________________
શું ધનપ્રાપ્તિના સર્વે માર્ગ બંધ થઈ ગયા છે? ८-शुं धनप्राप्तिना सर्व मार्ग बंध थइ गया छे ?
ધન પ્રાપ્ત કરવાના સઘળા માર્ગો બંધ થઈ ગયા છે, એવી આજે સ્થળે સ્થળે બૂમો સાંભ-ળવામાં આવે છે. વેપારમાં કશો કસ રહ્યો નથી, એવી કેટલાક ફરિયાદ કરે છે, તો કેટલાક નોકરીમાં કે વકીલના તથા ડૉકટરના ધંધામાં હવે કશે માલ રહ્યો નથી, એવા સંતાપના ઉદ્દગારો કાઢે છે. ઉપરથી અવલોકન કરનારને આ વચનો સાચાં લાગે છે, પરંતુ વસ્તુતઃ તે સાચાં નથી. મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, અને એકની એક બાબતની પાછળ, ગાડરીયા પ્રવાહની પેઠે પડવાથી આવું પરિણામ આવ્યું છે. વકીલાતના કે ડૉકટરના ધંધામાં કેટલાકને સારો લાભ મળ્યો કે સર્વ વકીલ અને ડોકટર થવા મચી પડે છે. એક જણ મીલ કાઢવાથી કમાય કે બીજાઓ તેવીજ મીલો ઉભી કરે છે; પરંતુ ધનપ્રાપ્તિનો નવો માર્ગ કેાઈ વિરલજ બુદ્ધિનો ઉપયોગ કરી શોધી કાઢે છે. આથી ઉલટું પાશ્ચાત્ય પ્રજા પિતાના મગજને કસીને નવા નવા ઉદ્યોગો શોધી કાઢવામાં પોતાની બુદ્ધિને નાખે છે, અને આરંભમાં થોડાં વર્ષ દુઃખને ભગવે છે; પરંતુ અંતમાં કોઈ નવો ઉદ્યોગ શોધી કાઢી લાખે રૂપિયા કમાય છે. કોઈ પણ બાબતની નવી શરૂઆત કરતાં આપણી પ્રજા ડરે છે, એ તેને મેટામાં મેટે દોષ છે. નવી શરૂઆત કરતાં વખતે બોટ આવશે, વખતે લોકો હાસ્ય કરશે, અનુભવવિના વખતે નહિ ફાવીએ, આવી આવી સેંકડો શંકાઓ કરી તેઓ જૂના ચીલામાંજ ગાડું હાંકે છે; પણ નવો ચીલો પાડવાની હિંમત રતા નથી. આવા સંશયવાળા સ્વભાવથી આપણે, જ્યારે બીજી પ્રજાએ વૃદ્ધિના માર્ગમાં વર્ષે હજાર કે બે હજાર ગાઉ કાપે છે ત્યારે, પૂરો એક ગાઉ પણ કાપતા નથી.
મનુષ્યની બુદ્ધિમાં એવું સામર્થ્ય રહેલું છે, કે જેમાં તેને એકાગ્રતાથી અને ઉત્સાહથી દીકાળપર્યત જોડવામાં આવે છે, તેમાં તેનો પ્રવેશ થાય છે; અને પૂર્વે જ્યાં તેને અંધકાર જણાતો હોય છે, ત્યાં તેને પ્રકાશ જણાય છે. કશુંજ નહિ સૂઝ, એવી બાબતોમાં ધીરે ધીરે તેને ગમ પડે છે, અને તેને અનેક નવી નવી યુક્તિઓ જડે છે. અગમ્ય જણાતા માર્ગોમાં બુદ્ધિને નહિ જોડવાથી તે માર્ગો એગમ્ય રહ્યા હોય છે. બુદ્ધિને જોડતાં અગમ્ય પણું ગમ્ય થયા વિના રહેતું નથી. મહાન શોધે આ રીતેજ થઈ હોય છે. આરંભમાં જેને સંભવ પણ ન જણાતો હોય તેવી બાબતે, બુદ્ધિને તેમાં નાખતાં સંભવિત થઈ જાય છે, અને પરિણામે સત્યરૂપે અનુભવાય છે.
આમ હેવાથી ધનપ્રાપ્તિના સઘળાજ માર્ગો બંધ થઈ ગયા છે, એમ જે કોઈ કહે તો તે સાચું નથી. જગત અનંત હોવાથી ધનપ્રાપ્તિના પણ અનંત માર્ગો છે. તે માર્ગે ક્યાં છે, તેની શોધમાં બુદ્ધિને નાખવાની જ માત્ર અગત્ય છે.
યુરોપ અને અમેરિકાના લોકોને નવું નવું અનેક સૂઝે છે, અને આપણને નથી સૂઝતું, તેનું કારણ આપણામાં બુદ્ધિ નથી એમ નથી. બુદ્ધિમાં આપણે તેમના કરતાં કઈ રીતે ઉતરતા નથી, પરંતુ આપણે આપણી બુદ્ધિને ઉપયોગ કરતા નથી, એજ છે. જેમ જમણું કે ડાબા હાથને અખંડ ઉંચે રાખવાનું વ્રત લેનારા બાવાઓનો તે હાથ ઘણા માસ અથવા વર્ષ બિલકુલ ક્રિયા ન કરવાથી સૂકાઈને સેટી જે થઈ જાય છે, તેમ પાશ્ચાત્ય પ્રજાની પેઠે નવી નવી શોધ કરવામાં આપણી બુદ્ધિને સેંકડો વર્ષથી ન જેવાથી, ક્રિયારહિત રહેવાથી તે સૂકાઇને મુડદાલ જેવી થઈ ગઈ હોય એમ થયું છે. પરંતુ તેનામાં પ્રyલ થવાનું અને પશ્ચિમની પ્રજાએના કરતાં પણ અધિક વિકાસને પામવાનું સામર્થ્ય છે, એ નિસંશય છે. જે આપણે પ્રયત્ન કરીશું તો અલ્પ સમયમાં આપણને આ સંબંધમાં ખાત્રી થયા વિના નહિજ રહે.
એક પાશ્ચાત્ય લેખક ધનપ્રાપ્તિના કેટલાક નવા માર્ગે પિતાના એક લેખમાં સૂચવે છે. વિચારવાનને વિચાર કરવાની કંઈક દિશા મળે, એટલા માટે તેમાંથી કેટલાક અત્ર આપીએ છીએ.
૧-લ્યુથર બુબેંકે જોધી કાઢેલા કાંટાવિનાના થેરીયાની ખેતી કરનારને પુષ્કળ દ્રવ્ય મળે
* લ્યુથર બુબેંકનું સરનામું નીચે પ્રમાણે છે:-લ્યુથર બુબેંક, સાન્ટા રેઝા, કેલીફેનિયા, યુનાઈટેડ સ્ટેઈટસ. અંગ્રેજીમાં આ છોડને થાનલેસ કેકટસ” કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com