________________
૨૭૪
શુભસંગ્રહ-ભાગ ચોથા મણીપુષ્ટ કહેવા અને કંકણનું નામ મહત્ત, સાતર, મૂત્ર વગેરે તરુ વા તાઇ પ્રત્યયાંત હતું. એ નામમાં પાતાર એ એક નામ છે.
તીબેટ, ભરતખંડ અને સમુદ્રકિનારે આવેલા દેશને સાધારણ રીતે ત્રિવિષ્ટપ, ભૂલેક અને પાતાલ કહેતા. ત્રિવિષ્ટ૫ સંપૂર્ણ ઈદને અધીન હતું. અતિપ્રાચીન કાળમાં અસુર, દૈત્ય, દાનવ અને રાક્ષસોને ત્રિવિષ્ટપના દેવો સાથે જે યુદ્ધ થયેલાં, તે બધાં દેવનું રાજ્ય હરી લેવાને માટે થયેલાં હતાં. પછી ભારતીય આર્ય પોતાની ચાતુર્વણ્ય સંસ્થાની અને યજ્ઞસંસ્થાની સાથે પ્રબળ થયા અને ગંધર્વાદિ પડોશી જાતિઓ નિર્બળ થઈજે વખતે ભરતખંડમાં દેવોનું રાજ્ય હતું અને આર્યોનો વિશેષ ઉદય થ ન હતો તે સમયની રાજા બલિની કથા છે. બલિરાજાની કથાનો પૂર્વાપર સંબંધ સમજવાને આટલી હકીકત બસ છે.
રાજા બલિની જાતિ રાજા બલિ આર્ય સંતાન ન હતો, તેમ તબેટની દેવજાતિને પણ ન હતો. અતિપ્રાચીન સમયમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના દૈત્ય જાતિના બાદશાહ હતા. ખરી રીતે તે ઇરાનની ઉત્તરના પ્રદેશના બળવાન રાજા હતા. અમે કહી શકીએ છીએ કે, આજકાલ જેવા પઠાણ છે, તેવાજ તે હતા. જેમ મુસલમાનેએ વખતોવખત હિંદુસ્થાનપર ચઢાઈ કરી હતી, તેમ એ દૈત્યોએ પણ કરી હતી. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ હતો. તેના પુત્ર વૈરોચન હતું અને તેને પુત્ર બલિ હતો. જેમ હિરણ્યકશિપુનો ભારતીય આર્ય ક્ષત્રિયોની સાથે બીલકુલ સંબંધ ન હતો, તેમ રાજા બલિને પણ ન હત; કારણ કે તે અસુરજતિને હ. રાજા બલિ અસલ ક્ષત્રિય હતે એમ કહેવું તે તદ્દન ગાંડપણ છે, જેમ મહમૂદ ગજનીને અસલી ક્ષત્રિય કહે તેમ. બીજા દેશોમાં શુરવીરો ભલે હે, પણ એમને ભારતીય આર્ય ક્ષત્રિયોની પેઠે ક્ષત્રિય કહેવા, એ ઇતિહાસનું અજ્ઞાનપણું કહેવાય. જે માણસો મહમૂદ ગજનવીને અસલ ક્ષત્રિય માનવાને તૈયાર હોય, તે બલિને પણ અસલ ક્ષત્રિય કહી શકે; કારણ કે તે બેઉ ભરતખંડની બહારના નિવાસી હતા અને ભારતીય આર્યોની સાથે શત્રુતા રાખનારા અસુરજાતિના હતા. જેમ હિર દેવાનો અને આર્યોને શત્ર હતો, તેમ બલિ પણ હતો. બેઉમાં ઔરંગઝેબ અને અકબરના જેટલો ભેદ હતો. એટલે તે ભેદ કેવળ રાજશાસનની પદ્ધતિમાં હતો, શત્રુતામાં ન હતો.
ઈરાનથી રશિયા સુધી અસુર, દૈત્ય, દાનવ અને રાક્ષસોને દેશ હતો. એ બધાને એકમાત્ર ઉદેશ તીબેટના દેવરાજાને હરાવવાનો અને ભારતવર્ષમાં મનમાન્ય ઉપદ્રવ મચાવવાના હતો. કારણ સ્પષ્ટજ છે:-ભારતવર્ષમાં ઉત્પન્ન થતા ધાન્યની જેમ તીબેટની દેવજતિને જરૂર હતી, તેમજ અસુરજાતિને પણ હતી. એ કારણથી આ સુવર્ણપુરીપર અધિકાર જમાવવા માટે પ્રાચીનકાળમાં દેવ અને અસુરો વચ્ચે યુદ્ધ થયા કરતાં હતાં. પંદરમી તથા સોળમી શતાબ્દિમાં જેવો પ્રયત્ન અંગ્રેજ, ચ, પોર્ટુગીઝ વગેરે ભારતવર્ષમાં કરતા હતા, તે જ પ્રયત્ન અસુરાદિ તીબેટને માર્ગે થઈને કરતા હતા. બેઉની કોશીશામાં ઘણી જ સમાનતા છે.
બલિની પ્રથમ ચઢાઈ બલિ દેવજાતિને ન હતો તેમ તે ભરતખંડનો નિવાસી પણ ન હતો. તે તીબેટની પશ્ચિમ બજાના અસુર પ્રદેશના નિવાસી હતો. તેણે દેવને હરાવીને ભરતખંડપર રાજ્ય કરવાને તીબેટ ઉપર ચઢાઈ કરી. એની પહેલી ચઢાઈનું વર્ણન શ્રીમદ્ભાગવતના આઠમા સ્કંધના દશમા અધ્યાયમાં છે.
એ વખતે બલિ, નમુચિ, યાતુધાન, વૈરેચન, દંભ આદિ સર્વ અસુર, દૈત્ય, દાનવ અને રાક્ષસ એક થઈને દેવ ઉપર ચઢાઈ કરવા લાગ્યા હતા. દેવને મુખ્ય રાજા ઈંદ્ર હતો અને એને મદદ કરનાર મત, વરુણ, હયગ્રીવ આદિ અનેક દેવવર હતા. - એ યુદ્ધ બહુ દિવસો સુધી ચાલ્યું. એમાં બધા દેવોએ અદ્વિતીય સંઘશક્તિથી કામ કર્યું, તેથી બલિ હારી ગયો. એનું વર્ણન ભાગવતમાં (૮–૧૧–૪૭) આમ છે
येऽवशिष्टा रणे तस्मिन्नारदानुमतेन ते । बलिं विपन्नमादाय अस्तं गिरिमुपागमन् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com