________________
શુભસંગ્રહ ભાગ ચેાથો
९-युनाइटेड स्टेट्समां मारणप्रयोगनों वघेलो प्रचार.
મારણ, મોહન, સ્તંભન, વશીકરણ, આકર્ષણ અને ઉચ્ચાટન, એ મંત્રશાસ્ત્રના છ પ્રગને, પાશ્ચાત્ય વિદ્યાને આ દેશમાં પ્રસાર થયા પછી સર્વ તરફથી મોટેભાગે હસી કાઢવામાં આવે છે; પરંતુ એ પ્રયોગો સાચા છે, એવું સિદ્ધ થવાનો સમય હવે બહુ પાસે આવ્યો છે. વિચારમાં રહેલા બળવડે વ્યાધિ નિવારવાની વિદ્યા ગયાં ચાળીસ વર્ષથી અમેરિકામાં ખેડાવા માંડી છે, અને તેના પરિણામે વિચારમાં વિજળીના કરતાં પણ વધારે બળ રહેલું છે અને તે ગમે તે કરવાને સમર્થ છે, એવું ત્યાંના માનસશાસ્ત્રીઓને દિવસે દિવસે અધિક સ્પષ્ટ થતું જાય છે.
વિચારનાં આંદેલવડે વ્યાધિ ટાળવામાં મિસિસ એઠી બેકરે સ્થાપેલી “ક્રિશ્ચિયન સાયન્સ” નામની સંસ્થા આજે સર્વોપરિ પદ ભોગવે છે. આ સંસ્થાના દશ લાખ કરતાં વધારે અનુયાયીઓ છે, તેમાં પાંચ હજાર ઉપચારકો વિચારવડે વ્યાધિને ટાળવાનો ધંધો કરે છે અને ચાળીસ લાખ મનુષ્યો માંદા પડે છે ત્યારે તેમના વિના બીજા કોઈની પાસે પોતાનો રોગ નિવારવાને માટે જતા નથી. આ સંસ્થાનાં નવસે દેવળે છે અને કેટલાંક દેવળ તે કરોડો રૂપિયાના ખર્ચથી બાંધેલા છે. ત્રીસ વર્ષથી સ્થપાયેલી આ સંસ્થા પ્રતિવર્ષ અધિક ને અધિક બળવાન થતી જાય છે, એજ સિદ્ધ કરે છે કે, વિચારવડે વ્યાધિ નિવારવાનો તેમને દાવો મિથ્યાભિયોગ (ખોટો દાવો) નથી. ડોક્ટરોએ અસાધ્ય ગણીને મરવાને માટે ત્યજી દીધેલા અનેક રોગીએાને આ ક્રિશ્ચિયન સાયન્સના ઉપચારકે એ કેવળ નીરોગ કરવાના પુષ્કળ દાખલાઓ ત્યાં નિત્ય બન્યા જાય છે, અને તેથી ડોકટરોનો જબરો વિરોધ છતાં પણ આ સંસ્થા દિવસે દિવસે વૃદ્ધિને પામતી જાય છે.
આમ છતાં સત્તા અને ધન એ એવા પદાર્થો છે કે જેમને તે પ્રાપ્ત થાય છે, તેઓ જે વિવેકહીન હોય છે તો તેમને ઉન્મત્ત કરી અનર્થના માર્ગમાં દોરી જાય છે. આ સંસ્થાના કેટલાક પુરુષ-અનુયાયીઓના સંબંધમાં પણ એમ જ થયું છે. તેઓ સ્ત્રીઓને ઉપદેશકનાં ૫૬ ઉપરથી જેમ બને તેમ સવાર દર કરવાનો કેટલોક સમય થયાં પ્રયત્ન કરી રહ્યા છે, અને ઘણી સમર્થ અને ઉત્તમ સ્ત્રીઓને તેઓ દૂર કરવામાં ફાવ્યા પણ છે. - સ્ત્રીઓને આથી પુરુષો ઉપર ક્રોધ પ્રકટે અને તેમને નાશ કરવા તેઓ પ્રયત્ન આદરે, એ સ્વાભાવિક છે; અને જે વિચારરૂપી શસ્ત્રને આજ સુધી તેઓએ રોગીઓના રોગ ટાળવામાં ન્યું છે, તેજ શસ્ત્રને તેમાંની કેટલીક સ્ત્રીઓએ પુરુષોને નાશ કરવામાં હાલ યોજવા માંડયું છે.
મિ. આકિબોલ્ડ મેકલિન આ સંસ્થાનો મુખ્ય કર્તાહર્તા પુરુષ જેવો છે. વિચારનાં આંદોલવડે તેને નાશ કરવાને મિસિસ ઓગસ્ટા સ્ટેટસને કેટલાક સમયથી પ્રયત્ન આરંભ્યો હતો. સુભાગ્યે આ વાત પકડાઈ ગઈ છે અને હાલ તો મેકમિલન બચ્યો છે.
મિસિસ સ્ટેટસનની ઉંમર હાલ સિત્તેર વર્ષની છે. તમે તેને જુઓ તો તેને ભાગ્યેજ ત્રીસથી વધારે ઉંમરની ધાર. વિચારનાં આંદોલનો પ્રેરીને વ્યાધિ કેવી રીતે ટાળવો, એ વિદ્યામાં તે ઘણી કુશળ છે. પચીસ વર્ષથી તે આ સંસ્થાની ઉપદેશકતરીકે કામ કરે છે. જ્યારે તે આ સંસ્થામાં દાખલ થઈ, ત્યારે તેની પાસે પહેરવાનાં સારાં વસ્ત્ર પણ ન હતાં. પોતાનાં વસ્ત્ર ભરવાની પેટી ઉપર તે ઉભી રહેતી, અને “પરમેશ્વર સર્વત્ર વ્યાપી રહ્યા છે, માટે વ્યાધિ, રોગ, નિર્ધનતા વગેરેને રહેવાને ક્યાંય પણ અવકાશ નથી” એ ક્રિશ્ચિયન સાયન્સના સિદ્ધાંતને ઉપદેશ કરતી. બેત્રણ વર્ષમાં તેના એક હજાર અનુયાયી થયા, અને તેણે લગભગ ૪૦૦૦૦ ૦-સંભાળથી ગણી જુઓ, ચાર લાખ રૂપિયા-એકઠા કર્યા. આ વડે તેણે એક દેવળ બાંધ્યું.
પણ આટલાથી આ અસાધારણ શક્તિવાળી સ્ત્રીને સંતોષ થયો નહિ. તેણે ઉપદેશનું અને વ્યાધિ નિવારવાનું ચાલુ રાખ્યું, અને ૪૦૦૦૦૦૦-ગણી જુઓ, ચાળીસ લાખ-રૂપિયા એકઠા કર્યા. આ વડે તેણે આરસપહાણનું ન્યુયોર્કમાં એક નવું દેવળ બાંધ્યું, અને તેના ઉપ~િ તરીકે તે કામ કરવા લાગી. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com