________________
WANAAAAAAM
એક વખતે દશ લાખ બાળકનું કીડન
૪૩ તેઓ આ ચેગામાં દેડવાની, કુદવાની, કુસ્તીની, મુક્કાબાજીની અને એવી જ બીજી જાતજાતની રમત રમતા, અને તેના પરિણામમાં ગ્રીસ દેશમાં સર્વથી બળવાન અને સર્વથી સુંદર સ્ત્રીપુરુષો થતાં; અને એવું કહેવાય છે કે, સ્ત્રીપુરુષોને સૌથી બળવાન તથા સૌથી સુંદર કરવામાં ગ્રીસ દેશ પૂર્વે જેવો વિજયી થયો હતો, તેવો પૃથ્વી ઉપર હજીસુધી કેાઈ પણ દેશ થયો નથી.
ગ્રીસનું આ અનુકરણ થોડાં વર્ષ થયાં અમેરિકાએ કરવા માંડયું છે, અને એવું ધારવામાં આવે છે કે, સમય જતાં ગ્રીક લોકોના જેવાં થોડાં પણ પરિણામ તે દેશ પોતાની પ્રજામાં ઉપજવી શકશે.
ચિકારોએ આજથી છ વર્ષ ઉપર આ બાબતની સૌથી પ્રથમ પહેલ કરી હતી, અને નગરનાં હજારે ગરીબ બાળકોને રમવાને માટે વિશાળ ચોગાને તૈયાર કર્યા હતાં. એ શહેરે સવા બે કરોડ રૂપિયા રમવાનાં ચગાને પાછળ ખર્યા છે, અને હજી ખર્ચે જાય છે.
ચિકાગોની નકલ તરતજ બીજા શહેરેએ કરવા માંડી, અને આજે તેનું શું પરિણામ આવ્યું છે ? અમેરિકાનાં સૌથી મોટામાં મેટાં પંદર શહેરોએ એક વર્ષના અરસામાં દર માસે. ત્રીસ લાખ રૂપિયા છોકરાઓને રમવાનાં સાધનો પૂરાં પાડવા પાછળ ખર્ચી નાખ્યા છે.
ન્યુયૅકે લગભગ ત્રણસેં રમવાનાં ચગાને તૈયાર કર્યા છે. ચિકાગોમાં માત્ર ચાળીસ છે, પણ તે એટલાં મોટાં છે અને તેમાં રમવાનાં એટલાં બધાં ઉત્તમ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે કે આખી દુનિયામાં કોઈ પણ શહેર હજી સુધી તેની બરાબરી કરી શકે એમ નથી. ગયે વર્ષે તેમના નિભાવને માટે લગભગ સત્તર લાખ રૂપિયા ખર્ચ થયું હતું. ફિલાડેલ્ફીયામાં તેતેર, બેસ્ટનમાં સિત્તોતેર, બાટિમેરમાં પચાસ, સેંટ લુઈ કલીવલેન્ડમાં પંદર, ડેટ્રોઈટમાં અગિયાર, બફેલામાં આઠ, સેન્નાન્સીસ્કમાં પાંચ, સિન્સીનેટીમાં બાર, પ્રોવિડન્સમાં ઓગણસ, ન્યુયોર્કમાં ચોવીસ અને વૈશિંગ્ટનમાં બત્રીસ રમવાનાં ચોગાને છે. કેટલાંક શહેરમાં જે કે ઓછાં ચોગાને છે, તે પણ દર વર્ષે તેમની પાછળ ખર્ચ કંઈ ઓછું કરવામાં આવતું નથી. સેક્રાન્સિસ્કામાં પાંચજ ચોગાને છતાં ગયે વર્ષે તેણે આશરે એક લાખ દશ હજાર રૂપિયા તેમની પાછળ ખર્યા હતા.
પણ આટલાંજ શહેરોએ બાળકોને રમવાની વ્યવસ્થા કરી છે, એમ કંઈ નથી. આ વિના બીજા ત્રણસેં શહેરેએ પણ તેજ આશ્ચર્યકારક પ્રયત્ન કર્યો છે. આ રમવાનાં રોગાનમાંનાં પણ પ્રત્યેક ચાળીસ એકર જેટલાં વિશાળ હોય છે; પરંતુ આટલાં વિશાળ છતાં તેમાં વ્યવસ્થા ઘણીજ ઉત્તમ પ્રકારની રાખવામાં આવે છે. અમુક ઉંમરનાં બાળકોમાટે અમુક વિભાગ, અમુક ઉંમરના માટે અમુક વિભાગ, એમ જજૂદા જુદા વિભાગે પાડી નાખવામાં આવ્યા છે; અને બાળકોની ઉંમરના પ્રમાણમાં તેમાં રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી પ્રત્યેક વિભાગ ઉપર સુશિક્ષિત પુષ્પોની દેખરેખ રાખવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગડબડ કે અવ્યવસ્થા થતી નથી. બાળકો અત્યંત રસથી તેમાં ભાગ લે છે, અને મેટી ઉંમરના તફાની છોકરાઓ પણ આ સ્થળે સુધરી જાય છે.
યુનાઈટેડ સ્ટેટસના મધ્યભાગમાંથી કેઇ બલૂનમાં બેસીને જે તમે જેટલે ઉંચે જવું જોઈએ તેટલે ઉંચે જાઓ, અને ત્યાંથી બળવાન દૂનિવડે, નીચેનો પ્રદેશ જુઓ તો તમને આ ચોગાતેમાં એક વખતે દશ લાખ છોકરા તથા છોકરીઓ રમવાને એકઠાં થયેલાં અને રમતના અપૂર્વ આનંદને ભોગવતાં જોવામાં આવશે.
પ્રતિદિન આ પ્રમાણે ખુલ્લી હવામાં બે ત્રણ કલાક રમવામાં ગાળવાથીજ મનુષ્યનું–કાં વૃદ્ધ,. યુવાન કે બાળકનું–શરીર નિરોગી અને સુદઢ રહે છે. જ્યાં સુધી આપણા લોકે ખુલ્લી હવામાં હરવા ફરવાના અને રમવાના લાભને નહિ સમજે ત્યાં સુધી, એકલી માનસિક કેળવણવડે તેઓજે ઉન્નતિની આશા રાખે છે, તે સફળ થવાને ઘણો જ ઓછો સંભવ છે.
(ભાદ્રપદ–૧૯૬૬ના “મહાકાળ'માં લેખક:-સદગત માસ્તર શ્રીમાન છોટાલાલ)
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com