________________
શુભસંગ્રહ-ભાગ ૨ २९-धन करतां आरोग्यनुं मूल्य अनेकगणुं छे.
શરીરનું ઉત્તમ પ્રકારનું આરોગ્ય એ ધન કરતાં અનેકગુણ વધારે મૂલ્યવાન છે, એ વાર્તા કઈ વિરલજ જાણે છે. સોમાં નવ્વાણુ મન ધનની પાછળ એવા તો ભત થઈને પડેલા તેમ કરતાં, હજારો રૂપિયા આપતાં પણ ન મળે એવા આયુષ્યનો તથા આરોગ્યને અત્યંત ક્ષય થાય છે, તેનું પણ તેમને ભાન હેતું નથી. ધનનો તેઓને એવો તો હડકવા હાલ્યો હોય છે કે ખુલ્લી હવામાં નિત્ય ફરવા જઇને અથવા કસરત કરીને આરોગ્યનું સંરક્ષણ કરવા જે તેમને કોઈ બોધ આપે છે તે તેઓ તેમ કરવાને તેમને બિલકુલ વખત નથી, એમ જણાવે છે. આવા મનુધ્યાને પરિણામે માંદા પડી ખાટલામાં છ માસ સૂવાને અથવા તે મરણના ખેાળામાં હમેશને માટે સૂવાને વખત મોડેવિહેલો લેવો પડે છે, ત્યારે જ તેમની આંખો ઉઘડે છે, અને કેટલાક અવિવેકી મનુષ્યની તો ત્યારે પણ આંખ ઉઘડતી નથી.
આરોગ્યની કાળજી ન રાખવાથી પ્રસિદ્ધ કર્યાધિપતિ રોકફેલરને વર્ષોનાં વર્ષો મંદવાડ વેડ પડ્યો હતો. અંતે તેની આંખ ઉઘડી, અને ખુલ્લી હવામાં ઝેફ' નામની રમત રમીને તેણે પાછું ગયેલું આરોગ્ય મેળવ્યું. આજે તે ઘણેજ બળવાન થયો છે અને એક દિવસ પણ હવે કસરત કર્યા વિના રહેતું નથી.
સ કોડપતિઓ મળીને થયેલો એક ધનપતિ' એવું જેને ઉપનામ મળ્યું છે, એવો અનર્ગળ દ્રમવાન ઈ એચ. હેરિમન હમણાં માંદા પડી છે. આરોગ્યને માટે તે ફાંફાં મારે છે, પણ મળતું નથી. દવા કરીને તે થાક છે. મેં માગ્યા પૈસા આપતાં પણ તેને આરોગ્ય મળતું નથી. તે શુદ્ધ હવા તથા શુદ્ધ પાણીવાળાં સ્થળામાં, આ ગામથી પેલે ગામ ભટકે છે; પણ આરોગ્ય તેનાથી ગળે ને ગળે નાસતું કરે છે. અપાર ધન મેળવવાના હડકવામાં તેણે પોતાના શરીરની બેદરકારી કરી છે. તેના શ્રમ પ્રમાણે તેને ધન-અનર્ગળ ધન-મળ્યું છે, પણ તેણે આરોગ્ય ગુમાવ્યું છે. મૃત્યુ પહોળાં જડબ કરી, તેને ગ્રાસ કરવાને ટમટમી રહ્યું છે. તેનું અપાર ધન તેનું રક્ષણ કરી શકતું નથી. સુખને માટે ધનનીજ અત્યંત અગત્ય છે, પણ આરોગ્યની કશી જ અગત્ય નથી, એમ તેણે આજસુધી ધાયું હતું. હવે તેને આરોગ્ય સારરૂપ અને ધન આરોગ્યવિના નિઃસારરૂપ સમજાય છે.
' હજારે મનુષ્ય જેઓ લક્ષાધિપતિ કે કેટયધિપતિ નથી, તેઓ આવી જ ભૂલ કરે છે. તેઓ માને છે કે, સુખ ધનથી જ મળે છે. શ્રીમતને તેઓ સારાં સારાં વસ્ત્રો પહેરતા, બંગલામાં રહેતા તથા ગાડી ઘોડે કરતા જુએ છે અને ધારે છે કે આ લેકો અપાર સુખી છે. આથી તેઓ પણ આખો મીંચીને, શરીરની બેદરકારી કરી ધનની પાછળ ભૂત થાય છે. પણ મનુષ્યએ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે અન્ન, વસ્ત્ર તથા કેટલીક સામાન્ય અનુકૂળતાવિના ધન વસ્તુતઃ કશુંજ વિશેષ લાભ આપી શકતું નથી. જેને સુખ, શાંતિ અથવા આનંદ કહે છે તે તે તેનાથી ભાગ્યેજ મળે છે. ઉલટું તેની પ્રાપ્તિ સાથે માથા ઉપર પાર વિનાની જવાબદારી ચોંટે છે; અને તેની વ્યવસ્થાને મગજ ઉપર એવો તે બે રહે છે કે તેના દબાણતળે આરોગ્ય અને શાંતિનો નાશ થાય છે, અને ઘણી વાર આયુષ્યનો વહેલો અંત આવે છે.
ધનસંપત્તિ પાછળ ભૂત થવા કરતાં શરીરસંપત્તિ પાછળ ભૂત થવું એ હજારગણું સારું છે, કારણ કે ધનસંપત્તિ જ્યારે શરીરના આરોગ્યને તથા આયુષને આપતી નથી, ત્યારે શરીરસંપત્તિ ધનસંપત્તિને પ્રાપ્ત કરવાનું પણ બળ આપે છે. - ધનની પાછળ ગાંડા થનારે જે માંદા પડી રહેલા મરી ન જવું હોય તે પ્રતિદિન ખુલ્લી હવામાં ઓછામાં ઓછા બે કલાક પણ શરીરને સારી પેઠે શ્રમ થાય એવી કસરત કરવાનો નિયમ કદી પણ ન ચૂકવે.
(અશ્વિન-૧૯૬પના “મહાકાળ”માં લખનાર સદ્દગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com