________________
સાચા સાધક અથવા તીવ્ર જિજ્ઞાસુ કેવા હોય? આયુષ્યન ધર્મારામ! આમ કેમ કરે છે? તો જાણે સાંભળતા જ નથી.
બીજા ભિક્ષુઓએ કથાપ્રસંગમાં બુદ્ધને ધર્મારામનાં સમાચાર આપ્યા ને અંતે કહ્યું, “ભગવન! ધર્મારામ થેર( સ્થવિર )ને આપના ઉપર લેશમાત્ર નેહ નથી.”
બુધે ધર્મારામને બોલાવીને પૂછયું કે તું આમ કર છ એ સાચું છે કે?” “સાચું છે, ભગવન !”
એનું કારણ?” ધર્મારામે પોતાને સંકલ્પ બુદ્ધને જણાવ્યો.
બુદ્ધે કહ્યું કે “ભલે, ધર્મારામ ! ભલે. ધન્ય છે તારી જનેતાને. ભિક્ષુઓ, જેને મારા ઉપર સ્નેહ છે તે ધર્મારામ જેવો બનવા પ્રયત્ન કરે. સ્નેહ હો તે ધર્મારામના જેવોજ હજો. માણસ મોતીની માળા કે પુષ્પહાર પહેરાવે, અમૂલ્ય સુગંધથી નવરાવે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કે ચરણસ્પર્શ કરે–આ. પૂજા તે પૂજા નથી; પણ માણસ પોતાને ધર્મ સમજે ને પાળે, પાપના પડછાયાથીએ ડરતો. ચાલે એજ સાચું માન, ૫રમ સત્કાર અને અપૂર્વ પૂજે છે.”
(દીઘનિકાય ૧૬-પ-૩, ધમ્મપદકુકથા ૧૨-૧૦, ૧૫-૭, ૨૫-૪) ર–ગાળ દેનારને ગુમડું થાય, સાંભળી રહેનારને નહિ. એક સમયે ભગવાન બુદ્ધ રાજગૃહમાં વનને વિષયે વિહાર કરતા હતા.
ભારદ્વાજ ગોત્રના એક બ્રાહ્મણે બુદ્ધ પાસે જઈને પ્રવજ્યા ( ગૃહત્યાગ-સંન્યાસદીક્ષા ) લીધી, એમ સાંભળીને એના એક સગા ભારદ્વાજને ભારે રોષ ચડ્યો. રોષે ઘૂઘવાતો ધૂંધવા તે બુદ્ધ આગળ આવ્યો અને કંઇક અસભ્ય તથા કઠોર વેણુ બોલ્યો, બએ કટકા ગાળ દેવા માંડવ્યો.
ભારદ્વાજના અપશબ્દ સાંભળીને બુદ્દે એને કહ્યું કે “હે બ્રાહ્મણ ! આનું તું શું ધારે છે ? તારે ઘેર મિત્ર–ભાઈબંધ, ભાયાત, વેવાઈવેલાં પરણું થઈને આવે ખરાં કે?”
ભારદ્વાજ– હા, ગૌતમ! કોઈ વાર આવે.”
બુદ્ધ–કહે બ્રાહ્મણ! એ અતિથિને જમાડવા તું પાંચ પકવાન્ન, બત્રીસ જાતનાં ભેજન, તેત્રીસ જાતનાં શાક રંધાવે ખરો કે?”
ભારદ્વાજ–“હા, ગૌતમ! કઈ વાર રંધાવું.' બુદ્ધ—પણ જે મહેમાન જમણ ન સ્વીકારે, તો હે બ્રાહ્મણ! તે અન્ન કોનું થાય ? ભારદ્વાજમહેમાન ન જમે તે ગૌતમ ! તે અન્ન અમારૂંજ થાય.'
બુદ્ધ –“તજ પ્રમાણે, હે બ્રાહ્મણુ! અમે તને ગાળ ન દઈએ અને તું અમને દે, અમે તારા ઉપર રોષ ન કરીએ ને તું અમારા ઉપર કરે, અમે તને ન વઢીએ ને તું અમને વઢે; તે તારું અમે લઈએ નહિ, એટલે તે તારૂંજ થાય. હે બ્રાહ્મણ ! કે ગાળ દેનારને સામી ગાળ દે, રોજ કરનાર ઉપર વળતે રોષ કરે, વઢનારને સામો વઢે, તે તે તું તથા તારા અતિથિઓ ભેળા બેસીને જમે એના જેવું થયું, પણ અમે તારી હારે જમીએ નહિ, એટલે તારા અપશબ્દ તારાજ રહે.”
ભારદ્વાજ- હે ગૌતમ! રાજા સહિત આખી પરિષદુ (રાજસભા ) એમ જાણે છે કે, શ્રમણ ગૌતમ અહંત છે. છતાં તમે મારા ઉપર કોપાયમાન થયા છો.' '
બુદ્ધ–“હે બ્રાહ્મણ! શાન્તદાન્ત જીવન્મુક્ત અક્રોધીને ક્રોધ કે?' तस्मेव तेन पापीयो यो कुद्धं पटि कुज्झति । कुद्धमप्पटिकुज्झतो सङ्गामं जेति दुजयम् ॥ उभिन्नमत्थं चरति अत्तनो च परस्स च । परं सङ्कुपितं बत्वा यो सतो उपसम्मति ॥ उभिन्नं तिकिच्छन्तानं अत्तनो च परस्स च । जना मन्ति बालोति ये धम्मस्स अकोविदा ॥
ક્રોધી ઉપર જે સામો ક્રોધ કરે તે એ બેમાં વધારે પાપી છે. ક્રોધી ઉપર વળતે ક્રોધ ન કરે, તે દુર્જય સંગ્રામ જીતે છે. સામા માણસને કેપેલે જાણીને જે પોતે શાન્ત રહે છે, તે પોતાનું તથા સામા માણસનું બેયનું કલ્યાણ કરે છે. શાન્ત પુરુષ પોતાની તથા સામા ધણીની પીડા ટાળે છે, પણ ધર્મને નહિ જાણનાર લોકે એને મૂર્ખ ગણે છે.” (સંયુત્તનિકાય ૭-૧-૨ )
(તા. ૮-૪-૧૯૯૮ ના “નવજીવનમાં લખનાર દેવે વાટ ગોત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com