________________
શુભસંગ્રહ-ભાગ ચાળે
mmmmmnnnnnnnnnnnnnnnnnnn
૧-હઝરત પેગંબર સાહેબની પાક બીબીઓ અને બીજી સ્ત્રીઓ જે તેમની સાથીઓ હતી તે હમેશાં રેંટીઓ કાંતતી હતી. ૨પેગંબર સાહેબે મુસલમાન સ્ત્રીઓને રેંટીઓ કાંતવાને હુકમ કર્યો છે. ૩–પેગંબર સાહેબે પોતાની જબાનથી રેંટીઆ કાંતવાને પુણ્યતરીકે ફરમાવ્યું છે. ૪–પેગંબર સાહેબે રેંટીઆને માણસની નીતિ અને હૃદયને સુધારનારે કહ્યો છે, એટલે એને શયતાન અને વિષયવિકારને દૂર કરનાર બતાવ્યો છે.
આવી સ્પષ્ટ વાતે પછી કોઈ પણ “લા ઈલ્લાહા ઈલલાહ મહમદ રસુલિલાહ” બોલનારને રેટીઆની ખુબીવિષે કોઈ પણ જાતની શંકા રહે છે ? જે આજે આ રંટીઆની તાલીમને અમલ થતો હતો તે ઇસ્લામી ખાનદાનોની સ્થિતિ બહુ જૂદી હોત, અને હવે પણ અમલ થાય તે કેટલી ફેરવાઈ જાય !
એ ન સમજવું કે, ઉપર લખેલાં ફરમાન કેવળ સ્ત્રીઓને માટે છે અને પુરુષોને લાગુ પડતાં નથી. એ વિષે શંકા તે નથી જ. ખાસ કરીને એ ફરમાન ઇસ્લામી બાનુઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યાં છે. પણ જેમ જરૂરની વખતે સ્ત્રીએ પણ પુરુષોની સાથે રહીને જેહાદમાં શામિલ થતી અને લડાઈમાં ભાગ લેતી-યરમૂકની લડાઈમાં ભાગ લીધો હતો-તેવીજ રીતે હાલની શાંત લડતમાં પુરુષોએ સ્ત્રીઓની સાથે આ અતિશય કાર્યસાધક શસ્ત્ર ચલાવવામાં શામિલ થવું જોઈએ,
એ વિષે પણ શંકા નથી. બીજી વાત એ છે કે, રેટીઆને ગુણ પેગંબર સાહેબે જ્યારે એવી રીતે વર્ણવ્યો છે કે તે શેતાનને ભગાડનારો છે, તો તેનો સંબંધ કેવળ સ્ત્રીઓની સાથેજ ન હાઈ. શકે, એને એ ગુણ તો સ્ત્રી અને પુરુષ બંનેને ઉપયોગી થાય એમ છે.
(મૈલાના મહમદઅલીના એક લેખને તરજીમે-નવજીવન’માંથી ઉદ્ધત )
१४-निष्फळ व्यापारोमां व्यर्थ समय गाळता मनने
પદ ( તેફાની દરીએ, નાવ તમારૂં ગોથાં ખાય રે, એ લય.). નિષ્ફળ વ્યાપાર, આવરદા ઓછું તારૂં થાય રે, બાળી નિજ ઘરને, હેવી લહીને શું હરખાય રે, નિષ્ફળ ચેતા મહાપુરુષ શાસ્ત્રો કેમ ન તેને જગાય, ક્યાં લગી પરપેટે કહે ટકશે, કરીશ પછી શું ઉપાય રે, નિષ્ફળ કેટલી વાર પીધું ને ખાધું, કાં તે ભૂલી જાય, તૃપ્ત નથી તો પણ શીદ વળી, ફરિ ફરિ પાછો ખાય રે, નિષ્ફળ જે ચીલે ચઢતાં ધારેલે ગામ નહિ પહોંચાય, તે ચીલામાં નેત્ર મીંચી કાં, દડબડ દડબડ ધાય રે, નિષ્ફળ આમ દિવસ ને ભાસે વીતતાં, વર્ષો પણ વીતાય, સુખને માર્ગ ચહેશું રહેવા, પડ્યા પછી આ કાયરે, નિષ્ફળ સશક્ત તન મન ઇંદ્રિય છે ત્યાં–લગી શુભ સાધી શકાય, શસ્રો સઘળાં ભાગી જાતાં, સંગ્રામે શું જિતાય રે, નિષ્ફળ હજી પણ ચેતીશ તે ચેતાશે, અસુરૂ નહિ ગણાય, નરહરિ પ્રભુ છે કરુણાસાગર, સહાશે ઝટ તુજ બાંઘ રે, નિષ્ફળ
(ચત્ર-૧૯૬૬ના “મહાકાલ”માં લેખક સદ્ગત માસ્તર સાહેબ છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com