________________
૨૦
શુભસ ગ્રહ–ભાગ ચાથા
સધળા ધ્યાનથી સાંભળશા. પ્રથમ તો મારે કહેવુ જોઇએ કે, હું આ વખત તમારી સાથે આવ્યે છુ તેવા કરી આવવાના નથી. તમારી માલમિલ્કત પવિત્ર છે, તેને તેવીજ સમજો, ક્રાઇ દિવસ તેને ગેરઉપયાગ કરશે નહિ, અને આ મહિનાને પવિત્ર સમજજો. તમારે બધાને ખુદા આગળ જવું પડશે અને તેને હિસાબ આપવા પડશે. ખુદાએ બધાંના વારસે નક્કી કરી આપ્યા છે, કાઈ ના હક્ક નાખુદ થઈ શકતા નથી. પહેલાં અજ્ઞાન લેાકેા ખૂનના બદલા ખૂનથી લેતા હતા તે હવે લેવાને નથી. તમારામાંનાં પુરુષાના હક્ક કાયમ છે. તમે સ્ત્રીઓ ઉપર માયા રાખજો અને તેમની સાથે સારી રીતે વજો. ખચિત તે તમને ખુદાની જામીનગીરીપૂર્વક મળેલી છે અને તેના હુકમ પ્રમાણે તમને અપાયલી છે. અને તલાક (છુટા છેડા)ના જેવી ખીજી કેાઈ ચીજ ખુદાને નાપસંદ નથી, ગુલામાને, જે ખારાક તમે ખાઓ તે તેમને ખવડાવજો-તેમનાથી ન થઈ શકે એવું કામ તેમની પાસે કરાવશેા નહિ. જો ભારે કામ કરવાનું હેાય તે તમે પણ તેમની સાથે કામે લાગો. કાઈ પણ શખસ ગુલામને મારશે તે તેને હક્ક તેના ઉપરથી નાબુદ થઈ જશે અને તેના ઉપર જુલમ કરશે તેા સ્વĆમાં જવા પામશે નહિ. તેને દિવસમાં ૭૦ વખત મારી આપવી જોઇએ; કારણકે તે પણ તમારા ખુદા-માલિક-ના બદા છે. તેના ઉપર સખ્તી ગુજારવી એ સારૂ નથી. ગુલામેાને છૂટા કરવા એ ખુદા તાલાને ધણું જ પસંદ છે. હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને તે પ્રમાણે ચાલજો. તમે બધા મુસલમાને એકખીજાના ભાઈ છે. એક ભાઇ મીત્રને પેાતાની ચીજ રાજીખુશીથી ન આપે ત્યાંસુધી તે તેની થઇ શકતી નથી. કાષ્ઠ દિવસ ગેઇન્સાફ કરશે! નહિ. હું તમને એક ચીજ આપી જાઉં છું, જેને વળગી રહેશેા તા કદી ભૂલા પડશો નહિ. એ કુરાન શરીકનુ પુસ્તક છે. નૈકી, દયા અને સપ, એ ત્રણુ ચીજો અંતર શુદ્ધ કરનારી છે; તે પર કાયમ રહેજો. જે લેાકા અહીં ન આવ્યા હાય, તેમને આ બધી હકીકત કહી સંભળાવો કે તેઓ પણ યાદ રાખી તેનાથી ફાયદા મેળવે. ”
હેજ કર્યાં પછી તેએ પેાતાના શિષ્યા સાથે મદીને આવ્યા. ત્યાં આવ્યા પછી તબિયત ખિસાર થઈ અને થાડા દિવસમાં શરીર જી થઇ ગયુ. છેલ્લી વાર તેમણે મસ્જીદમાં જઈ લેાકેાને કહ્યું કે “હવે હું તમને ખુદાને હવાલે સાંપુ હુ. તેનાથી ડરો અને હમેશાં તેની બંદગી કરો. હવે મારા વખત પૂરા થયા છે. મારા જવાથી તમને દિલગીરી થશે; પણ તમે જાણે છે. બધા પેગમ્બરે એ દુનિયા છેાડી છે અને મારા પણ હવે વખત આવ્યા છે. દરેક ચીજ ખુદાની મરજીથી થાય છે અને જે બનવાકાળ હોય છે તે વખત પ્રમાણે બને છે. હું મને મેાકલનારની પાસે જાઉં છું અને છેવટે તમને કહેતા જાઉં છું કે, તમે બધા હળીમળીને ચાલજો, ઈસ્લામ ઉપર દૃઢ રહેજો અને તેકીથી ચાલો. નેકીથી હમેશાં કલ્યાણ થાય છે અને બદીથી પાપના ખાડામાં પડવું પડે છે. હુ' તમારી પહેલાં જાઉં છું અને તમે મારી પાછળ આવશેા. મેાત કાઇને છેાડવાનું નથી. તેનાથી ડરવું એ નાદાની છે. મારું જીવતર તમારા ભલામાટે હતું અને મરવું પણ તમારા ભલામાટે છે. ખેલતાં ખેલતાં તેએ ખુદા તરફ ઇશારેા કરી કહેવા લાગ્યા કે “ હું પરવરદીગાર ! લેાકાને મેં તારા સંદેશા પહાંચાડયો છે, તેં મને સાંપેલું કામ મેં બરાબર ખજાન્યુ છે, જેને તુ પેાતેજ સાક્ષી છે. એ પછી લેાકાને જૂદું જાદે પ્રકારે શાંત કર્યાં પછી મકાન ઉપર્ ગયા. ત્યાં ગયા પછી તબિયત વધારે ખગડી. ધરમાં જે રહ્યું સહ્યું હતું તે બધું ગરીને ખેરાત કરી દેવડાવ્યું. પાસે એક પાણીનુ વાસણ પડયું હતું તેમાં હાથ નાખી પેાતાના મેમાં ઉપર ફેરવતા હતા એટલામાં આકાશ તરફ હાથ કરી કહેવા લાગ્યા કે હું ખુદા! ઉંચા સમાગમમાં મને દાખલ કર!” આટલું મેલ્યા પછી ધીમે સ્વરથી પ્રાના કરતાં કરતાં તેમને પવિત્ર આત્મા આ નાશવંત દુનિયાના ત્યાગ કરી માટીના દેહ સાથેના સંબંધ છેડી પરમાત્માના અનંત સમાગમમાં તેજરૂપ થઇ સમાઈ ગયા. મી॰ નારાયણુ હેમચંદ્ર લખે છે કે, શુમારે ૧૩૦૦-તેરસો વરસ વીતી ગયાં છે. જવલંત વિશ્વાસ અને અદમ્ય ઉત્સાહના પેગંબર હજરત મહમદ સાહેબ આ લેાક છેાડીને ચાલ્યા ગયાં છે; પરંતુ હિ ંદુસ્તાનથી અલરિયા સુધી આખા ભૂભાગના મુસલમાનાનાં હૃદય આજ પણ તેમના નામથી નાચે છે. (‘‘સાંજવમાન” માં લખનાર-પીરજાદા મેાટામિયાં નાયબદિવાન–સચીન)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com