________________
૫૦
શુભસંગ્રહ-ભાગ ચાલે નાખવાં, તથા તેમનાં ભવિષ્યનાં શરીરને ભીતરથી સળી ગયેલાં લાકડાંનાં બેખાં જેવાં કરી મૂકવાં, એ શું કસાઈપણું નથી? આ પ્રકારની કેળવણુની પદ્ધતિને પ્રજાનું હિત કરનાર ગણવાની ભૂલ કે બુદ્ધિમાન કરે?
વિદ્યાભ્યાસ અહિતકર છે, એમ કહેવાનું તાત્પર્ય નથી. વિદ્યા મનુષ્યનું સર્વદા હિતજ કરે છે, પરંતુ વિદ્યાભ્યાસ કરાવવાની હાલની પદ્ધતિ અત્યંત હાનિકારક છે, એટલું જ કહેવાનું તાત્પર્ય છે. હાલની શાળાઓ, એ જીવનને સુખપ્રદ કરનાર વિદ્યાભ્યાસ કરાવવાની શાળાઓ નથી, પરંતુ વિદ્યાભ્યાસને નામે ગદ્ધાવૈતરૂ કરાવી જીવનને દુઃખપ્રદન કરનાર, સખ્ત મજુરી કરવાનાં કેદખાનાં છે.
આરેગ્યને, બળને, આયુષને, બુદ્ધિને, વ્યવહારનાં ઉચ્ચ સુખને તથા હદયની શાંતિને, નિત્ય અધિક અધિક પ્રમાણમાં ન આપે, તેને વિદ્યા કેણ કહે? હાલનું શિક્ષણ શું આ ફળને પ્રકટાવે છે? જો ના, તો પછી સ્થળે સ્થળે શાળાઓ કાઢવાનું અને કેળવણી પાછળ આટલું બધું ધન તથા શ્રમ ખર્ચવાનું પ્રયોજન શું? જે અંકગણિતનો, જે બીજગણિતને, જે ભૂમિતિને, જે ઇતિહાસને, જે ભૂગોળને અને એવી એવી જે બીજી અનેક બાબતોનો મોટપણે સોમાંથી પાંચ બાળકને આખા જીવનમાં એકાદ વાર પણ ઉપયોગ કરવાનો પ્રસંગ આવતું નથી, તથા જે પરીક્ષાને માટે ગેખ્યા પછી થોડાજ માસમાં કેવળ ભૂલી જવામાં આવે છે, તે સર્વને અસલ બોજે બાળકોની ખાંધે મૂકી, ન ચલાતાં છતાં પણ પણ મારી તેમને ચાલવાની ફરજ પાડવામાં શે હેતુ રહ્યો છે, તે કઈ કહેશે ? આવા વિવિધ વિષયોના અભ્યાસથી મગજને વિકાસ થાય છે તથા બુદ્ધિ કેળવાય છે, એમ કેટલાક વિદ્વાને કહે છે; પણ સુખના ભોગે મગજને મોટું કરવું અને બુદ્ધિને કેળવવી, એ શું ડહાપણભરેલું છે? શું જીવનના સુખની વૃદ્ધિ કરી, મગજનો વિકાસ કરનાર અને બુદ્ધિને કેળવનાર બીજા વિદ્યાભ્યાસના વિષે નથી? જીવનમાં નિત્ય કામમાં આવે તથા સુખની વૃદ્ધિ કરે, એવી એટલી બધી વસ્તુઓ છે તથા તેમના અભ્યાસથી મગજને તથા બુદ્ધિનો એટલો બધો વિકાસ થાય એમ છે કે તેની સાથે સરખાવતાં હાલને વિકાસ તળાવ આગળ ખાબોચીઆ જેવો છે, તથાપિ આ બાબત લક્ષમાં લેવાની કેને કાળજી છે !
બાળકને જાણે આ જગતમાં કશું જ ઉપયોગી સાધવાનું નથી અને તેથી તેઓ નકામા ઉદ્યોગથી બીજાને ડખલ કરતાં અટકે, માટે તેમને બધો સમય કઈ કામમાં જોડી દેવાના વિચારથી હાલની વિદ્યાભ્યાસની પદ્ધતિ જાણે શોધી કાઢવામાં આવી ન હય, એમ જણાય છે. હાલની શાળાઓ. શિક્ષણ તથા શિક્ષણપદ્ધતિમાં સંપૂર્ણ ફેરફાર કરવાની અત્યંત અગત્ય છે. તેમ નહિ થાય ત્યાં સુધી ભારતવર્ષની યથાર્થ ઉન્નતિની આશાને હજી ઘણાં વર્ષોમાં વિલંબ છે. શાળામાં તથા પાઠશાળામાં ચાલતાં પુસ્તકેવડે બાળકોના મગજમાં હાલ જે વિદ્યા ભરવામાં આવે છે, તે વિદ્યા છે કે કેમ, એજ મેટો પ્રશ્ન છે. આવી વિદ્યાની હાલની પ્રજાને લેશ પણ જરૂર નથી. એવી વિદ્યા ન હોય તે જીવન દુઃખમય થઈ રહે એવું કંઈજ નથી. વિદ્યાનો હેતુ પુરુષોને ઉત્તમ પુરુષ અને સ્ત્રીઓને ઉત્તમ સ્ત્રીઓ બનાવીને તેમનાં જીવનને સુખમય કરવાનું છે. જે વિદ્યા આ હેતુને સિદ્ધ નથી કરતી, તેનો અભ્યાસ બાળક પાસે કરાવીને આપણે તેમનાં આયુષ્ય, બળને અને શરીરને વિનાશ કરવાવિના બીજું કશું જ કરતા નથી.
(સં. ૧૯૬૬ ના “મહાકાળ”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com