________________
શુભસંગ્રહ-ભાગ એથે પાસે હતી અને હજુયે કયાંક ક્યાંક છે, પણ આજની એ માતા બાળક માંદુ પડતાં બિચારી બને છે, પૅટરની રાહ જોતી વલખાં મારે છે. એ ઘરે આજે ક્યાં ગયું? માતામાં રહેલો એ ઘરવૈદ આજે ક્યાં ઉડી ગયે? વિલાયતી દવાના હિમાયતી કેાઈ પણ ગેંકટરને પૂછે અને એ પૅક્ટર જે સહૃદયી હશે તે જરૂર આપણી સાથે આ વિષયમાં શાચ કરશે. બાળકો માટે આપણી માતાઓ જે દેશી ઉપાયે કરતી અને કરે છે, એ બાળજીવન માટે ઉત્તમ છે એમ કહેવામાં એ ફેંટર પણ જરૂર આપણી સાથે સાથે પૂરશેજ. ઘડી ઘડીમાં બાળકને માટે ડોક્ટરની રાહ જોતી આજની માતા અને બાળકના દરેક દર્દમાં એક દેકડાની ચીજથી આરામ કરનારી એ ઘરવૈદ સરીખી માતાનો વિચાર કરીએ છીએ, ત્યારે આજની સ્થિતિ માટે બહુ દિલગીરી થાય છે.
- રોજ રાતના બાળકોને એકઠાં કરી ધર્મજ્ઞાનની ચર્ચા કરનારૂં આપણું માતૃપદ ખરેખર એ વખતે અનેરૂં હતું. રામાયણના અને મહાભારતના પ્રસંગે તે એ માતાઠારાજ બાળકોમાં પ્રવેશતા. રામ, લક્ષમણ અને સીતા; કૌરવ, પાંડવ અને કૃષ્ણનાં કથાનકેથી બાળકોમાં -હાનપણથી ધર્મના સંસ્કાર પડતા અને નાનપણથી પડેલા એ સંસ્કાર બાળકના ભવિષ્યના ઘડતરમાં બહુ ઉપયોગી થઈ પડતા. બાળકોનું ચરિત્ર નાનપણથી ઘડાતું અને એ ઘડતરમાં આપણી માતાને હિસ્સો મહાન હતો. આજે કેટલી માતાએ આ વિષયમાં રસ લે છે ?
અને આજના પિતા મધ્યમ વર્ગને હોય તે કાં તે નોકરીએથી થાકયો પાકયો હોય એટલે કૃત્રિમ આનંદ લેવા રાતે જમીને હૈટલે અથવા ગપ્પાં મારનારા મિત્રને આશરે લે અથવા નાટક-સીનેમાને શોધે છે. બાળકો અને ગૃહિણીથી શોભતા ઘરમાં જે સ્વાભાવિક આનંદ છે. એ મૂકીને એને હટલો કે કલબનો આશરો લેવો પડે છે. આવો પિતા બાળકના શિક્ષણમાં કયી રીત ધ્યાન આપી શકે ? શ્રીમંત પિતા પિતાના વ્યાપારમાં એટલો બધે એકમાગ થઈ ગયું છે, કે એને સૂતાં સૂતાં પણ તેજી-મંદીનાં, હડતાલનાં, કાપડ બજારની સ્થિતિનાં, રૂ બજારના વલણનાં અને શેરબજારનાં પાશેરીઆનાં રવMાં આવે છે. એ ભલે બહારથી સુખી દેખાતો હોય પણ એના જીવનમાં એજ વિષયની તાલાવેલી લાગેલી છે. એને બાળકો શું ભણે છે, કેવું શિક્ષણ લે છે, એને કેવા સંસ્કાર પડે છે-એ બધુ તપાસવાની ફુરસદ યાં છે ? અને એ બેદરકારીમાં ઉછરતી પ્રજા પાસેથી આપણે રામ-લક્ષ્મણની આશા રાખી રહ્યા છીએ, સીતા-રામનાં સંતાન જોવાના અભિલાષ ધરાવીએ છીએ. આ બેદરકારીના થર ઉખડે નહિ ત્યાંસુધી એ અભિલાષા સ્થાને છે કે અસ્થાને, એનો વિચાર કરવાનું અમારા વાચકને અમે સોંપીએ છીએ.
(તા. ૫-૭-૧૯૨૮ ના “લોહાણાહિતેચઠ્ઠી ના અગ્રલેખમાંથી)
२८-साचा साधक अथवा तीव्र जिज्ञासु केवा होय ?
૧-એક તીવ્ર જિજ્ઞાસુને કેવી લગની લાગે છે? ભગવાન બુદ્ધને પિતાના મૃત્યુમહોત્સવને દિવસ સુઝી ગયો, એટલે એમણે શિષ્યસમાજને ચેતવી દીધો કે “આજથી ચાર માસે મારું પરિનિર્વાણ છે.” એટલે ત્રાસ પામેલા સાતસે સામાન્ય ભિક્ષુઓ જ્યાં બુદ્ધ જાય ત્યાં એમના ભેળા અને ભેળા એમ પરિવારરૂપે વિચરવા મંડ્યા, તે એક ક્ષણેય એમનાથી અળગા થાય નહિ, અને ટોળે મળીને એકબીજાને કાનમાં કહે કે “આયુમન ! હવે આપણે કેમ કરીશું?” બાળક હતા એને અશ્રુધારા ચાલી, પંડિત ધર્માચરણમાં વિશેષ સાવધાન અને જાગ્રત બન્યા.
હવે ધર્મારામ નામે એક ભિક્ષુ હતો એણે વિચાર્યું કે “મુદેવ તે ચાર માસે દેહ છોડશે, અને હું હજી રાગદ્વેષથી મુક્ત નથી. એટલે ભગવાન હજી મત્યલોકમાં બિરાજે છે ત્યાંજ હું ઉગ્ર સાધના કરીને અહત જીવન્મુક્ત)ની અલૌકિક પદવી પ્રાપ્ત કરૂં.' એમ કરીને એ તો બીજા ભિક્ષએ હારે ભમવાનું તથા ફટકા મારવાનું છોડીને બુદ્ધે ઉપદેશેલા ધર્મના ચિંતન તથા અનુસરણુમાં લીન થઈ ગયે. કેઈ કેમ, આયુશ્મન” કરીને બેલા તોય સામે બોલ આપે નહિ. કોઈ પૂછે, કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com