________________
આપણા પ્રેમીનું આપણે અનાયાસે ચિંતન કરીએ છીએ.
૪૧
તે વિચારનાં આંદેલને તીવ્ર વેગવાળાં અને સૂમ હેાય છે, અને તેથી શરીરનાં તત્ત્વ સૂક્ષ્મ અને શુદ્ધ થાય છે. તેનાં શરીર રુધિર, માંસ, અસ્થિ વગેરે ધાતુનાં બનેલાં દેખાય છે, પણ અંતેમાં બહુ ભેદ હૈાય છે. એકનુ શરીર રૂપિયાની સેાળ ગજની ગાદી હૈાય છે, ત્યારે ખીજાનુ શરીર મુઠ્ઠીમાં સમાઇ જાય એવી ઢાકાની સુકામળ મલમલ હેાય છે.
શરીરનું સુકેામળ પેાત હેવામાં ઉચ્ચ કુળજ સદા કાણુ છે, એમ કંઇ નથી. માબાપથી પ્રાપ્ત થયેલું જડ શરીર, વિચારવડે ઉત્તમ ગુણધર્મવાળું કરી શકાય છે અને સુકેામળ શરીર અગાડીને જડ પણ કરી શકાય છે.
એકજ માબાપના ઉદરમાં જન્મેલા બે પુત્રામાંથી એક કશ ખાવળીયેા હેાય છે, અને બીજો સુકેામળ કેળ હેાય છે, એવા અનુભવ વ્યવહારમાં કેાને નથી આવ્યા ? ઉભયના શરીરમાં ભેદ પડવામાં વિચારજ કારણ છે. વિચાર આ પ્રમાણે મનુષ્યને અંતર્બાહ્ય ઘડતા હેાવાથી, ઉચ્ચ વસ્તુઓ અને ઉચ્ચ ગુણા ઉપરજ માત્ર પ્રેમ કરવાના સ્વભાવ આપણે કેળવવા જોઇએ. આપણા પ્રેમના વિષયેા કયા કયા છે, અને ઉચ્ચ પ્રકારના છે કે હલકા પ્રકારના છે તે એકાંતમાં બેસી આપણે શેાધી કાઢવુ જોઇએ. જો તે હલકા પ્રકારના હેાય તે તેમના ઉપર પ્રેમ રાખી રહેવાનું આપણે શું કારણ છે, તે આપણે આપણને પેાતાને પૂવુ જોઇએ. આપણી ઇચ્છા જો હલકા રહેવાની હાય, અને આપણાં શરીરને અને મનને ખેડેાળ, જાડાં, નિસ્તેજ, અશુદ્ધ અને અધકારવાળાં રાખવાની હાયજો આવા રહેવુ. આપણને ગમતું હોય તેા તે હલકા પ્રકારની વસ્તુઓ ઉપર પ્રેમ કરતા અટકવાની આપણે કશીજ અગત્ય નથી; પણ જો આમાંનું કશુંજ આપણુને ન ગમતું હેાય, પણ ઉલટુ સુંદર, તેજસ્વી, વિશુદ્ધ, પ્રકાશિત મતિવાળાં અને ઉચ્ચ થવા ગમતુ હાય તે। પછી શા માટે આપણે હલકી વસ્તુએ ઉપર પ્રેમ કરવા, તેનુ કશુજ કારણ રહેતું નથી. આ પ્રમાણે વિચાર કરી હલકી વસ્તુએ પ્રતિના પ્રેમને આપણે શિથિલ કરી નાખવા જોઇએ; અને ઉચ્ચ વસ્તુએપ્રતિના પ્રેમને વધારવા જોઇએ.
ઉચ્ચ વસ્તુપ્રતિ પ્રબળ પ્રેમ પ્રકટાવ્યાવિના, અખંડિતપણે ઉચ્ચ વિચાર કદી પણ આપણા મનમાં ચાલતા નથી, અને અખતિપણે ઉચ્ચ વિચાર આપણા મનમાં ચાલ્યાવિના આપણે કદી પણ ઉચ્ચ થઈ શકતા નથી; એ સિદ્ધ નિયમનું ઉચ્ચ થવાની ઈચ્છા રાખનાર આપણે એક ક્ષણ પણ વિસ્મરણ કરવું નહિ જોઇએ.
જે જે ઉચ્ચ અને વિશુદ્ધ છે, તેમના ઉપર આ ક્ષણીજ અત્ય’ત પ્રેમ કરવા માંડેા. ઉચ્ચ સદ્ગુણાને વિચાર કરે, અને તેમને અમૂલ્ય રત્ના જેવા જાણી તેમના પ્રતિ પ્રેમ કરે. ઉચ્ચ વિદ્યાકળા ઉપર અને દૈવી સામર્થ્ય ઉપર પ્રેમ કરેા. યેાગ, ઉપાસના, તત્ત્વવિચાર વગેરે સર્વોત્કૃષ્ટ પદને પમાડનારી ક્રિયાએ તથા સાધનેામાં પ્રેમ કરેા. વિદ્વાનામાં, સદ્ગુણી પુરુષમાં, મહાજનેામાં, ગુરુમાં, સદ્ગુરુમાં, દેવામાં, ઈશ્વરમાં અને પરમતત્ત્વમાં પ્રેમ કરેા, સમાં સામાન્ય પ્રેમ કરેા; પરંતુ પરમાત્માને પરમ પ્રેમના વિષય કરેા. પ્રાણીઓના અને પદાર્થોને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સબંધ થાય, ત્યારે તેમના દોષોને ન જુએ; પરંતુ તેમનામાં રહેલા ગુણાને અને ઉચ્ચતાતેજ શેાધી શેાધીને જુએ. સ્મરણમાં રાખેા કે, દેજે! જોવાને સ્વભાવ, એ દેાષાપ્રતિના પ્રેમને લીધેજ પ્રકટે છે. ગુણાપ્રતિ જેને નિઃસીમ પ્રેમ પ્રત્યેા છે, તેને દેષા ભણી દિષ્ટ માંડવાનેા પણ અવકાશ નથી. આપણી એછી કેળવાયેલી મતિને પ્રાણીપદાર્થીમાં ગુણ ન જણાય તેા ઉપેક્ષા સેવવી સારી છે, પણ દોષો જોવા યેાગ્ય નથી. એક ક્ષણ વાર પણ દોષ જોવાથી, દેષ આપણા ચિંતનના વિષય થાય છે, અને જેવું જેટલે સમય આપણે ચિંતન કરીએ છીએ, તેટલે સમય આપણે તેવાજ થએ છીએ; માટે દેવવાન થવાને ન ઇચ્છનાર આપણે કોઇના પણ દેષતે જોવાની અગત્યજ નથી. જેમ કાજળના મૂળમાં-અર્થાત્ કાજળ જ્યાંથી નીકળે છે, ત્યાં પ્રકાશજ હેાય છે, તેમ દેષના મૂળમાં ગુણુજ હેાય છે. જળ ઉપર વળેલી લીલની તળે નિર્દેળ જળજ હાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com