________________
૩૨૪
શુભસંગ્રહ-ભાગ છે અમે ભિક્ષુ બનીને અમારી શક્તિ પ્રમાણે આ ધર્મનું પાલન કરીએ છીએ. હે ક્ષત્રિ! તેં વગર સમયે મને આ દુર્વચનો કહ્યાં છે તેથી મને ખોટું લાગ્યું નથી. સૌ પોતપોતાની સમજણ પ્રમાણે વર્તે છે. તું મને ફાવે તે બીજી પણ વધારે ગાળો ભાંડી લે, મને શરીરને મોહ નથી. આ તે મને સાધુ સમજીને મારે શરણે આવ્યાં છે. શરીર પડે તો ભલે, પણ અમારે શરણે આવેલાંને અમે જીવતા છતાં ત્યજી દેતા નથી ! અત્યારે મને ધર્મપાલનને જે રૂડે અવસર મળ્યો છે, તેમાંથી મને વંચિત રાખવો એ તને ઘટતું નથી.
ક્ષત્રીઃ-(સ્વગત) અહો! મેં તો આ સાધુ આજ સુધીમાં પણ જો નથી તેમ આવી વાત પણ સાંભળી નથી; પરંતુ મને આ સાધુનો વિશ્વાસ આવતું નથી. એના સ્થાનમાં જઈને સત્યાસત્યની ખાત્રી કરવી જોઈએ છે (પ્રત્યક્ષ) ઠીક, હું આ ઘાયલ હરણને મારી પીઠ ઉપર ઉઠાવું છું. ચાલો, તેને વિહારસ્થાન સુધી પહોંચાડી જાઉં!
ભિક્ષુ-નહિ, તારી દાનત કેવી છે તે હું જાણું છું. તું અધમ છે, અધર્મને લીધે જ તને મારો વિશ્વાસ નથી. તું મારી સાથે ભલે આવ; પરંતુ આ પ્રાણીઓને હાથ ન લગાવ! તેઓ તારા ઉપર તિરસ્કાર વર્ષાવે છે અને તારા શરીરની ગંધ પણ તેમને સારી લાગતી નથી. તારા સ્પર્શથી તેમને દુઃખજ થશે ! હા, તું એટલું કર કે, હરણને ઉઠાવીને મારી પીઠ ઉપર રાખ અને તેને કપડાથી બરાબર બાંધી દે !
ક્ષત્રી હરણને હાથ અડકાડે છે, અત્યારસુધી તે હરણ આરામથી ભિક્ષુની પાસે પડયું હતું; પરંતુ તેને હાથ અડતાંજ તે ચીસો પાડે છે, પક્ષી પણું ગભરાઈને ડચકા ખાવા લાગે છે.
ભિક્ષુ-ક્ષત્રિ! તું તો નથી કે, તેમને તારા ઉપર તિરસ્કાર છે, તેઓ તારાથી ડરે છે? જે, મને કેવાં ચોંટી જાય છે ! જો કે મારી પાસે આવ્યાં તેમને અધ ઘડી તો થઈ નથી !
ક્ષત્રી-વાહ ! એ તે બધી કહેવાની વાત છે, પશુઓમાં આવી બુદ્ધિ કયાંથી આવી?
ભિક્ષુ -ક્ષત્રિ! તું હજુ પણ ધર્મને જાણતા નથી. પશુ, પક્ષી, વૃક્ષ વગેરે કોઈપણ પ્રેરણારહિત નથી! જેવું જેમનું શરીર છે, તે જ પ્રમાણે તેમનામાં બુદ્ધિ પણ છે. તે જોયું હશે કે, જયારે કસાઈ કે માછીમાર શેરીમાંથી પસાર થતા હોય છે ત્યારે કુતરા તેમજ બીજા પક્ષીઓ પણ તેમને જોઈને કારમી ચીસો પાડે છે. સાધુઓને જોઈને તેઓ એવું નથી કરતાં ! ભયાનક જંગલનાં પશુઓ પણ નવા સાધુને જોઈને પિતાની પૂંછડી પટપટાવતાં તેની પાસે આવે છે. તેમને હિંસક અને અહિંસકની ઓળખ હોય છે. હિંસકને જોઈને તેઓ દૂર નાસી જાય છે. વૃક્ષે પણ પ્રેમદૃષ્ટિએ જોવાથી પ્રસન્ન થાય છે. અમારો ધર્મ અહિંસા છે. “ર્દિક્ષા પરમો ધર્મઃ” એ બુદ્ધદેવનું વચન છે.
ક્ષત્રી આશ્ચર્ય પામે છે, સાધુની નિર્ભયતા અને પ્રેમને તેના ઉપર અજબ પ્રભાવ પડેલો દેખાય છે. તે શાંતપણે ઉભો છે અને સાધુ તેની મદદ માગે તેનીજ રાહ જોઈ રહ્યો છે. સાધુ પણ તેની સાથે બાલતે નથી. હરણાને પોતેજ પિતાની પીઠ ઉપર લાદી લઈને તથા પક્ષને બગલમાં ઘાલીને તે વિહારસ્થાન તરફ જાય છે. ક્ષત્રી પણ તેની પાછળ પાછળ જાય છે. ચાલો, પાઠક ! અમારી પાછળ આપ પણ ચાલ્યા આવો. જુઓ ! સામેજ વિહારસ્થાન દેખાય છે, કેટલાક જુવાન ભિક્ષુઓ વૃદ્ધ ભિક્ષુને જોઇને દોડતા આવી રહ્યા છે. એક હરણને વૃદ્ધની પીઠ ઉપરથી ઉતારી પતે ઉઠાવી લીધું છે અને સૌ ચૂપચાપ વિહારસ્થાન તરફ જાય છે ! - ઓહો! વિહારસ્થાન શું છે? એ તે નવી દુનિયા છે! આપે પહેલાં કદી પણ નહિ જોઈ હાય! જુઓ, ચારે બાજુ પાકી ઓરડીઓ બંધાયેલી છે; પશુ-પક્ષીઓ સ્થળે સ્થળે નિર્ભયપણે ઘુમી રહ્યાં છે. અહીં રકતપિત્તિયાં અને કઢીયાંની દવા ચાલે છે. ભિક્ષ જાતેજ તેમના ઘાને જોઈ મલમપટ્ટી લગાડે છે; અહીં રોગીઓને દવા અપાય છે. પેલાં પક્ષીઓના ઘા ઉપર પાટા બંધાઈ ચૂક્યા છે અને તેઓ વૃક્ષો ઉપર બેઠાં છે. અહીં ગાય, ભેંસ, બકરી, હરણ વગેરેની દવા થાય છે. આ મેદાનમાં પાટા બાંધેલાં પશઓ આરામથી બેઠેલાં છે. કેટલાંક હરેફરે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com