________________
શુભસંગ્રહ-લ્લાગ ચોથા ચીઢાયા અને તેમને દુશ્મન ગણવા લાગ્યા. તેમણે લોકેાને અધર્મ, અનીતિ, જુમ, બાળહત્યા અને જંગલીપણું વિરુદ્ધ ઉઘાડે છોગે ઉપદેશ કરવા માંડશે અને તેમને ઇસ્લામમાં આવવાની સૂચના કરવા માંડી. તેમના બોધની એટલી બધી અસર થઈ કે તેમની પાસેના તમામ માણસેએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. બીબી ખદીજા, હજરત અલી મુર્તુઝા, હજરત અબુબકર સિદીક, હજરત હમઝા જેવા શખસે ઇસ્લામમાં દાખલ થયા. આમાંના ઘણાખરા માણસે ભાવાળા, પૈસાદાર અને બાહોશ હતા. તેમના પછી હજરત ઉમર ઇસ્લામમાં આવ્યા. તેઓ એક વખત વિરોધી હતા, પણ તેમના ઇસ્લામમાં આવ્યા પછી ઇસ્લામને એક મજબૂત ટકે મળ્યો.
લેકેને ત્રાસ-જેમ જેમ હજરત (સલ.) લોકોને તેમના પાપી રિવાજ છોડી દેવા ઉપદેશ કરવા લાગ્યા, તેમ તેમ કે તેમના પક્ષકારોની વધારે દુશ્મન થતા ચાલ્યા અને તેમને કનડવા અનેક પ્રકારનાં કાવત્રાં કરવા લાગ્યા; પણ હજરત પિતાને ખુદા તાલાએ સોંપેલા કામથી ડગ્યા નહિ. જ્યારે પોતાના પક્ષકારો ઉપર ઘણોજ જુલમ ગુજરવા લાગ્યો, ત્યારે તેમણે તેમને હબશા(ઓબીસીનીઆ)ના મુલકમાં ચાલ્યા જવાનું ફરમાવ્યું. તેઓ હબશા ગયા ત્યાં પણ દુશ્મનોએ તેમનો કેડે મૂકયા નહિ. ત્યાંના બાદશાહ નજજાશીને અરજ કરી બધાને પકડી મંગાવ્યા. તે વખતે હજરત જાફરે કહ્યું કે “હે રાજન ! અમે અજ્ઞાનતા અને જંગલીપણામાં ડૂબેલા હતા, મૂર્તિ પૂજતા હતા, કુકમ કરતા હતા, મુરદાર ખાતા હતા અને ગીબત કરતા હતા. અમને માણસ ઉપર જરા પણ દયા નહતી, કાઇની પરેણા-ચાકરી કરવામાં સમજતા નહોતા અને પાડોશીને હક્ક જાણતા નહતા. અમે જબરાઈને કાયદો સમજતા હતા અને લેકે ઉપર જુલમ કરતા હતા; પણ અમારા સારા નસીબે ખુદા તાલાએ અમારામાં એક પેગંબર પેદા કર્યા. અમે તેના ખાનદાન, સચ્ચાઈ, નેકનિષ્ઠા અને પવિત્રતાથી વાકેફ હતા. તેમણે અમને ખુદા એકજ છે, એ વાતથી જાણીતા કર્યા અને એકલાં ખુદાને જ સર્વશક્તિમાન માનવાનું શીખવાડ્યું. તેમણે મૂર્તિપૂજા કરવાની મનાઈ કરી અને સાચું બોલવાનું, ખરી રીતે ચાલવાનું, દયા કરવાનું અને પાડોશીના હકક જાળવવાનું શીખવ્યું. સ્ત્રી જાતિનું ખોટું બોલવાની અને અનાથ બાળકોની મિલ્કત ખાઈ જવાની મનાઈ કરી અને પાપ તથા જૂઠથી દૂર રહી નમાજ પઢવાનું, ખેરાત કરવાનું અને રોજા રાખવાનું ફરમાવ્યું. અને તેમને રસ્તો સારો લાગવાથી અમે તે અખત્યાર કર્યો છે, તેથી લોકો અમારી કેડે પડ્યા છે. તેઓ અમને ખુદાની બંદગી કરવાનું છોડી દઈ લાકડાં અને પથ્થરની મૂર્તિ પૂજવાની ફરજ પાડવા માગે છે. તેમણે અમારા ઉપર જુલમ કરવામાં બાકી રાખી નથી; અને જ્યારે અમારું કાંઈ ન ચાલ્યું, ત્યારે અમારે અમારે દેશ છોડવો પડ્યો છે.”
આવી રીતે તેમના શિષ્યો સત્ય ધર્મને ખાતર ઘરબાર છેડી ચાલ્યા ગયા હતા, તો પણ મહાન હજરત પિતાના ઇરાદામાં મક્કમ હતા, અને સત્ય ધર્મને બોધ કરતા હતા. દુર્માએ તેમને ઘણી લાલચ આપી પોતાના રાજા બનાવવા સુધીનું કહ્યું, પણ હજરતે ગણકાયું નહિ. તેમણે કહ્યું કે, જે સૂર્ય મારી જમણી બાજુએ અને ચંદ્ર ડાબી બાજુએ આવીને મને રોકે તોપણ હું રોકાવાને નથી. જ્યાં સુધી માલીકનું ધાર્યું નહિ થાય અને મારી જીંદગીને અંત નહિ આવે, ત્યાં સુધી હું ખરો માર્ગ છેડનાર નથી. આથી તેઓ ઘણું ગુસ્સે થયા અને બમણું શત્રુતા કરવા માંડી. હજરત તેમના ત્રાસને લીધે તાયફ તરફ ગયા, પરંતુ ત્યાં પણ તેમને કરીને બેસવા દીધા નહિ. ત્યાંના લોકો તો એટલા બધા દુશ્મન થઈ રહ્યા હતા કે ત્યાં જતાંજ તેમણે હજરતને પથરા મારવાનું શરૂ કર્યું. લેહીલોહાણ સ્થિતિમાં હજરતને પાછા ફરવું પડયું, પણ તેમણે પોતાનું કામ છોડયું નહિ. આથી દુશ્મને ઘણું ચડસે ભરાયા અને તેમને જીવ લેવા માટે કાવત્રા કરવા લાગ્યા.
હિજરત–એક સત્ય ઉપર ફિદા થયેલા પેગંબર ઉપર મકાના લોકે વગર લેવેદેવે જુલમ ગુજારે છે અને તે સઘળું મૂંગે મોઢે સહન કરે છે, એ જોઈ મદીનાના લોકોની લાગણી ઉશ્કેરાઈ આવી. તેઓ સલાહ કરી મકકે આવ્યા અને હજરતને તેડી ગયા. ઈ. સ. ૬૨૨ ના જુલાઈ માસની ૧૬ મી તારીખે મહાન હજરત મકકેથી નીકળ્યા, તેમની સાથે હજરત અબુબકર સીદીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com