________________
મહાન હજરત મોહમદ પેગંબર સાહેબ (સલ.) પણ હતા. ત્રણ દિવસ મુશીબતથી રસ્તો કાપીને તથા પાછળ પડેલા શત્રુઓના ભયનું જોખમ માથે ખેડીને તેઓ સહીસલામત મદીના આવી પહોંચ્યા. બીબી ખદીજા મક્કામાંજ ગુજરી ગયાં હતાં. તેમને કેટલાંક બાળક થયાં હતાં, પણ તેમાંના દીકરા નાનપણમાં જ ગુજરી ગયા હતા, માત્ર ત્રણ દીકરીઓ રહી હતી. તેમાંની સૌથી નાની દીકરી બીબી ફાતમાનાં લગ્ન હજરત અલી સાથે કર્યા હતાં.
મકકા સાથે સલાહ–-મદીના પહોંચ્યા પછી તેમણે “ અનસાર” અને “મહારેરીન લોકોને ભેગા કર્યા અને બ્રાતૃભાવનું એક મંડળ કાયમ કર્યું. એક નાની સરખી મજીદ બાંધી અને વ્યવસ્થાના કાનુન તૈયાર કર્યા. આ ધારણથી ઇલામમાં પ્રજાસત્તાક રાજ્યની શરૂઆત થઈ. મક્કાના લોકો હજુ પણ કેડે મૂકતા નહતા. નવ વરસ વીતી ગયાં હતાં, પણ કઈ કઈ વખત મોટું ટોળું લઈ મદીનાપર ચઢી આવતા હતા અને હેરાન કરતા હતા. હજરતે જોયું કે, લોકોને આથી ઘણું નુકસાન થાય છે, તેથી તેમણે મક્કાવાસીઓ સાથે સલાહ કરી અને મકકે હજ કરવા ગયા. જોકે તેમને મક્કામાં આવેલા જોઈ અણગમો જાહેર કરી શહેર બહાર જતા રહ્યા. પણ કેટલાક લોકેનું મન તેમની સાદાઈ, પરે૫કાર, સહનશીલતા અને પવિત્રતા જોઈ તેમના તરફ ખેંચાવા લાગ્યું અને તેઓ ઇસ્લામમાં દાખલ થયા. હજરતે મદીને આવ્યા પછી રૂમ અને ઇરાનના રાજકર્તાઓ તરફ ઈસ્લામ અખત્યાર કરવાનાં કહેણ મોકલ્યાં..
ફતેહ–ભાગ્યેજ એક વરસ વીત્યું હશે કે મકકાના લોકોએ સલાહને ભંગ કરી મદીનાના કેટલાક લોકોને કતલ કર્યો. તેમની સાથે સલાહ કરવામાં આવી હતી તોપણ તેઓ મુસલમાનો સાથે ઘાતકીપણુ ચલાવતા; એટલું જ નહિ પણ તેમને મક્કામાં હજ કરવા જતાં પણ અટકાવી તેમના ધર્મને આડે આવતા હતા. ધમની બાબતમાં કઈ અટકાવ કરે એ સાંખી શકાતું નથી, તેથી મુસલમાનો પિતાને ધર્મ પાળતાં કેણ અટકાવે છે એ જોવા મકકે જવા તૈયાર થયા. દશ હજાર મુસલમાને આ વખતે મદીનેથી નીકળ્યા અને પિતાના પેગંબરની છાયા નીચે મકકે રવાના થયા. (ઈ. સ. ૬૩૦) અહંકારી શત્રુઓને તેમના આવવાનું સાંભળી ઝાળ ઉડી, અને તેઓ સામા થયા; પણ ઇસ્લામના બળ આગળ તેમનું કાંઈ ચાલ્યું નહિ. આખરે તેઓ શરણે થયા, અને હજરતની ફતેહ થઈ. લેકે ઘણું હીતા હતા કે, આપણે હજરતને દુઃખ દેવામાં બાકી રાખ્યું નથી, એટલે હવે હજરત આપણને છોડશે નહિ. તેઓ જીંદગીની આશા છોડી બેઠા હતા. તેમને મહાન હજરતે કહ્યું કે “ચાલો, હવે તમારે શું કહેવું છે? મારે તમને હવે કે બદલો આપ જોઈએ ?” તેઓ ગભરાઈને કહેવા લાગ્યા કે “હે દયાળુ સરદાર ! અમારાં કર્તાકનો કાંઈ પાર નથી; પણ આપ તે ઉદાર અને દયાળુ છે; તેથી આપની પાસેથી અમને સારો બદલોજ મળવાની આશા છે.” પિતાના દેશી ભાઈઓના મુખમાંથી આવાં વચન સાંભળી તેમનું હૈયું ભરાઈ આવ્યું, તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં અને પ્રેમના ઉભરાથી કહેવા લાગ્યા કે * જેવી રીતે હજરત યુસુફ પેગંબર પિતાના ભાઈઓ સાથે વર્યા હતા, તેવી રીતે હું તમારી ' સાથે વતીશ. હું તમારે તિરસ્કાર કરવાનો નથી. તમે પણ ખુદાના બંદા છે, એટલે ખુદ તમારો ગુન્હો માફ કરશે.” આટલું બોલી દુશ્મનોએ જે કષ્ટ આપ્યું હતું તે દરગુજર કરી માફી આપી. હવે મક્કામાંથી મૂર્તિપૂજાનો નાશ થયો અને ત્યાં સત્યનો સૂર્ય ઉગે.
છેલી હજ–ઇસ્લામનો પ્રભાવ વધતો ગયો એટલે ચારે તરફથી લોકોના ટોળેટોળાં ઈસ્લામમાં દાખલ થવા આવવા લાગ્યાં. “ જ્યારે ખુદા તાલા તરફથી મદદ અને ફતેહ મળે અને તે લોકોને ટોળાંબંધ ખુદાન ધર્મ(ઇસ્લામ)માં આવતાં જુએ, ત્યારે માલીકના ગુણ ગા, તેની પવિત્રતાને મહિમા યાદ કર અને માફી માગ. કારણ કે બેશક તે તોબા કબૂલ કરી માફી આપનારો છે.” કુરાન શરિફના આ વચન પ્રમાણે ચોતરફથી લોકોના ટોળાં ઈસ્લામમાં આવવા લાગ્યાં, ત્યારે હજરતને લાગ્યું કે, મારું કાર્ય સંપૂર્ણ થઈ રહ્યું. આથી તેમણે છેલ્લી હજ કરવા જવાની તૈયારી કરી. ઝિલકેદ મહિનાની ૫ મી તારીખે ૧ લાખ અને ૧૪ હજાર માણસને લઈ હજરત હજ કરવા રવાના થયા અને ૧૪ દિવસમાં મકકે આવી પહોંચ્યા. ત્યાં પહોંચીને કેટલીક ક્રિયાઓ કર્યા પછી લોકોને બંધ કરવા માંડે કે “હે ગૃહસ્થો ! મને આશા છે કે, હું જે કાંઈ કહું તે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com