________________
શું ધનપ્રાપ્તિના સર્વે માર્ગ બંધ થઈ ગયા છે? જેમ જેમ વર્ષો વીતે છે, તેમ તેમ ઝાંખા પડતા જાય છે અને અંતે ઉડી પણ જવાના. પ્રાચીન ચિત્રકારોનાં કામ આજે પણ તેવાં ને તેવાં જ હોય છે. રંગવાની તેમજ ચિત્રાને સ્થાયી રાખવાની કળા પૂર્વના કારીગરે જાણતા હતા. શોધ કરનાર તે શોધી કાઢી ધનપ્રાપ્તિનો નવો માર્ગ ઉધાડી શકે એમ છે.
૬-જેમ રંગને બનાવવાનું આપણને આજે જ્ઞાન નથી, તેમ સેંકડો વર્ષ વીતતાં પણ ઉડી ન જાય, એવી શાહી બનાવવાનું પણ આપણે જાણતા નથી. પાંચ વર્ષ પહેલાં લખેલો કેાઈ કાગળ તમે જોશો તે તમને જણાશે કે તેના અક્ષર ઝાંખા પડી ગયા છે. પ્રસંગે તે ઉકલી પણ શકતા નથી; પરંતુ જૂનાં હસ્તલિખિત પુસ્તકોના કેાઈ ભંડારમાં જઇને તમે જોશો તે તમને જણાશે કે, અક્ષરો કાળા ભ્રમર જેવા છે, અને જાણે કાલેજ લખ્યા હોય તેવા સ્પષ્ટ છે.
૭–ખેતીવાડીની શાખામાં પણ ધનને પ્રાપ્ત કરવાનું અત્યંત વિશાળ ક્ષેત્ર છે. હાલ ઘઉં, બાજરી, તુવેરે વગેરે અનાજના જેવા દાણું થાય છે, તેના કરતાં ઘણું મોટા દાણું અમેરિકન પદ્ધતિ પ્રમાણે અનાજના છોડને ઉછેરવાથી થવાને પૂર્ણ સંભવ છે. અમેરિકન ખેડુતો પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવાની પાકની જાત સુધારી શકાય એમ છે, એટલું જ નહિ પણ પાકનું પ્રમાણ પણ વધારી શકાય એમ છે. કેનેડાના ખેડુતોએ ઘઉંના પાકનું પ્રમાણ પચીસ ટકા વધાર્યું છે. આયોવાના ખેડુતો ઓટ નામના અનાજનો પાક દર એકરે પંદરથી વીસ બુશલ વધારે ઉતારે છે. આજ પ્રમાણે ફળનાં તથા શાકનાં વૃક્ષોમાં તેમજ બીજી પૃથ્વીમાંથી ઉત્પન્ન થતી અસંખ્ય વસ્તુઓમાં પુષ્કળ સુધારો-વધારો થવાને અવકાશ છે.
નવી શોધોની મર્યાદા આવી રહી છે, એવું કંઈજ નથી. જગતમાં એવી એક પણ પદાશની વસ્તુ નથી કે જેમાં સુધારો ન કરી શકાય; તેમજ આવી સુધારેલી વસ્તુની પુષ્કળ ખપત ન થાય, એમ પણ નથી. આથી બુદ્ધિને ઉપયોગ કરનારને ધનપ્રાપ્તિના અનેક માર્ગ છે.
ઘણું મનુષ્ય ધનપ્રાપ્તિની સોનેરી તકે શોધ્યા કરે છે. આવી તકે તેમની વાટ જોઈને બેસી રઘે આપણી પાસે આવતી નથી. પ્રથમ તમારી પોતાની લાયકી વધારો, તેમ કરતાં તમને અનભવ થશે કે સોનેરી તકે તો તમારા માર્ગમાંજ પડી છે. વર્તમાનકાળમાં તમારાથી જેટલા બને તેટલા ઉત્તમ થાઓ. તમે પ્રથમ તમારી યોગ્યતા બતાવી આપે. તેમ થતાં જેમ ગુરુત્વવાળી પૃથ્વી ઉપર સઘળીજ વસ્તુઓ ખેંચાઈ આવીને પડે છે, તેમ ધન પ્રાપ્ત કરી આપનાર સેનેરી તકે તમારા ખોળામાં આવીને પડશે.
| ( આશ્વિન-૧૯૬૫ના “મહાકાળ”માં લખનાર સદગત માસ્તર સાહેબ છોટાલાલજી )
S
ક અમેરિકન ખેતીસંબંધી સવિસ્તર જાણવાની ઈચ્છાવાળાએ યુ. એસ. ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, વૈશગટન, એ સ્થળે પત્ર લખી, તે ખાતાએ પ્રકટ કરેલાં સેંકડે પુસ્તકનું લિસ્ટ મંગાવી, તેમાંથી પોતાને અનુકૂળ જણાય તેને અભ્યાસ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com