________________
૩૨૧
ધર્મપાલનની શ્રેષ્ઠ ભૂમિકા કેવી હોય? १४३-धर्मपालननी श्रेष्ठ भूमिका केवी होय ?
સનાતન ધર્મ તો એક જ છે, શરીરધર્મ ભલે ભિન્ન ભિન્ન હોય; પણ આત્માને ધર્મ તે એકજ છે. સર્વ કાળ, સર્વ સ્થળે સત્યનું સ્વરૂપ તો એક જ છે અને સત્યનું અણીશુદ્ધ પાલન તે ધર્મ.
ધર્મ કોઈએ ખોળી કાઢયો નથી કે કોઈએ ઉત્પન્ન કર્યો નથી. જડ કે ચેતન કોઈ પણ પદાથ ની કે જીવની ઉત્પત્તિ સાથે જ તેને ધર્મ સ્વીકારાતો આવે છે. ધર્મ કોઈ એક વ્યક્તિની કે દેશની કે દુનિયાની થાપણ નથી. સર્વ દેશની તે સામાન્ય મિલ્કત છે.
જેના પાલનથી શાશ્વત આનંદસુખ પ્રાપ્ત થાય તે સત્ય. સત્ય ત્રિકાલ-અબાધિત છે અને તેથી અનંત, અવ્યય અને અગાધ છે.
સ્થિતિનું ભાન થતાં વિવેક જન્મે છે, વિવેકના હુતાશમાંથી વૈરાગ્ય જન્મે છે અને વૈરાગ્યમાંથી જ્ઞાન પ્રકટે છે. સત્યનું દર્શન તે જ્ઞાન અને અજ્ઞાનનું જ્ઞાન તે જ્ઞાન.
સત્સંગથી વિવેક જન્મે છે અને સારાસાર પારખનારી શક્તિ જે વિવેક તે અભ્યાસથી આવે છે. સમજપૂર્વક એકનિષ્ઠ ચિંતન તે અભ્યાસ. આવા અભ્યાસમાં ચિત્ત પરોવાઈ રહે તે વિવેકદૃષ્ટિ સાંપડે એ જીવનને ધન્યવાદ છે. શ્રવણ, મનન ને નિદિધ્યાસન માણસને એ ચિંતનમાં પ્રેરે છે.
તમામ ઇદ્રિયોને વશવતી બનાવી એક શુભ કાર્યમાં વાળવી તેનું નામ એકનિષ્ઠા. આવી એકનિષ્ઠાથી જે અનુભવ ગ્રહણ થાય તે શ્રવણ ગુરુને અનુભવ ગ્રહણ કરવા માટે આવી એકનિષ્ઠા જોઈએ. પછી ગુસ્ના અનુભવને માગે વળવું ને તે અનુભવ કરવો એનું નામ મનન અને નિદિધ્યાસન.
શિષ્ય તૈયાર તો ગુરુ હાજર. અવિનયીનો વિનયી કરે; અવિવેકીન વિવેકી કરે તે ગુરુ. ગુરુની ઈચ્છા રાખનારે પ્રથમ શિષ્ય બનવું જોઈશે. જગતના તમામ સ્થૂળ-સૂક્ષમ પદાર્થોમાં ને પ્રાણીમાત્રમાં નતભાવથી અવલોકવાની દૃષ્ટિ તેણે કેળવવી જોઇશે. જે દ્રષ્ટા છે તેને જ ગુરુ દેખાય છે. તેવા દ્રષ્ટાને પદે પદે ગુરુનો આદેશ ને ઉપદેશ સંભળાતો થશે. જનમાં કે વનમાં, સ્કૂલમાં કે સૂમમાં સઘળે તેને સર્વવ્યાપક ગુરુદેવની મહારાણી સંભળાશે, તેના શ્રવણથી તેને વિવેકદૃષ્ટિ સાંપડશે.
- વિવેક જન્મતાં માણસ સમજે છે કે, જૂઠું બોલવાથી ઉંડી અસંતેષની ને દુઃખની લાગણી થાય છે અને સત્ય બોલવાથી આનંદ અનુભવાય છે. કેઈને દુઃખ દેવાથી હૃદયમાં ન સમજાય એવી વ્યથા થાય છે અને કોઈનું શુભ કરવાથી અંતર પ્રફુલ્લ રહે છે. આમ વિવેકથી માણસ લાભાલાભને જયાજય સમજતાં શીખે છે. અજ્ઞાનને જેમ જેમ તે વધુ ઓળખતે થાય છે, તેમ તેમ જ્ઞાનની વધુ નજીક તે થતો જાય છે. અજ્ઞાનનો અંધકાર હવે તેને સ્પષ્ટ સમજાય છે અને જ્ઞાનના પ્રકાશમાં તેના નેત્રનાં પોપચાં અણુમીંચાયાં રાખતાં તે ટેવાતો જાય છે.
હવે તેને તેની સ્થિતિને ભાન થાય છે. તે દર્દથી ને વેદનાથી અકળાય છે. અંધ જેમ લાકડી ઠોકતે ભીંત ખોળે, તેમ તે હાંફળો ફાંફળો ચારેગમ નિરાધાર જેમ જેતો હોય છે; નોંધારાના આધારને શરણે જવા તે તલસી રહ્યો હોય છે. હવે તેનામાં વૈરાગ્ય જન્મે છે, રાગદ્વેષ તેને અસર કરી શકતા નથી. માન-અપમાન તેને બાંધી શકતા નથી, સ્તુતિથી તે ફૂલાત નથી, નિંદાથી તે હઝરતો નથી, વિશ્વબંધુત્વની ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ તે બની રહે છે. જગતમાં તે રહે છે પણ જગતનો મેલ એને સ્પર્શ કરી શકતો નથી. તે કામ કરે છે, પણ તેના ફળની તેને તૃષ્ણ રહી નથી. હવે કર્મ એને બંધનકર્તા રહ્યાં નથી. સિદ્ધિ કે રિદ્ધિની તેને પરવા નથી. મનથી. વચનથી કે કર્મથી તે પવિત્ર ને એકનિષ્ટ છે. તેનાં કર્મ ને તેની વાણી તેના આત્માની વિશાળતાનું પ્રતિબિંબ છે. તેને ભાઈ નથી, બહેન નથી, સગાં નથી, સહોદર નથી; છતાંય આખું વિશ્વ તેનું કુટુંબ છે. તેને પિતાની કાંઈ મિલકત નથી. સર્વ પાપથી તે વેગળ છે, દુરાચારથી તે દૂર છે, અજ્ઞાનમાં હવે એ અટવાય એમ નથી, બંધનમાં એ બંધાય તેમ નથી. હવે તે સ્થિતપ્રજ્ઞ છે, હવે તે જ્ઞાની છે, હવે તે સ્વતંત્ર છે.
સમસ્ત દુનિયા પ્રત્યે એને પ્રેમ છે, એ પ્રેમી છે. વનનાં ઝાડ ને પહાડના પથ્થર એના
રુ. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com