________________
૨૯૨
શુભસંગ્રહ-ભાગ ૨
११९-बैरांनुं पंच “ઓ કાકી! ઓ કાકી! સાંભળતાં કેમ નથી? હું ક્યારની તમને બોલાવ લાવ કરું . નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આપણે બેચરા માતાના મંદિરે ગરબા ગાવા જઈશું કે નહિ ?”
કેમ નહિ? માતાજીનાં દર્શન થાય ને ગરબા ગવાય, ગરબા ના ગાઈએ તે માતાજી ગુસ્સે થાય.” એમ કહી ચંચળ કાકીએ પોતાના ઘરની છોકરીઓને તથા વહુઓને મંદિર જવા તૈયાર કરી. | નવરાત્રિમાં દુર્ગાની પૂજા ને ગરબાની ધમાલ ખૂબ જામી; રંગબેરંગી સાલ્લાઓમાં ગામની ભામિનીઓ ગરબા ગાવા જાય છે, એટલે તમારા જેવાની ઈચ્છાવાળા લહેરી લાલાએ ગુંડા પ્રકૃતિવાળા કેટલાક ફાટેલાઓ પણ બનીઠની ત્યાં પહોંચવા લાગ્યા.
માતાજીને રાજી કરવાની ધનમાં–ગરબાની ધમાલમાં સ્ત્રીએ ગુતાને બને એટલે પેલા લાકે જાત જાતની મશ્કરીઓ અને દ્રા કરવા મંડી પડે. વધારે ભીડ જામે તે ગુંડા લોકે આમતેમ હાથ નાખવાની પણ કશીશ કરે.
ગરબો ચાલતા હતા, એટલામાં ચંચળ કાકી પિતાની વહુએ, છોકરીઓ સાથે રેશમી સાડીએમાં રમઝમ કરતાં આવી પહોંચ્યાં. ત્યાં ભેગા થયેલાઓની નજર તે તરફ જતી. એકે પોતાના સાથીદારને ધક્કો માર્યો ને તે ચંચળ કાકીની દીકરી સુવીરા ઉપર પો. બધા હસવા લાગ્યા ને ચંચળ તથા તેની વહુ અને દીકરીએ પેલાને ગાળ દઈને છેવટે ગરબે ગાવા ગયાં. એટલામાં કૅલેજમાં ભણનાર રમણદેવ બાજુ થઈને જતો હતો ત્યાં ગુંડાઓએ ફરી મશ્કરી શરૂ કરી તે બીજી બાઈ ઉપર પડળ્યા. રમણદેવથી આ સહન ન થયું. તેણે તે તરતજ પેલા ગુંડાને મેથીપાક જમાડી તેમની રેવડી દાણાદાણું કરી નાખી. મેથીપાકને સ્વાદ ચાખી ગુંડાઓ ચાલતા થયા એવામાં રમણ બહેનને ઉદ્દેશી બોલ્યો-બહેન ! આ શું કરે છે?”
ચંચળ બોલી–“નવરાત્રિમાં માતાજીના ગરબા ગાઈએ છીએ.” કથી માતાજીના ?” રમણે પૂછયું.
દીવાળી બોલી ઉઠી–“અંબા માતાજી, દુર્ગા માતાજી.' દુર્ગાની છબી સામેજ હતી તેને બતાવી રમણે ગંભીરતાપૂર્વક પૂછયું–‘જુઓ છો ? જુઓ છો?’
શું ભાઈ? શું છે ? સ્ત્રીઓ બેલી. “માતાજીના હાથમાં શું છે?
એકસ્વરથી બધાં બોલી ઉઠયાં-કેમ, માતાજીના હાથમાં ત્રિશુલ, શંખ, ભાલે, તલવાર, કુલ વગેરે હોય છે.”
- ધીક, દુર્ગા માતાજીને રીઝવવાં હોય તે તમે પણ તલવાર, શંખ, ભાલ, ત્રિશલ રાખતાં શીખ: કદી આવા ગુંડા તમારી મશ્કરી કરે તે ત્રિશૂલ, ભાલ અને તલવારથી તેમને ઉડાવી દે: એકલાં છે તે શંખ ફુકી તમારી સહચરોને બોલાવો જેથી બધાં તલવાર-ભાલાવડે દુષ્ટોને નાશ કરે; અને સારા માણસોનું પુષ્પોથી સ્વાગત કરે. આમ કરશો તેજ માતાજી રાજી રહેશે.'
રમણને આ ઉપદેશ સાંભળી બધાં બૈરાં અચરજ પામી બોલી ઉઠ્યાં કે “હાય, બાપ! બૈરાંઓથી હથિયાર રખાય કે
રમણ હસી પડ્યો “ના રખાય તે સ્ત્રી થઈ માતાજી આઠ જાતનાં હથિયારો કેમ રાખે?”
જુઓ, તમારા ઉપર પેલા ગુંડા પડાપડી કરતા હતાતમારે તે વખતે દુર્ગામાતાનું અનુકરણ કરી તેમને પ્રસાદ આપવો હતો ને!'
“નવરાત્રિના ગરબા વર્ષોવર્ષ આવે છે. દુર્ગાની પૂજા કરવી હોય તે કેડે હથિયાર રાખો, એજ ખરી પૂજા છે. બાકી તાળીઓ પાડી પાડી જગતમાં તમારી હાંસી કરા એમાં શું મજા છે?” રમણની આ વાત સાંભળી બધાં બૈરાં વિચારમાં ને વિચારમાં ઘેર ગયાં. કહે છે કે, તે દિવસથી પછી તે ગામનાં બૈરાં કમ્મરે છુરા ને કિરપાણ રાખતાં થયાં ને તે દિવસે અંબાજી ખરી રીતે તે ગામમાં જાગ્યાં. (“પ્રચારક” ના એક અંકમાં લેખક શ્રી. આનંદપ્રિય આત્મારામ પંડિત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com