________________
wwwwwwww
wwwwwwwwwwww
શુભસંગ્રહ-ભાગ ચોથો તેમ દોષના પાછળના ભાગમાં નિર્મળ નિર્દોષતાજ હોય છે. આ નિર્દોષતાને શોધતાં અને જોતાં શીખો. તે તત્કાળ જણાતી નથી તેનું કારણ આપણને તેના ઉપર પ્રેમ પ્રકટ નથી, એ છે. તેને ઉપર પ્રેમને ધરે, અને પિતાનું સ્વરૂપ તે જ્યાં ત્યાં તમને જણાવશે. સર્વત્ર, ચર અને અચર પ્રાણી પદાર્થોમાં, નદીમાં, પર્વતમાં, વૃક્ષમાં, પત્રમાં, પુષ્પમાં, ફળમાં, જતુઓમાં, પશુઓમાં, પક્ષીઓમાં, મનુષ્યમાં નિર્દોષતાજ ભરેલી છે. આપણે ચર્મચક્ષુને તે પ્રકટ નથી જણાતી, તેથી તે નથી, એમ નથી; આપણે દેષને જોઈએ છીએ તે સમયે તે ત્યાં જ છે, તેને શોધે અને તેનેજ જુઓ. અપૂર્ણતાને જોવાનું છોડી દઈ જ્યાં ત્યાં પૂર્ણતાનેજ જુઓ. પ્રાણી પદાર્થોની કનિક બાજુ, કાળી બાજુ ન જુએ; પણ ઉત્કૃષ્ટ બાજુ, ઉજજવળ બાજુ જુઓ. મનુષ્યને જીવઅંશ ન જુએ, પણ ઈશ્વરઅંશ જુએ. મનુષ્યમાં ઈશ્વર અંશ જે, એ ઈશ્વરની ભક્તિ છે, ઈશ્વરનું ચિંતન છે, ઈશ્વરનું સ્મરણ છે. મનુષ્યમાં જીવ અંશ જેવ, એ ઈશ્વરથી વિમુખતા છે, એ ઈશ્વરચિંતનથી ભ્રષ્ટતા છે, એ ઈશ્વરપ્રતિ અપ્રીતિ દર્શાવનાર છે, એ ઈશ્વરને હદયમાંથી તેટલે સમય કાઢી મૂકવા તુલ્ય છે. જેને બીજાના હદયમાં પણ બીજી જણાય છે, તેને ઈશ્વરમાં ખરી ભક્તિ, ખરો પ્રેમ પ્રકટજ નથી. જયાં બીજાને દોષ જણાય, ત્યાં તમને ઈશ્વર જણાય ત્યારે નિશ્ચય કરજો કે, તમારામાં પરમેશ્વરપ્રતિ સાચો પ્રેમ પ્રકટ છે. આ પ્રેમ પ્રગટતાં, તત્કાળ તમે બદલાઈ જવાના, તમારું શરીર, મુખ, ઈદ્રિયો, વાણી, વિચાર, વર્તન-સર્વમાંજ તત્કાળ ફેર થઈ જવાને લેહને સ્પર્શમણિને સ્પર્શ થયો છે અને લેહ કુંદન નથી થયું, પણ સ્પર્શમણિજ થઈ ગયું છે. પ્રિયતમ પરમેશ્વરને જ પરમપ્રેમને વિષય કરો અને સુખસ્વરૂપ થઈ રહે.
( મહાકાળ”ના આશ્વિન સં. ૧૯૬૩ના અંકમાંથી)
१७-एकी वखते दश लाख बाळकोनुं क्रीडन
જ
મનુષ્યનું આરોગ્ય જેમ વધારે સારું હોય છે, તેમ તેનું નીતિબળ તથા મનોબળ વધે છે, એ વાત પાશ્ચાત્ય પ્રજાએ જેવી ઉત્તમ રીતે સમજે છે, તેવી ઉત્તમ રીતે ભાગ્યેજ અન્ય પ્રજાએ સમજતી હશે; અને આ કારણથી આરોગ્યને વધારવાના તે પ્રજાઓમાં જેવા અને જેટલા પ્રયત્ન થાય છે, તેના સમા ભાગના પણ અન્ય પ્રજાઓમાં થતા જોવામાં આવતા નથી. આપણા દેશમાં તો આરોગ્યને માટે હજારમાં એક મનુષ્ય પણ જે જોઈએ તેવો પ્રયત્ન કરતો હશે કે કેમ, તે સંશયભરેલું છે. કોઈ દવાની ગોળીઓ, માત્રા, પાક કે પછી ઘી સારી પેઠે ખાવું, એનું નામ આરોગ્યની પ્રાપ્તિનો પ્રયત્ન છે, એવું આપણી પ્રજાને માટે ભાગ માને છે; અને તેના પરિણામમાં સુદઢ આરોગ્યવાળા સેંકડે પાંચ મનુષ્યો પણ પ્રજામાં જોવામાં આવતા નથી. પ્રત્યેક યૂપીયનને તમે જોશે તો સાયંકાળને સમય થતાં સ્ત્રી, પુરુષ અને બાળકો સઘળાંજ ખુલ્લી હવામાં ફરવા નીકળી પડવાનાં અથવા ખુલ્લી હવામાં લૈન ટેનિસ, ક્રિકેટ કે એવીજ કઈ રમત રમવાનાં. આ દેશમાં તો સેંકડે એક પુરુષ પણ ભાગ્યેજ બહાર ફરવા નીકળતા હશે, અને સ્ત્રીઓમાં તો ભાગ્યેજ દશહજારે એક સ્ત્રી પણ નીકળતી હશે; અને રમતમાં કોઈ મોટી ઉંમરનાં સ્ત્રી કે પુરુષે ભાગ લીધો હોય, એ પ્રસંગ તો આખા દેશમાં વર્ષમાં એકાદ પણ કવચિતજ આવતો હશે. આવી સ્થિતિમાં આ દેશનાં સ્ત્રી, પુરુષો તથા બાળકોનું આરોગ્ય ઉતરતા પ્રકારનું રહે, એમાં આશ્ચર્ય જેવું કશું જ નથી.
પ્રાચીન ગ્રીક પ્રજનાં શરીર જેવાં પૂર્ણ હતાં, તેવાં ભાગ્યે જ બીજી કોઈ પ્રજાનાં થયાં હશે; અને તેમનાં શરીરની આવી પૂર્ણતા થવાનું કારણ એ હતું કે, તેઓ મનને તથા શરીરને બંનેને કેળવવા ઉપર સરખું ધ્યાન આપતા. આખા ગ્રીસ દેશમાં છોકરા અને છોકરીઓને રમવાને માટે
મ્યુનિસિપાલિટી તરફથી વિશાળ ચોગાન કરવામાં આવ્યાં હતાં, અને સાતથી તે સોળ વર્ષની ઉંમરસુધીના છોકરાઓને તથા છોકરીઓને મુખ્યત્વે કરીને શારીરિક શિક્ષણ જ આપવામાં આવતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com