________________
હાલના શિક્ષણથી થતા બાળકોનો મરે २०-हालना शिक्षणथी थतो बाळकोनो मरो
=
= — શસ્ત્રથી અથવા ઝેરથી બીજાનો પ્રાણ લેનાર મનુષ્યને સામાન્ય બુદ્ધિના મનુષ્યો ખુની ગણે છે; કારણ કે પ્રાણને હરનાર શસ્ત્ર અને ઝેર છે, એટલું જ તેઓ જાણતા હોય છે; પરંતુ આ વિના મનુષ્યોના પ્રાણ હરનારી બીજી જે અનેક રીતો છે, તેનું તેમને જ્ઞાન ન હોવાથી તે રીતોનો ઉપયોગ કરનારને તેઓ ખુનીમાં ગણતા નથી. ઉલટા ઘણે પ્રસંગે આવી રીતે ઉપયોગ કરનારને તેઓ પોતાનું સાચું હિત કરનાર માને છે. આવી ઉપરથી જોતાં મનુષ્યનું હિત કરનારી, પરંતુ વસ્તુતઃ તેના પ્રાણને હરનારી અનેક ગુપ્ત રીતેમાં હાલની કેળવણની પદ્ધતિ એ એક પ્રબળ ગુપ્ત રીત છે. હાલની શાળાઓ તથા પાઠશાળા વિદ્યાર્થીઓનાં આયુષનો તથા જીવનનો ધીરે ધીરે પણ ચેકસ નાશ કરનાર કતલખાનાં છે, એ વિષે ઘણાંજ થોડાં મનુષ્યો વિચાર કરે છે, અને જે થોડાં તે વિશે વિચાર કરે છે તે તેનો સત્વર ઉપાય કરવાનો પ્રયત્ન કરતાં કવચિતજ જોવામાં આવે છે. દેશના ઉદયનો આધાર મોટે ભાગે હાલ ઉછરતી પ્રજા ઉપર છે, પરંતુ હાલની કેળવણીનો બે એ એક એવા પ્રકારનું ઝેર છે કે જે બાળકોનાં આયુષને લગભગ પચાસ ટકા જેટલું ઓછું કરી નાખે છે, તથા તેમનાં સુદઢ શરીરને યુવાવસ્થા આવવા પહેલાં જ કાગમાળા જે મૂકે છે. પ્રજાનાં શરીરને બોરકટ વળી જવામાં ઘણે ભાગે હાલની કેળવણી તથા તેણે પ્રકટાવેલાં કળ છે. પરંતુ સઘળા પાપનો પાટલે બિચારા બાળલગ્નને માથે ચઢાવવામાં આવે છે. બાળલગ્ન હાનિ કરનાર છે, તેની ના નથી; પણ હાલની પ્રજાનાં આ પ્રકારનાં શરીર થવામાં બાળલગ્ન જેટલું જવાબદાર છે, તેના કરતાં કેળવણીની પદ્ધતિ વધારે જવાબદાર છે; ઓછી અથવા નહિ જેવી કેળવણી લેનારી હલકી વર્ષોમાં બાળલગ્ન ઉંચી વર્ણન કરતાં કંઈ ઓછાં થતાં નથી અને તોપણ રહેવાની તથા ખાવાની વધારે સગવડવાળાં ઉંચી વર્ણનાં બાળકે કરતાં હલકી વર્ણનાં બાળક શરીરે વધારે નીરોગી તથા સુદઢ હોય છે, એ કોઈ પણ અવલોકનારને પ્રત્યક્ષ થયા વિના ભાગ્યેજ રહેશે. અને આનું કારણ ઉંચી વર્ણનાં બાળકો ઉપર કેળવણીને જે અત્યંત ભારે બે લાદવામાં આવ્યો છે તેજ છે. આવો ભારે બોજો ઉઠાવવાને માટે બાળકોને નિશાળમાં તેમજ ઘેર લગભગ બાર કલાક અને પ્રસંગે તેથી પણ વધારે કલાક મગજની માથાતોડ મહેનત કરવી પડે છે. આથી તેમનું રુધિર આખો દિવસ માથામાં મોટા પ્રમાણમાં રહેવાથી હૃદય, ફેફસાં, જઠર વગેરે નીચેના પ્રાણભૂત અવયવો દુર્બળ પડતા જાય છે. તેની પાચનક્રિયા મંદ થાય છે. આ દિવસ વાંકા વળીને બેસી રહેવાથી તેમનાં ફેફસાં હવાથી પૂરેપૂરાં ભરાતાં નથી, અને તેથી તેમના લોહીની સંપૂર્ણ શુદ્ધિ થતી નથી. હલનચલનવિના તેમનું હદય મંદ ગતિવાળ થવાથી, વેગથી વહેતા જળના પ્રવાહની પિઠે તેના રુધિરની ગતિ રહેતી નથી, અને તેથી તે સ્થિર જળની પેઠે મેલું થઈ જાય છે. બેસી રહેવાથી તેમના ઉદરના સ્નાયુઓ પણ શિશિલ થઈ જવાથી તેમને બંધકોશને વ્યાધિ થાય છે. આમ બાળક. ના શરીરને પોષાવાના અને સુદઢ થવાના સમયમાં તેને શોષાવાના અને દુર્બળ થવાના ઉંડા પાયા નંખાય છે; અને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી નિશાળ છોડીને જ્યારે તે ઘેર આવે છે, ત્યારે તેના શરીરનું નિરીક્ષણ કરનારને વિવિધ વ્યાધિઓની, દુર્બળતાની અને અલ્પ આયુષની જબરી ઈમારતે જેવાને સૂક્ષ્મદર્શક યંત્રરૂપ સૂક્ષ્મ બુદ્ધિની ભાગ્યેજ જરૂર પડે છે.
વિદ્યાભ્યાસ જીવનને સુખમય કરવા માટે હોવો જોઈએ, પણ આજે તે વહેલું મૃત્યુ આણવા માટે થઈ રહ્યો છે, એ દેશહિતચિંતકોએ ઓછું વિચારવાયોગ્ય નથી. શારીરશાસ્ત્રીઓ વિદે છે કે, માનસિક શ્રમમાં મનુષ્ય આખા દિવસમાં થઈને બહુ બહુ તો ચારથી છ કલાક જેટલો સમય ગાળવો જોઈએ. એથી વધારે ગાળવામાં આવતો સમય આરોગ્ય, આયુષ તથા બળનો ક્ષય કરનાર છે. જે આ સિદ્ધ વાર્તા છે તો પછી જેને જીવનમાં જરા પણ ઉપયોગ હોતો નથી, તથા જેનું ગોખ્યા પછી બહુ બહુ તે વર્ષ પછી અથવા બે વર્ષ પછી કેવળ વિસ્મરણ થઈ જાય છે, એવા વિવિધ વિષયોને વિદ્યાર્થી અવસ્થામાં બાળક પાસે ગેખાવીને તેમનાં લોહીને શેકી શુ. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com