________________
wwwwwwwwwww
૩૨
શુભસંગ્રહ-ભાગ ચેાથે મિત્રો છે. પશુ, પક્ષીઓ ને માણસો એના દસ્તો છે. એ સૌપર વહાલ રાખે છે સૌ એના પર વહાલ રાખતાં શીખે છે. એને કોઇની સાથે વેર નથી, કેઇને એ ધિક્કારતો નથી, કોઈને એ મારતો નથી, કોઈને એ નિંદતો નથી. એ પરમ અહિંસક છે, પરમ સત્યવાદી છે, દુનિયાના દંભની એના પર અસર નથી. એ નિર્લેપ છે, નિર્મમ છે, નિરહંકારી અને નિર્ભય છે. એ કાઈને
નથી દેતો અને એટલે એ પરમસખી છે. એ કાઈનું પડાવી લેવા ઇરછા નથી કરતો અને એટલે એ પરમ સંતોષી છે, એ કાઈના દોષ જોવા નથી બેસતે અને એટલે એ પરમ પવિત્ર છે. પ્રેમભરી એની દૃષ્ટિ છે, શ્રદ્ધાભરપૂર એની વાણી છે, તપ એ એનું જીવન છે.
એના શબ્દ શબ્દમાંથી ભક્તિનું માધુર્ય કરે છે, આખું વાતાવરણ એના નાદથી શાન્તિ અનુભવે છે. એ એવો શાન્તિપ્રચારક છે. અસત્ય એનાથી દૂર નાસે છે, અજ્ઞાન એની આગળ કાતું નથી. એ મહાજ્ઞાની છે, ભકત છે, તપસ્વી છે, એ જમે છે અને તેય એ સદાને ઉપવાસી છે. એ કામ કરે છે અને તોય એ સદાને ત્યાગી છે. એ શ્વાસ લે છે અને તેય એ સદાનો અહિંસક છે. એ દેહધારી છે અને તોય એ વિદેહી છે. જીવવાનો એને મોહ નથી અને મૃત્યુની એને ઉતાવળ નથી. મુકત તે એ છે જ અને જગતની મુકિત કાજે એ મથે છે. જગતની એ સેવા કરે છે, પણ જગતની પાસેથી એ સેવાની આશા રાખતા નથી. અતિ દૈન્યથી એ રહે છે, પણ વૈભવની એને તૃષ્ણ નથી. સૌ પર એ દયા રાખે છે, પણ કેદની દયાની એને પરવા નથી.
દુનિયા એની આગળ માથું નમાવતી આવે છે, પિપાસુઓ એને ચરણે જ્ઞાન પીવા આવે છે, દખિયાં આશ્વાસન કાજે આવે છે, ભકતે સત્સંગ કાજે આવે છે. એનાં વચનામૃતથી અનાથને માતાપિતાની દુક મળતી લાગે છે, રીબાયલાંને મુક્તિ મળતી લાગે છે, ઘવાયલાંને રૂઝ વળતી લાગે છે, કોઈ એની વાણીમાં શાન્તિ શોધે છે, કોઈ શરણ શોધે છે ને કેાઈ ભવિષ્ય ખોળે છે. દુનિયા આખીને માટે એનાં દ્વાર ખુલ્લાં છે, દુનિયા આખીને માટે એનું જીવન પ્રેરક છે, દુનિયા આખીને માટે એને જન્મ સાર્થક છે.
એ પુષ્યલોક સત્યને અણીશુદ્ધ પાલક ધર્મરાજ ભક્તિભાવભીનાં એનાં લોચન, પ્રેમભાવભીનું એનું હદય, દયાભાવભીની એની વાણી.
ધર્મપાલનની આ ઉંચામાં ઉંચી ભૂમિકા છે. આપણું તે ધ્યેય હો, આપણા સૌ પ્રયત્નો તે દિશાએ હે, આપણું ગતિ પ્રગતિ હે, તેવા ધર્મરાજના ચરણમાં આપણું કટિ કોટિ પ્રણામ છે. ૐ તત્સત. (ફેબ્રુઆરી ૧૯૨૯ના “સાહિત્યમાં લખનાર-શ્રી રમણલાલ પી. સેની)
=
=
=
१४४-एक अंग्रेजनो संन्यास
શ્રીયુત રોનાલ્ડ નિકસન બનારસ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. હવે નિકસન સાહેબે વૈરાગ્ય લઈ પિતાનું નામ “વેરાગી” રાખ્યું છે. હવે એ ભગવાં વસ્ત્ર ધારણ કરી, ગળામાં કંઠી-માળા ધારણ કરી, વૈષ્ણવ તિલક લગાવી રાતદિવસ આનંદકંદ વ્રજચંદ્ર શ્રીકૃષ્ણના ભજનમાં લીન રહે છે. બનારસ મૂકી દઈ એમણે અલમેરામાં પિતાને નિવાસ રાખ્યો છે. પ્રભુ દરેક અંગ્રેજને આવીજ સન્મતિ આપે. તથાસ્તુ.
(તા-૨૮-૧૦-૧૯૨૮ ના “હિંદુ” માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com