________________
શુભસંગ્રહ-ભાગ ચેાથો ३४-मिताहार आरोग्यने आपे छे तथा आयुष्यने वधारे छे.
આ જગતમાં મનુષ્યોના મોટા ભાગના બળને બે બાબતમાં ભારે ક્ષય થતો જોવામાં આવે છે. એક તો ઉદરમાં નાખવા માટે આહારને મેળવવામાં અને બીજી, ઉદરમાં નાખેલા તે આહારના પદાર્થોનું શરીરમાં જ્યારે ઝેર થાય છે, ત્યારે તે ઝેરને શરીરમાંથી બહાર કાઢી નાખવાને માટે વૈદ્યોને તથા ડૉકટરોને આપવાના પૈસા પેદા કરવામાં.
મનુષ્યોને થતા વ્યાધિઓમાંથી સેંકડો નવ્વાણું વ્યાધિઓ અયોગ્ય ખાનપાનને ગ્રહણ કરવાથી અને જેટલું ખાવું જોઈએ તેના કરતાં વધારે ખાવાથી થાય છે.
રોગ શાથી થાય છે, તેનું સામાન્ય જ્ઞાન જે મનુષ્યપ્રજાને થાય તે પ્રત્યેક મનુષ્ય પૂરાં સો વર્ષ પૂર્ણ આરોગ્ય અને દુઃખવિનાની સ્થિતિને સુખપૂર્વક ભગવે.
ઈટલીમાં લુઈ કોર્નરે નામને એક પુરુષ શેડાં વર્ષ ઉપર થઈ ગયો છે. તે ૧૦૪ વર્ષ સુધી જીવ્યો હતો. ૮૩ વર્ષની ઉંમરે તો તેણે ગ્રંથો લખવા માંડયા હતા. તેનું આરોગ્ય ઘણાજ ઉંચા પ્રકારનું હતું. જ્યારે તે મરી ગયો ત્યારે જેમ કોઈ નાનું બાળક ઉંઘી જાય તેમ કશી પણ વેદનાવિના મરી ગયો હતે.
ચાળીસ વર્ષની ઉંમરે તેના શરીરમાં રોગ એટલે બધો વ્યાપી ગયો હતો કે તે જીવશે કે કેમ, તેનો સર્વને સંશય હતે. જન્મથીજ તેનું શરીર બહુ નાજુક અને નબળા બાંધાનું હતું; અને શ્રીમાનને ઘેર જમેલો હોવાથી તથા પુષ્કળ સંપત્તિ હોવાથી, ઘણા શ્રીમંતે જેમ વિવિધ પ્રકારના મોજશોખ કરવાને પિતાને હક્ક ગણે છે, તેમ તેણે પણ મોજશોખમાં ઝંપલાવ્યું હતું; અને તેનું પરિણામ એ આવ્યું હતું કે તે એક નહિ પણ અનેક મેટા રોગથી પીડાતે હતો.
અને તે પણ પિતાની ખરાબ ટેવો છેડી દેવાથી તથા પિતાની જીભને અંકુશમાં રાખવાથી તે મરણપથારીમાંથી બેઠો થયો. એટલું જ નહિ પણ તેણે સુદઢ આરોગ્યને તથા મનની શાંતિને પ્રાપ્ત કરી, અને તે કરતાં વધારે વર્ષ જી.
દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાની કળા એ નામનું તેના વિવિધ લેખોનું એક પુસ્તક પ્રકટ થયું છે. આ પુસ્તકમાં મિતાહારનું પ્રકરણ તેણે ૮૩ વર્ષની ઉંમરે અને એક બીજું પ્રકરણ ૮૬ વર્ષની ઉંમરે લખ્યું હતું. - કોર્નરો લખે છે કે, થડ અને ડહાપણથી ખાવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે, અને આ નિયમનો કોઈ દિવસ જરા પણ ભંગ ન કરનારને અકસ્માત આવી પડતાં દુઃખોથી પણ ઘણી જ થોડી અસર થાય છે. આ વચનને સાબીત કરવાને માટે તે પોતાનું ઉદાહરણ ટાંકે છે. તે કહે છે કે, ઘણી મોટી ઉંમરે ગાડી ઉંધી પડવાથી મારા માથામાં તથા પગમાં પુષ્કળ વાગ્યું, પરંતુ મારા પગનું લંગડાપણું તથા મને થયેલા ઘા એટલા તે થોડા વખતમાં મટી ગયા કે ડોકટરો તેને એક ચમત્કાર ગણવા લાગ્યા.
કોર્નેરો આખા દિવસમાં બરાબર પોણાશેર આહારને ગ્રહણ કરત. પ્રવાહી પદાર્થ તે પણ શેર ને નવટાંક લેતો. તે એક ટંકમાં એકજ જાતને ખોરાક લેતા. તે ફળ ખાતો ન હતો, કારણ કે તે તેને માફક આવતાં ન હતાં. તે એવું કહે કે, પ્રત્યેક મનુષ્ય પોતાના શરીરને કો ખોરાક અનુકૂળ આવે છે, તે પ્રયાગવડે નક્કી કરી લેવું, અને પછી તે ખોરાકને ઘણાજ ઓછા પ્રમાણમાં ખા. માત્ર એક દિવસ એાછો ખાવો એમ નહિ પણ હમેશાંજ એમ કરવું. છે. તે કહે છે કે “સંસારમાં જીવવું એ કેટલું રમણીય છે, એ જ્યાં સુધી હું ઘરડો થયા ન હતા ત્યાં સુધી મને સમજાયું ન હતું. જે સાચી શાંતિ અને સુખ હું ભોગવું છું, તેવી સ્થિતિમાં જીવવાને કેને કંટાળો આવે?”
વળી તે કહે છે કે એક ટૂંકમાં એક જ વસ્તુ ખાઓ. બીજી ખાવાની લલુતા કરો તે જમી ઉઠતા સુધી કોઈ પણ પ્રકારનો પ્રવાહી પદાર્થ પીશે નહિ. વળી અથાણાં, ચટણી વગેરે ખાશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com