________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
વધારે દૂધપાક ઉઠાવી જનાર સંન્યાસીને કઈ દુરાચારી ગણતું નથી. વધારે ખાવાને લીધે મીણ ચઢવાથી બપોરે જરા આડા થનાર વિદ્વાનને કેાઈ દોષપાત્ર સવીકારતું નથી, અને સ્પર્શવૃત્તિને સંતોજવાનું અકરાંતીયાપણું કરનાર મનુષ્ય જ્યાં ત્યાં દુરાચારી ગણાય છે તથા નિંદાના પાત્ર થાય છે ! હદ ઉપરાંત ખાવાથી સૌંદર્ય, આરોગ્ય, સુખ, ધન, શ્રમ અને આયુષ્યને વ્યર્થ ક્ષય થાય છે.
(ષિ–૧૯૬૬ ના “મહાકાલ”માં લેખક-સંગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
३५-टमाटा अने तेना गुण
ટમાટાનો આપણું લોકે બહુ ઉપયોગ કરતા જોવામાં આવતા નથી અને તેનું કારણ તેના ગુણવિષે તેઓ અજાણ્યા છે, એજ છે. ઘણાને તેમાં બહુ સ્વાદ જણાતું નથી, પરંતુ કારેલાં કડવાં છતાં અભ્યાસથી ઘણા મનુષ્યને જેમ તેમાં ઉત્તમ સ્વાદનું ભાન થાય છે, તેમ ટમાટાનો અભ્યાસ પડ્યા પછી તેમાં ઉત્તમ સ્વાદનું ભાન થયાવિના રહેતું નથી. ફળતરીકે તેમજ શાકતરીકે ટમાટાને ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તેમને રાંધ્યાવિના ફળની પેઠે ખાવામાં આવે છે, ત્યારે તેઓ વધારે ગુણ કરે છે. આ પ્રમાણે ટમાટાને ખાવા ઈચ્છનારે પ્રથમ એક લીંબુનો રસ કાઢ, પછી તેમાં થોડું મીઠું નાખવું અને રસથી બમણું અથવા ચારગણું તેલ નાખી ખૂબ હલાવવું. પછી આ પ્રમાણે તૈયાર કરેલા રસમાં ટમાટા સમારીને નાખવા અને હલાવી ચૂલા ઉપર ચઢાવ્યા વિના,
ખાવા. કેટલાક આની અંદર થોડી રાઈ અને ઝીણી સમારીને ડુંગળી પણ નાખે છે. ટમાટા અંત્રપૂતિનાશક (આંતરડાના કહાણ વગેરે બિગાડનો નાશ કરનાર) છે, એટલું જ નહિ પણ આખી અન્નનલિકામાં રહેલા કચરાને દૂર કરી તેને સ્વચ્છ કરનાર છે. તેમાં પોષક તત્વો મેટા પ્રમાણમાં રહ્યાં નથી, પણ એકલા ટમાટો ખાઈને કોઈ મનુષ્ય જીવવા ધારે તે ઘણું લાંબા વખત સુધી જીવી શકે છે. તેમાં નીચે પ્રમાણે તો છે –
જળ. સેંકડે ૯૪.૩, ખનિજ ૫, નાઈટ્રોજન અથવા સ્નાયુ રચનાર તત્ત્વ ૯, રેસા , ગોધૂમતત્ત્વ (સ્ટાર્ચ) સ્નેહ (ફેટ) વગેરે ૩.૭
માંદા માણસને માટે ટમાટા ઘણા ઉત્તમ આહાર છે, એવો ર્ડોકટરોનો અભિપ્રાય છે. આનું કારણ એ છે કે, તેને માવો અને રસ સહેલાઈથી પચી જાય તેવાં હોય છે, એટલું જ નહિ પણ તેમાં જઠરના રસને વધારનારું અને દસ્તને સાફ આણનારું એક પ્રકારનું અમ્લ તત્ત્વ (એસીડ) રહેલું છે. વળી રસલ નામનો એક પ્રસિદ્ધ અંગ્રેજ વેંકટર કહે છે કે, ટમાટા વિદ્રધિને મટાડે છે, અને આમ બનવું સંભવિત છે; કારણ કે વિદ્રધિ માંસ, મત્સ્ય, મધ અથવા ચાહને હંદ ઉપરાંત ઉપયોગ કરવાથી લોહીમાં બિગાડ થવાથી થાય છે. અને ટમાટા, ઉપર કહ્યા પ્રમાણે શરીરના કચરાને કાઢી જઠર આદિ અવયવોને સ્વચ્છ કરનાર હોવાથી પાચનક્રિયા સુધરતાં લોહી શુદ્ધ થાય છે, અને તેમ થતાં વિદ્રધિ મટે છે. ટમાટામાં લોહીને શુદ્ધ કરવાને તથા સાફ દસ્ત લાવવાનો ગુણ હોવાથી ન્યુયૅકનો બુલ પોતાના રોગીઓને બીજા ખોરાક સાથે માતાને રાંધ્યા વગર ખાવાની હમેશાં આજ્ઞા કરતો.
ખેડુતોને ટમાટાની ખેતીથી ઓછી મહેનતે અને ઓછા ખર્ચે ઘણે સારો લાભ થાય છે. એક એકરમાં પાંચથી વીસ ટન સુધી ટમાટ થાય છે.
લંડનની એક હૈસ્પિટલના ડોકટર છે. ચાર્લ્સ વીકનહામ ટમાટાની પ્રશંસા નીચેના શબ્દોમાં કરે છે –ટમાટા એ પથારીમાંથી ન ઉડી શકાય એવા નિર્બળ મનુષ્યને તેમજ મને, બંનેને આહાર છે. તે રોગી તથા નીરોગ, વૃદ્ધ તથા જુવાન, શ્રીમંત તથા ગરીબ, આળસુ તથા ઉદ્યોગી, વિદ્વાન તથા મૂર્ખ, સાધુ તથા પાપી સર્વના આહારને પદાર્થ છે. સઘળાં શાકમાં તે સર્વોત્તમ શાક છે. માંદા માણસોને માટે અને તેમાં પણ જેઓ જઠરના વ્યાધિથી પીડાતા હોય છે તેમને માટે તો તે પરમેશ્વર તરફથી ઉતરી આવેલી બક્ષીસ છે.
( આષાઢ-સં. ૧૯૬૬ના “મહાકાળ”માં લેખક-સદગત માસ્તર શ્રીમાન છટાલાલજી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com