
આરોગ્યને પ્રાપ્ત કરવા ઈચ્છનારે આરંભમાં એક અથવા બે નકોરડા ઉપવાસ કરવા. થઈ શકે તેમણે ત્રણ ઉપવાસ કરવા. ઉપવાસના દિવસમાં સવારે તથા સાંજે પાણીને હા જેવું ગરમ કરી તેમાં એક લીંબુ નીચોવી તેના એક અથવા બે પ્યાલા પીવા. દિવસના વચલા ભાગમાં પણ પ્રસંગે પ્રસંગે પાણી પીવું. બંધકોશના યંત્રવડે પણ મોટા નળને સાફ કરી નાખવો. આ પ્રમાણે શરીરની શદ્ધિ કર્યા પછી દૂધનો પ્રયોગ શરૂ કરવો. ઉપવાસ કર્યા પછીજ જેઓ દૂધને પ્રત્યે કરે તેમણે પ્રથમ દિવસે ત્રણ શેર કરતાં વધારે દૂધ પીવું નહિ. ક્રમે ક્રમે દૂધને વધારી છ શેર, આઠ શેર અથવા દશ શેર સુધી પણ પોતાની શક્તિના પ્રમાણમાં ચઢવું. દૂધ જ્યારે પુષ્કળ પીવામાં આવે છે, ત્યારે જ તેનો ખરો લાભ જણાય છે. રેંકટરો તથા વૈદ્યોની ફી કરતાં અને ઔષધ કરતાં તે સસ્તું મળે છે. દૂધને ટાઢું પીવું અથવા ઉકાળીને પીવું. પિતાની પ્રકૃતિને જેવું અનુકૂળ આવતું હોય તે પ્રકારનું પીવું. ઉકાળેલા દૂધ કરતાં ટાઢા દૂધનો વધારે ગુણ છે, તેથી ટાઢું પીવાય ત્યાં સુધી અધિક યોગ્ય છે. તેમાં ખાંડ અથવા સાકર નાખવી નહિ. કેટલાક મનુષ્ય કહે છે કે, અમને દૂધ માફક આવતું નથી, અથવા તેથી અમને બંધકોશ અથવા ઝાડા થાય છે; પરંતુ આવા સર્વ મનુષ્યને વિધિપૂર્વક દુધનો ઉપયોગ કરવાથી તે માફક આવ્યાવિના રહેતું નથી. દૂધ પીને ખુલ્લી હવામાં થોડી વાર ચાલવાથી અને દીર્ધાશ્વાસ લેવાથી દૂધ માફક આવે છે. કસરત અને દીર્ધ શ્વાસપ્રશ્વાસ એ દૂધને માફક કરનાર રામબાણ ઉપાય છે. કસરતથી અને દીર્ઘશ્વાસપ્રશ્વાસથી શરીર બળવાન થાય છે. અને શરીર બળવાન થતાં જઠર બળવાન થાય છે, અને જઠર બળવાન થતાં દૂધ માફક આવ્યા વિના રહેતું નથી.
વિધિપૂર્વક પીવાથીજ દૂધના લાભ જણાય છે. ચારશેર-પાંચશેર દૂધ એકી વખતે સામટું ગટગટાવી જવાનું નથી, પણ દર કલાકે અર્થે શેર અથવા પિણાશેર પીવાનું છે, અને તે પણ નાને નાને ઘૂંટડે પીવાનું છે. બાળક અથવા વાછરડું કેવી રીતે ધાવે છે તે જુઓ, અને તે પ્રમાણે દૂધ પીતાં શીખો. જેમ બને તેમ ધીરે ધીરે અને કેરી ચૂસતા હોઈએ તેમ દૂધને પીવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com