________________
२
શુભસંગ્રહ ભાગ અથા
એમ છે. આ થારીયા અરણ્યમાં પાણીવિના ઉગે છે, અને અરણ્યને ઉપવન જેવુ કરી મૂકે છે. એક એકરમાં ૯ ટન જેટલા તેને પાક ઉતરે છે. તે ઢારને એક ઉત્તમ પ્રકારના ચારાતરીકે કામમાં આવે છે, એટલુ જ નહિ પરંતુ તેમાં માટા પ્રમાણુમાં ખાંડ રહેલી છે. આ ખાંડનુ પ્રમાણુ વધારી શકાય એમ છે, અને તેમ થતાં તેમાંથી થતી ખાંડ શેરડી કરતાં ઘણીજ સસ્તી પડવાને સંભવ છે. આપણા દેશમાં આ થારીયા થઈ શકતે હાવાથી કાઈ સાહસિક પુરુષે અખેન્કની સાથે પત્રવ્યવહાર ચલાવી આ ઉદ્યોગના આરંભ કરવા ઘટે છે. ર-ધંતુરાનાં ઘેાડાંક પાંદડાંને ધાવામાં ઉપયેાગ કરવાથી મેલાં કપડાં જેવાં ઉજળાં થાય છે, તેવાં ખીજા કશાથી થતાં નથી; પરંતુ કપડાં ધાવાને માટે ભઠ્ઠી ઉપર ચઢાવેલા વાસણમાં જ્યારે તેનાં પાંદડાં નાખવામાં આવે છે, ત્યારે તેમાંથી માથું ફાટી જાય એવી ખરાબ વાસ નીકળે છે. ઠંડા પાણીમાં પ્રથમ લુગડાં ખેાળાને પછી તેમને ભઠ્ઠી ઉપર ચઢાવવાથી આ વાસ ટાળી શકાય છે; પરંતુ આ બધું ખટપટવાળું કામ છે અને તેથી ધતુરાનાં પાંદડાંના લાભ જાણતાં છતાં ઘણા તેને ઉપયોગ કરતા નથી. મેલાં વઅને અત્યંત ઉજળાં કરનાર કાઇ એક રાસાયનિક તત્ત્વ ધંતુરાનાં પાંદડાંમાં રહેલું છે. આ તત્ત્વને જો ખેંચી કાઢવામાં આવે અને તેમાંથી ખરાબ વાસને દૂર કરવામાં આવે તે! તેને! આ દેશમાં તથા પરદેશમાં ધણું! ભારે વ્યાપાર ચાલી શકે એમ છે.
૩-પશ્ચિમની પ્રજાએ વિદ્યાકળામાં આટલી આગળ વધેલી છતાં, સેકડા વર્ષ પૂર્વેની પ્રજાએ તે જે કળાઓનું જ્ઞાન હતું, તેમાંની ધણી કળાઓનું જ્ઞાન મેળવવા હજી તેએ સમર્થ થઇ નથી. આમાંની એક કળા ગજવેલને બનાવવા સંબંધની છે. શેશીલ્ડમાં આજે આખી દુનિયામાં સૌથી સખ્ત અને સૌથી સારામાં સારૂ પેાલાદ થાય છે; પણ સેકડા વં પૂર્વે ભરતખંડમાં તરવાર બનાવવામાં જે પેાલાદ વપરાતું હતું, તેમજ સેરેસન લેાકેા જે પેાલાદનાં શસ્ત્રો બનાવતા હતા, તેવુ" પાલાદ હજી ત્યાં તૈયાર થતું નથી; અને પ્રાચીનકાળમાં આજના જેવાં કારખાનાં કે શસ્ત્રો અનાવવાની નવી રીતેા, વગેરે કશુંજ ન હતું, એ વિષે જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે પૂર્વના લેાકેાનું જ્ઞાન આપણને વધારે આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. આજની કાઇ પણ તરવારના એક ધાએ એ કકડા કરી શકાય, એવી પૂર્વની તરવારી હતી. આ પ્રાચીન કળાને શેાધી કાઢનારને પણ ધનપ્રાપ્તિના એક નવા માગ મળે એમ છે.
૪–તેજ પ્રમાણે પ્રાચીન લેાકેાના જેવાં મજબૂત મકાન બાંધતાં પણ આપણને આવડતાં નથી. આજનાં આપણાં માનાનાં આયુષ પૂરાં સે। વર્ષનાં પણ હેાતાં નથી. ઘણાં મકાનેાની પચીસ ત્રીસ વર્ષ વીતતાં મરામત કરવી પડે છે. સેકડે! વર્ષ વીતતાં એક પણ કાંકરા ન ખરે, એવાં મકાતા બાંધતાં આપણને આવડતાં નથી. ભરતખંડમાં તેમજ ગ્રીસ અને ઇટલીમાં હજારે વર્ષોપૂર્વે બંધાયલાં મકાને હજી સારી સ્થિતિમાં છે. મિસરની પિરામિડાની મજબૂતી સને જાણીતી છે. પ્રાચીન મકાનેાની મજબૂતીનુ કારણ પથરામાં કે ઇંટામાં રહ્યું નથી, પણ ચૂનાના કાલમાં અને સાગેાળમાં રહ્યું છે. આ બંનેને પૂર્વના લેાકેા જે રીતે તૈયાર કરતા હતા, તે કળા જો આપણા હાથમાં આવે તે આજે આપણાં મકાને પણ આપણે પ્રાચીન મકાતાના જેવાંજ મજબૂત કરવાને સમર્થાં થઇએ. આજનાં મકાનાની દુબળતામાં કાલ અને સાગેાળ, એ બંનેને તૈયાર કરવાનું અજ્ઞાન એજ કારણ છે. પ્રાચીન મકાનોમાં કાળ વીતતાં પથરા પહેલા ખવાઇ જાય છે, અને ત્યાર પછી ધણે કાળે ચૂના તથા સાગાળનેા ભૂકા થઇ જાય છે.
૫–ર્ગના સબંધમાં પણ પ્રાચીન પ્રજા જેટલું આજની સુધરેલી પ્રજાએ પણ જ્ઞાન ધરાવતી નથી. પ્રાચીન શેાધ કરનારાઓને કાઇ કાઈ વાર હજારા વર્ષો પૂર્વે રંગેલાં વસ્ત્રો મળી આવે છે; તેઓના રંગ હજારા વર્ષ વીતતાં છતાં પણ એવા તેા નવા, તેજસ્વી અને આંખે ઉડીને ખાઝે એવા હોય છે કે તેએ ચકિત થઇ જાય છે. હાલની રસાયનવિદ્યા આવા રંગ શોધી કાઢવાને હજી સમક્ષ થઈ નથી. આજના ચિત્રકારે જે રંગથી પોતાની છબીએ કાઢે છે, તે રંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com