________________
મહારાજા અશોક અને ભિક્ષને સંવાદ
૩૨૫ કેટલાંક વાગોળતાં દેખાય છે. જુઓ ! આ પાઠશાળા છે, વિદ્યાથીઓ ભણી રહ્યા છે અને અધ્યાપકે બહુ પ્રેમથી ભણાવી રહ્યા છે! અહીં મત-મતાંતર ઉપર શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. આ એરડામાં કચેરી બેઠી છે. શહેરના લોકો પોતાના ઝગડા અને મુકદ્દમાને ફેસલા કરાવવા અહીં આવે છે! ન્યાયપૂર્વક ન્યાય કરાય છે ! રાજાને ત્યાંના કરતાં પણ અહીં વધારે ભીડ છે ! વિહારસ્થાન શું છે? સાચેજ ધાર્મિક જગત છે! કેટલું લાંબુ–પહેલું સુશોભિત સ્થાન છે, વચ્ચે કેટલાંય વિધાંનું પાકું સરોવર છે, કિનારા ઉપર સુંદર વેલબુટ્ટા શોભી રહ્યા છે ! આ ભિક્ષુઓ હાથમાં હથોડા લઇને મૂર્તિઓ ઘડી રહ્યા છે ! સૌનાં મુખ પ્રસન્ન છે! વિહારસ્થાન દોઢ-બે માઈલથી ઓછું લાંબું પહેલું નથી, હજારે સાધુઓ અહીં રહે છે. વિહારસ્થાન એટલે જાણે એક સારું એવું ગામ જ છે!
જુઓ ! આ એજ ભિક્ષુ કે જેમને આપણે જગલમાં જોયા હતા, તેઓ ગરમ પાણીથી હરણ અને પક્ષીના ઘા ધુવે છે. બંનેના ઘાને મલમપટ્ટા બાંધીને હવે તેમને વિહારમાં છૂટા મૂક્યાં છે. બંને વૃક્ષની છાયામાં આરામથી બેસી ગયાં છે અને પોતાના ઉપકારકપ્રત્યે પ્રેમદૃષ્ટિથી જોઈ રહ્યાં છે. બીજાં પણ કેટલાંયે પક્ષી તે ભિક્ષની પાસે ચીંચીં કરતાં આવી પહોંચ્યાં છે. ભિક્ષુ પ્રેમપૂર્વક તેમને પંપાળે છે ! દવા અપાઈ ગઈ છે ! જુઓ, કેઈ ભિક્ષુ પશુઓને ઘાસ નીરે છે, તે કોઈ દાણા ખવડાવે છે ! આ બૌદ્ધ સાધુઓ સંપૂર્ણ અહિંસક છે, તેઓ નથી તો કોઈથી ડરતા કે નથી કોઈ તેમનાથી ડરતું. ભગવાને ગીતામાં કહેલા “જ્ઞાનીને કેઈને ભય હોતો નથી, તેમ જ્ઞાનીથી કોઇને ભય થતો નથી” આ વચનનો અહીં પ્રત્યક્ષ અનુભવ મળે છે ! જંગલમાં જોયેલો પેલો ક્ષત્રી ભિઓનાં કાર્યો પ્રત્યે આશ્ચર્યાદષ્ટિથી જોઈ રહ્યો છે ! ભિક્ષુ પિતાના કામકાજમાં હજુ સુધી લાગે રહ્યો હતો એટલે ક્ષત્રી તરફ તેનું ધ્યાન નહોતું. હવે તે કામકાજથી નિવૃત્ત થતાં તેની દાઝ પેલા ક્ષત્રી તરફ જાય છે, તે હસીને કહે છે –
ભિક્ષુ –-ક્ષત્રિ! કેમ, તને મારી વાતને વિશ્વાસ આવ્યો ? અમે બુદ્ધ ભગવાનના દાસ અને ચરાચર(જડ-ચેતન સર્વ)ના સેવક છીએ. અમારાથી બને છે ત્યાં સુધી અમે ભગવાન બુદ્ધ નિષેધેલું કોઈ પણ કાર્ય કરતા નથી.
એક બીજો ભિક્ષુ આવીને આ ભિક્ષુના કાનમાં કંઇક કહે છે, ભિક્ષુ હસીને ઉભો થઈને કહે છે.
ભિક્ષુઃ–અહો ! મહારાજ અશોક ! મેં તે અત્યારસુધી આપને ક્ષત્રીના નામથી બોલાવ્યા છે, હું જાણતો નહોતો. આપનો જય હે ! અમ ભિક્ષુઓને રાજદરબારમાં જવાની જરૂર હોતી નથી, તેથી અમે દેશના રાજાને ઓળખતા નથી. આપ જુએ છે કે, અમે તન, મન અને વચનથી આપના રાજ્યની સેવા કરી રહ્યા છીએ. જુઓ, આ છોકરાએ રાજધાનીમાંથી અમારી પાસે ભણવા આવ્યા છે, તેમને અહીં ધર્મનું શિક્ષણ મળે છે, તેઓ સાચા દેશભકતો થશે. જુઓ, આ લડાઈ કે ટો-ફિસાદ કરનારાઓ સાધુઓના ન્યાયથી જેવા રાજી થાય છે તેવા ન્યાયાધીશના ન્યાયથી રાજી થતા નથી. ચિકિત્સા વગેરે કરવું એ પણ એક લોકોપયોગી કાર્ય જ છે. એ બધું કામ અમે કંઈપણ બદલો લીધા સિવાય કરીએ છીએ. જેઓ અમારી પાસે ધર્મને ઉપદેશ લેવા આવે છે, તેમને અમે ધર્મનું શિક્ષણ આપીએ છીએ. હે રાજન્ ! આપનો જય હો! અમે સૌ ભિક્ષુઓ આપને આશીર્વાદ આપીએ છીએ કે, આપનું રાજ્ય એ ધર્મરાજ્ય છે. આપના રાજ્યમાં પ્રજા રામરાજ્યને પણ ભૂલી જાઓ. તથાસ્તુ !
અશોક –ભગવન્! આપને પ્રપંચી અને કપટી કહ્યા હતા, એ વચનો મારા મુખે ભૂલથી નીકળી ગયાં છે, મને આપ ક્ષમા કરશો ?
ભિક્ષુ–(હસીને) રાજન ! આપે તો એ વચન ભૂલમાં કહ્યાં હતાં, પણ અમને કોઈ જાણીબુઝીને ગાળો ભાંડે કે દુર્વચન કહે તો પણ તેને અમે ક્ષમા આપીએ છીએ. જેઓ અમારી સાથે ખરાબ વર્તન રાખે છે તેની સાથે પણ અમે ભલાઇથીજ વર્તીએ છીએ. જે અમારા ઉપર વૈર રાખે છે, તેના ઉપર પણ અમે પ્રેમ જ રાખીએ છીએ, જે અમને મારવા માટે લાત ઉગામે છે, તેના પગમાંથી અમે કાંટા કાઢીએ છીએ અને જેઓ અમને પપ્પા મારે છે, તેમના ઉપર અમે પ્રેમપૂર્વક હાથ ફેરવીએ છીએ; કેમકે એ પણ અમારો ધર્મ છે. ભગવાન બુદ્ધની આજ્ઞા છે કે “સંસારના પ્રાણીમાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com