________________
વામન અવતારને સંદેશ
૨૭૩
१२०-वामन अवतारनो संदेश
સ્વકીય સ્વરાજયની ભૂખ પરકીય સુરાજયથી શાંત થઈ શકે નહિ.”
નિંદકોને મત વામન અવતારના વિષયમાં ઘણાક વિદ્વાને શંકા કરે છે કે, એને અવતારજ શામાટે માન્યો છે ? આ વામને એવું કયું મેટું કાર્ય કર્યું છે, કે જેથી એને આટલો બધો પૂજ્ય માન્યો છે ? બલિરાજા માટે ધર્માત્મા હતા. તે યજ્ઞયાગ ને દાન-ધર્મ કરવામાં ભારે હતો. એવું ધર્મામા રાજાને દાન લેવાના બહાને જઈ વામને પિતાના પગ તળે દબાભે, એમાં તેણે શી અડાઈ કરી ? આ વામનના કામમાં તે બહુ કપટ ને છળ દેખાય છે. બલિની યજ્ઞશાળામાં વામન બટુકના વેષમાં જાય છે, રાજા પાસે દાન માગે છે, રાજા તેને દાન આપવા લાગે છે. એવી અવસ્થામાં બલિના માથા ઉપર પગ મૂકી, વામન એને ધાખો દઈ, એને પોતાના પગ નીચે દબાવે છે. શું આ ધર્મ છે? આમ ધખો દેનાર કપટી વામન અવતાર માનવો, એ તો બહુ આશ્ચર્યની વાત?
વામન અવતારના સંદેશને નહિ સમજનાર વિદ્વાન આવી રીતે વામનના કામને વખોડે છે અને બલિનીજ પ્રશંસા કરે છે. એમનો પક્ષ જીઓ –
૧–બલિરાજા અસુર હૈ, દેવ અથવા આર્ય હે; ભલે ગમે તે હો, પણ એટલું તે સ્પષ્ટ છે કે, તે ઉત્તમ ધર્માત્મા ક્ષત્રિય હતો:
૨-બલિરાજા નક્કી ઉત્તમ ન્યાયી, કીર્તિવાળો અને પુણ્યશાળી રાજા હતો; ૩–બલિ અને ઇદ્ર, એ બેઉ ક્ષત્રિય હતા;
૪-બલિનું ખાનગી અને રાજકીય ચરિત્ર પૂર્ણ નિર્દોષ હતું; પ્રજામાંથી કોઈએ પણ બલિની નિંદા કરી નથી; એના રાજયમાં બધી ભૂમિ ઘણું આનંદમાં મગ્ન હતી;
પ-બલિના રાજશાસનની સર્વેએ પ્રશંસા કરી છે; એના રાજ્યમાં પ્રજા આનંદમાં હરતીફરતી હતી અને ખૂબ યજ્ઞયાગ થતા હતા;
૬-આવા ધર્માત્મા રાજાને ધૂર્ત, ભિખારી વામને લાત મારી અને કપટથી એનું રાજ્ય લઈ લીધું. -રાજા બલિએ વામનનું કંઇપણ બગાડયું ન હતું, છતાં પણ વામને બલિને પગ નીચે દબાવ્યો –વામને ક્ષત્રિયની હત્યા કરી, વિશ્વાસઘાત કર્યો અને લોકકલ્યાણકારી રાજ્યનો નાશ કર્યો,
૯-બલિને નાશ કરવામાટે વામને એવું શું મોટું પરાક્રમ કર્યું, કે જેથી એની અવતારમાં ગણના કરવામાં આવે ?
વામનને અવતાર માનવાવાળા માણસો આ વિધાને ઉપર જરૂર વિચાર કરે. જે આ વિધાનો કોઇ નિપક્ષ માસ આગળ રજુ કરવામાં આવે, તે એ પણ એમજ કહેશે કે, વામને રાજા બલિને લાત મારી, એના શિર ઉપર પગ મૂક્યો, ક્ષાત્ર હત્યા કરી, એને પરાભવ કર્યો, એ સત્ય છે; પરંતુ બલિ પણ રાજ્ય કરવાવાળા માટે રાજા હતો-અર્થાત વામને અવશ્ય કંઈ અસાધારણ પરાક્રમ કર્યું હશે, કારણ કે કોઈ પણ રાજ્યકર્તા રાજા પોતાના માથા ઉપર એક સાધારણ માણસના પગથી કચરાના પિતાની ઇચ્છાથી કદી તૈયાર હોય નહિ; તેથી કરીને વામને કંઈ વિશેષ પરાક્રમ કર્યું હશે, એમાં શંકા જ નથી; પરંતુ આ પ્રશ્નને સદાને માટે જવાબ હો ઘણો જ જરૂર છે; તેથી પ્રથમ વામન અવતારના પૂર્વની સર્વ રાજકીય સ્થિતિની પરીક્ષા કરવી જોઈએ.
પ્રાચીન દેશવ્યવસ્થા ત્રિવિષ્ટપ એટલે તીબેટમાં દેવ જાતિનું રાજ્ય હતું, ભારતવર્ષમાં આર્યોનું રાજ્ય હતું, હિમાલયના મધ્યઢાળ ઉપર ગંધર્વોનું રાજ્ય હતું, હિમાલયની પૂર્વબાજુએ ભૂત જાતિનું રાજ્ય હતુંજેને હાલ ભૂતાન કહે છે; હિમાલયની પશ્ચિમમાં પિશાચ જાતિનું રાજ્ય હતું, તીબેટ તથા ભરતખંડની પશ્ચિમદિશામાં અસુર, દૈત્ય, દાનવ તથા રાક્ષસોનું રાજ્ય હતું. એ અસુર રાજ્ય ઇરાનથી રશિયા સુધી ફેલાયેલું હતું. મહારાષ્ટ્રના જે ભાગને હાલ તે કહે છે તે અગાઉ ભા. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com