________________
૪૮
શુભસંગ્રહ ભાગ ચોથા
અને તેથી મહાકાલ તમને સમડીની પેઠે તેટલા ને તેટલાજ આકાશમાં ફરી ફરીને ગાળ ચકરડાં મારતું જણાય છે. પ્રિય આત્મન ! ઉંચે અને ઉચ્ચ અધિક વેગથી ઉડ્યા જાઓ. મહાકાલથી અનેકગુણ ચઢિયાતા લેખોના તમે અધિકારી છે.
–ગગનમાં ઉંચે અને ઉંચે ઉડવાના સામર્થ્યવાળા, પૂર્વોક્ત સજજનના જેવા, જેમ “મહાકાલ'માં પિષ્ટપેષણને જેનારા એક પક્ષે ઉચ્ચ અધિકારીએ છે, તેમ અન્ય પક્ષે, રવી પાર્જ થવા એ વચનાનુસાર કડછીની પેઠે સમગ્ર રસોઈમાં ફરી વળવા છતાં એક પણ પાકના સ્વાદને ન જાણનારા અન્ય પ્રકારના પણ અધિકારીઓ હોય છે, અને તેઓને પણ “મહાકાલીમાં આવતા લેખો પિષ્ટપેષણ જેવા ભાસે છે. આવા મનુષ્યો કર્તવ્યબુદ્ધિથી રહિત હોય છે. તેઓ પોતે જે માર્ગે પ્રયાણ કરે છે તેથી વધારે સારો વ્યવહાર કે પરમાર્થ સાધવાને માર્ગ હોવાનો સંભવ માનતા નથી. આથી તેઓ, કોઈ પણ વિષયમાં શું નવું આવ્યું છે, તે જોવાને ખાતરજ તેના ઉપર દ્રષ્ટિ કરવી જાય છે. આથી કર્તવ્યબુદ્ધિવાળા પુરુષને જ્યારે એક વિષયમાં પિતાના કર્તવ્યમાં મદદ કરનાર કાંઈ ને કાંઈ નવી યુક્તિ કે વિચાર જડી આવે છે, ત્યારે આ મનુષ્યને તેવું કંઈ પણ નજરે ચઢતું નથી; અને તેથી તેને આ વિષય પિષ્ટપેષણ જે ભાસે છે.
–વ્યવહારોપયોગી તથા પરમાર્થીપગી વિષયને લખનારા કુશળ પુરુષ વિશેષે કરીને મનના સ્વરૂપને જાણનારા હોય છે. જે વાર્તાને કલ્યાણ સાથે સાક્ષાત સંબંધ હોય છે, તે વાર્તાને અંત:કરણમાં અત્યંત ઉંડી ઠસાવવાની આવશ્યકતાને તેઓ સારી રીતે સમજે છે, અને તેથી તે વાતને તેઓ અનેક યુક્તિથી અધિકારીઓની દષ્ટિસમીપ આણે છે. તેમનો આ પ્રયત્ન કર્તવ્યબુદ્ધિરહિત મનુષ્યોને પિષ્ટપેષણ જેવો ભાસે છે; કોરણ કે લોખંડની મેખ જેમ લાકડામાંજ વાગે છે, કંઈ વજમાં વાગતી નથી, તેમ સાધનને ઉપદેશ અધિકારી જનના અંતઃકરણનેજ સ્પર્શ કરે છે, કંઈ કર્તવ્યબુદ્ધિરહિત મનુષ્યને સ્પર્શ કરતો નથી. તેના અંતઃકરણને તે તે અથડાઈને ઉલટ દરજ જાય છે. વળી અધિકારીના અંતઃકરણમાં પણ કર્તવ્યનો ઉપદેશ જેમ લાકડામાં ખીલો એક વાર હડ મારવાથી ઉડે પેસી જતો નથી, પણ ઘણા ઘા માર્યા પછી જ ઉંડો પેસી જાય છે. તેમાં એક વારના પ્રયાનથી હસતો નથી; પણ અનેક વારના પ્રયત્નથી દસે છે અને તેથી તેઓને તે વાત અનેક વાર કહેવાની જરૂર હોય છે. પરંતુ આ નિયમને ન જાણનાર કર્તવ્યબુદ્ધિરહિત મનુષ્યો આવા પ્રયત્નને પિષ્ટપેષણ ગણે છે.
–મહાકાલના સંબંધમાં આ પ્રમાણે મનુષ્યો પોતપોતાના દષ્ટિબિંદુથી ભલે જેમ ફાવે તેમ ' બોલે, પરંતુ એટલું તે સિદ્ધ છે કે, જ્યારે તેમાં એક મનુષ્ય તેના સંબંધમાં પ્રતિકૂળ ઉદ્ગાર કાઢે છે, ત્યારે નવ્વાણુ પુરુષો તેનાથી પિતાને લાભ થયેલો જ જણાવે છે. આવા સેંકડે પત્ર અમારા પ્રતિ નિત્ય આવે છે, પરંતુ સૂર્યના પ્રકાશને દર્શાવવાને મશાલની અપેક્ષા નહિ હોવાથી અમે તેમને પ્રકટ કરવાની મિથ્યા પ્રવૃત્તિમાં પડતા નથી.
(મહાકાળ'ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com