________________
મિતાહાર આરોગ્યને આપે છે તથા આયુષ્યને વધારે છે, પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં તે નીચેનું વાક્ય લખે છે –
“જ્યારે બત્રીસ જાતનાં પકવાન અને તેત્રીસ જાતનાં શાકથી પીરસેલી શ્રીમંત લોકેની દબદબાવાળી પત્રાળી હું જોઉં છું, ત્યારે તે પત્રાળીમાં ગુપ્તપણે છુપાઈ રહેલાં સંધિવા, જલોદર, જવર અને ભારે ભોજન જમ્યા પછી જણાતી અસ્વાભાવિક સુસ્તી મારી દ્રષ્ટિએ આવે છે.”
લુઇ કોર્નરેના ભજન સાથે, નાસ્તામાં પાંચ-સાત મિષ્ટાન્નને ઉડાવનાર, બપોરે શાકઅથાણાં સાથે વીસ પચીસ ભારે વસ્તુઓને આડે હાથે ઝાપટનાર, નમતે પહેરે કંઈ આકશબુકશ ફાકનાર; ભજીયાં, પુરી, દૂધ વગેરે પદાર્થોથી રાત્રે મોડું વાળુ કરનાર તથા આ સર્વેમાં પૂર્તિ કરવાને પાંચ-સાત વાર હા, કોફી, આઈસ્ક્રીમ વગેરેની ઉદરમાં રેલ આણનાર કે શ્રીમાનના કે નૃપતિના ભાજનને સરખાવે.
આ સર્વના પરિણામમાં મોટાં પેટ, મંદાગ્નિ, યકૃતમાં બિગાડ, સંધિવા, પક્ષાઘાત, ચાર ડગલાં ચાલતાં પણ હાંફી જવાય એવું સ્થૂલ શરીર તથા વિવિધ પ્રકારના રોગો પ્રકટેલા જોઈને શામાટે આશ્ચર્ય થવું જોઈએ ?
સ્પેનનો પાંચમો ચાર્લ્સ પથારીમાંથી ઉઠતાંજ પાંચ વસ્તુઓનો નાસ્તો કરતે, બીજી વાર બાર વાગતાં ભારે ભેજન લેતો. ત્રીજી વાર વીસ વસ્તુઓને અને જાતજાતના દારૂને ચઢાવતા. અને મધ્યરાત્રે પાછા જમતો. પીસ્તાળીસ વર્ષની ઉંમરે તે છેક અશક્ત થઈ ગયું. તેનાથી ઘેાડીઓ વિના ચલાતું નહિ. તેનું યકૃત ફૂલી ગયું. તેને સંધિવા તથા કળતરનો વ્યાધિ થયો અને આ વિના પણ બીજા ઘણા રોગો થયા. તેને આ સઘળા રોગો થવામાં તે “પરમેશ્વરની એવી મરજી છે એમ માનતો.
પૂર્વે જે જે ઘોર કૃત્યો કરનાર દુષ્ટ રાજાએ તથા સત્તાધીશે થયા છે, તે સર્વ જમવામાં અકરાંતીયા હતા.
નીરે બપરથી અધી રાત્રિ સુધી જમ્યાજ કરતે. કેલીગ્યુલા એકજ વારના વાળમાં સવાલાખ રૂપિયા ખર્ચ અને સીઝરને અમલ અત્યાચારથી પૂર્ણ હતો. અકરાંતીયાપણું, મદ્યપાનાદિ વ્યસન અને નિર્દયતા સર્વદા સાથે રહે છે.
જે મનુષ્યો મિતાહાર સેવે તો જગતમાંથી સેંકડે નેવું રોગો મટી જાય, એટલું જ નહિ પણ જગતમાંથી અર્ધા નિર્ધનતા ઓછી થઈ જાય.
માત્ર જીભને રાજી રાખવાને બદલે શરીરને પોષણ આપે એવા આહારના પદાર્થો જે વિચારપૂર્વક પસંદ કરવામાં આવે તો મંદવાડને નાશ થાય; એટલું જ નહિ પણ દ્રવ્યને, મહેનતને અને ઊંટની તથા વૈદ્યોની ફીને બચાવ થાય.
હાલ મનુષ્યો ખાવાને માટે જીવે છે, તેને બદલે જે તેઓ જીવવાને માટે ખાય તો પિતાનું ગુજરાન ચલાવવાને વેંકટરાને તથા વૈદ્યોને કેઈ બીજો ધંધે શોધવો પડે, દવાખાનાંની સંખ્યા ઘટી જાય અને પેટ દવાઓ બનાવનારાએ પ્રજાને લાભ કરનારા કાઈ બીજા સારા કામમાં જોડાય.
આરોગ્ય, સંપત્તિ અને સૌંદર્ય સર્વ મિતાહારથી પ્રાપ્ત થાય છે. સુંદર અને નિરોગ થવા ઈચ્છનારે પ્રથમ જીભને વશ કરવી જોઈએ. જેણે જીભને વશ કરી છે, તે જ ખરો જિતેન્દ્રિય છે. કોઈ કવિએ કહ્યું છે કે “ગવટા સન નિ નહિ તો નાદ વિતેન્દ્રિય ગાથે' એ અક્ષરશઃ ખરું છે.
જમ્યા પછી સૂવાનું મન થાય એવી રીતે પેટ ભરાય ત્યાંસુધી જમનારા અનેક વિદ્વાનો તથા પિતાને સદગુણી માનનારાઓ, મદ્યપાન કરનારાને અથવા વ્યભિચારાદિ દુર્ગ મનુષ્યને જોઈને ક્રોધથી ભમરો ચઢાવી દે છે, તથા નાકનાં ફુગારાં ફુલાવી નાખે છે; પણ તેઓ જાણતા નથી કે મદ્યપાન, વ્યભિચાર અને અકરાંતીયાપણું, એ જોકે જૂદા જૂદા દુર્ગણે જણાય છે, તે પણ તે સર્વનું કારણ એક જ છે, અને તે એ કે ઇચ્છાને અથવા વાસનાને સંતોષવી. પેટ ભરાયા છતાં અને શરીરમાં અધિક પોષણની જરૂર ન છતાં ઉનાં ભજીયાં કે તેવાજ કોઈ સ્વાદિષ્ટ પદાર્થ જોઈને જેની જીભ વશ રહેતી નથી. અને જે આંખો મીંચીને, પૂર્ણાહુતિનો ઓડકાર આવી ગયા છતાં પણ પાછો પત્રાળી ઉપર હાથ ચલાવે છે, તેની કામનામાં અને રૂપવિષયથી આકર્ષાનાર વ્યભિચારી મનુષ્યની કામનામાં શે ભેદ છે, તે કોઈ કહેશે? દુરાચારમાં-વાસનાના પ્રાબલ્યમાં-અકરાંતી, વ્યભિચારી અને મદ્યપી ત્રણે સરખા છે, અને તે પણ એક પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com