________________
૩ર૬
શુભસંગ્રહ ભાગ .
ઉપર પ્રેમ કરો, તેમના અપરાધ જુઓ નહિ ! તેઓ અજ્ઞાની છે, અજ્ઞાનીનું અજ્ઞાન જ એની જડતાનું કારણ છે. જ્ઞાનીને સૌ આત્મવત છે. અમે તેમના ઉપર વેર શી રીતે રાખી શકીએ? ધમ્મપદ ગ્રંથમાં બુદ્ધદેવ કહે છે કે “જેમ ભાગ્યાતૂટયા છાપરામાંથી પાણી ટપકયા કરે છે, તેમજ અજ્ઞાનીઓના અંતરમાંથી અશુદ્ધ અને હાનિકારક સંકલ્પ નીકળ્યા કરે છે; અને જેમ સારા છાપરા ઉપરથી પાણી વહી જાય છે અને ટપકતું નથી, તેમજ જ્ઞાનીઓ ઉપર થયેલે કોધ તેમના ચિત્તમાં ટકી શકતો નથી અને તેમને નુકસાન કરી શકતો નથી.” બીજે સ્થળે ગુરુજી કહે છે કે “જે ધર્મને જાણે છે, તેજ ધાર્મિક છે; જેનામાં વેર, અજ્ઞાન, ષ અને ઈર્યા નથી, તેજ બુદ્ધને શિષ્ય અને બુદ્ધિધર્મને ભિક્ષુ છે.” એક અન્ય સ્થાને કહ્યું છે કે “જેનામાં ક્રોધ નથી તેનેજ શાંતિની નિદ્રા આવે છે. જેણે ક્રોધને રજા આપી છે તેના તરફ તે દુઃખ બિચારું નજર પણ કરતું નથી.” એક આ વચન પણ છે કે “ ક્રોધને જીતવા જેવું બીજું કોઈ કામ નથી. ક્રોધથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તે ક્રોધાગ્નિ ક્રોધ કરનારને પ્રત્યક્ષ અગ્નિની પેઠે બાળ્યા કરે છે. જે તિરસ્કારના બદલામાં તિરસ્કાર કરે છે, તેને શાંતિ પ્રાપ્ત થતી નથી; પણ જે તિરસ્કારના બદલામાં પ્રેમ વર્ષાવે છે, તેજ શાંતિ પામે છે. આજ સાચો ધર્મ છે. વિજય કરવાથી પણ ધૃણા ઉપજે છે; કેમકે પરાજિતને દુઃખ થાય છે. જેણે ને જય પરાજય બંનેનો ત્યાગ કર્યો છે, તે જ સુખી અને શાંત છે.” ધમ્મપદમાં લખ્યું છે કે, કોઈની સાથે તુંકારાથી ન બોલે, કેમકે તે પણ તમને તુંકારો કરશે; આથી દુઃખ થશે ! ભગવાન એક પ્રસંગે કહે છે કે “જ્ઞાની એજ છે કે જેણે મન, વચન અને શરીરને વશ રાખ્યાં છે!” હે રાજન ! આપનાં વચનનો ખ્યાલ પણ મને રહ્યો છે કે નહિ તે આપ પોતે જ સમજી લેજે. સાંભળો ખાદખાદ ધરતી સહે, કાંટા ટી વૃક્ષ; કુટિલ વચન સાધુ સહે, સમદશી નિર્પક્ષ
અમે બધા ધર્મના સેવક છીએ; અમારે અનાદર ભલે કઈ કરે, અમે કેઇનો અનાદર કરતા નથી. એવું કરીએ તો અમને આર્યભિક્ષુ કણ કહે ? અમે ભગવાન બુદ્ધના શિષ્ય શી રીતે કહેવાઇએ ?
ભિક્ષુનાં ચિત્તાકર્ષક વચન અને શિક્ષાપ્રદ હિતકર વાણી સાંભળીને અશોકનું હૃદય પ્રેમથી ભરાઈ આવ્યું. પ્રેમપ્રવાહ તેનાં નેત્રોમાંથી બહાર નીકળી રહ્યો છે. તેની નમેલી આંખમાંથી આંસુ ટપકી રહ્યાં છે. હાથ જોડીને તે ભિક્ષુઓ પાસે જવાની રજા માગે છે. રાજા મહેલે જઈને આ દિવસ આજના દશ્ય ઉપર વિચાર કરી કરીને રાત પડતાં પલંગ પર સૂઈ રહ્યો છે, આધી રાત વીતી ગઈ છે; વિચારમાં ને વિચારમાં હવે નિદ્રા આવી ગઈ છે. પછી સવાર થતાંજ તે વિચાર કરે છે –
“ઓહ! કાલે મેં કેવું ઉત્તમ સાચા ધર્મનું દશ્ય જોયું હતું! હજુસુધી મેં કઈ પણ ધર્મ સ્વીકાર્યો નથી. મારે કઈ પણ ધર્મને અવશ્ય આશ્રય લેવો જોઈએ. પેલા ભિક્ષુઓનો ધર્મ કે જીવતા જાગતે ધર્મ છે ! ક્ષણભરમાં તેનું હદય પલટાઈ જાય છે. આર્યધર્મના સાચા ભિક્ષુઓ નિઃસંદેહ ધર્મની જીવતી જાગતી મૂર્તિ છે! તેમનું જીવન જ ધર્મરૂપ છે; તેમનો ધર્મ માત્ર ગ્રંથમાં મૂકી રાખેલો નથી, પરંતુ તેમનાં શરીર, મન, બુદ્ધિ, વાણી અને કર્મ એ બધાંજ ધર્મસ્વરૂપ બની રહેલાં છે. વાદ-વિવાદવાળા ધર્મથી કંઈજ લાભ નથી. તેનાથી તે ઉલટી અશાંતિજ થાય છે.
આમ વિચાર કરીને પછી રાજા અશક ભિક્ષુઓને શિષ્ય બન્યા. તેણે ન્યાયપૂર્વક રાજ્ય કર્યું. તેના રાજ્યમાં વાઘ ને બકરી એક આરે પાણી પીતાં હતાં. પુત્રો માતાપિતાની સેવા કરતા હતા અને સ્ત્રીઓ પતિ ઉપર પ્રેમ રાખતી. જેટલા મઠ હતા તે બધાય ઔષધાલય, વિદ્યાલય અને ન્યાયાલય રૂ૫ બની ગયા હતા. ભિક્ષુઓ પૂરી નિષ્કામતાથી(પાઈ પણ લીધા સિવાય) શિક્ષણ આપતા, દવા આપતા અને ન્યાય કરતા હતા ! વધારે શું કહીએ ? અશાકનો સમય ઈતિહાસનો સુવર્ણસમય હતો અને સંસારી, વિષયાસક્ત અને રાગષવાળા મનુષ્યોની દૃષ્ટિ ફેરવી દઈને તેમને સમદશી બનાવવાનો સમય હતો !
(ભક્તિ' માસિકમાંના શ્રી. ભલે બાબાના લેખમાંથી અનુવાદિત)
વીતી જાહ! કાલે . પણ ધર્મને
ય પલટાઈ જાય છે. તેમને ધમ
સ્વરૂપ બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com