________________
શબરી આશ્રમ-પાલઘાટ પળવાર તો મને ભય લાગી ગયે, કે ખુદ ગિરફતારી અને હદપારીથી જે સંયમ મેં નથી ખાય, તે આ કદી ન ધારેલા મિત્રના ઓચિંતા નેહલ સ્પર્શથી હું ગુમાવી બેસીશ; પરંતુ દેવધરભાઈ મારા પગને હજુ અટક્યો ત્યાં તે પિલીસ ઇન્સ્પેકટર ડો. એને લાગ્યું કે, દેવધર મને છૂટ કરવા મથે છે! એણે મારું કાંડું ઝાલ્યું, અને એક ગારા સાર્જન્ટે દેવધરને ઝટકે મારી મારે પગેથી જુદો પાડે. એ મિત્રના આલિંગનપ્રત્યે મારાથી કેવળ મુંગાજ નમન દઈ શકાયા; કેમકે મારા હાથે ઈન્સ્પેક્ટરના હાથમાં જકડાયેલા હતા.”
(“સૌરાષ્ટ્ર” તા. ૧૯-૧-૨૬ના અંક ઉપરથી)
१०८-शबरी आश्रम-पालघाट
એસ. આઇ. રેવેના ઓલવકેટ સ્ટેશનથી થોડેક દૂર કપાતી નદીની નજદીક શબરી આશ્રમ આવેલું છે. ૧૯૨૩માં પાલઘાટ ખાતે શ્રીમતી સરોજીની નાઈડુના પ્રમુખપદે ભરાયેલી કેરલ પ્રાંતિક પરિષદ વેળા શ્રી. ટી. આર. કે સ્વામી અય્યર તરફથી આ આશ્રમ સ્થપાયેલું. શ્રી રામચંદ્રના વનવાસ દરમિયાનમાં દક્ષિણની યાત્રાળા શબરીના બોર આરેગવાન શ્રીરામ અહીં થંભ્યા હતા.
આ આશ્રમ મહાસભાના કાર્યકર્તાઓના એક સંસ્થાન સરખું થઈ પડયું છે. વળી અસ્પૃસ્થતા દૂર કરવાના પ્રયાસનું તે કેન્દ્ર છે. અહી એક ગુરુકુળ પણ ચાલે છે. ગુરુકુળમાં અસ્પૃશ્ય કેમનાં બાળકે, ઉચ્ચ હિંદુવણનાં અને મુસ્લીમ બાળકે નાતજાત અને ધર્મવર્ણના ભેદવિના એકસાથે અને એકરીતે શિક્ષણ લે છે. ગુરુકુળ માત્ર ૨ બ્રહ્મચારીઓથી શરૂ કરવામાં આવેલું. ત્રણ વર્ષના કામકાજ પછી આજે ૧૮ બ્રહ્મચારીઓ છે, જેમાં ૬ માબાપવિનાના અનાથ છે. ૫ નાયર કોમના. ૫ અસ્પૃશ્ય વર્ણના અને ૨ મેપલા કોમના છે. ૨ પગારદાર શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા અને કાંતવા–વણવાનું શિક્ષણ પણ અપાય છે.. - બ્રહ્મચારીઓ અને આશ્રમવાસીઓને જાગવાનો વખત સવારના ૫ નો છે. સ્નાન, ભજન અને બંદગી થયા પછી ત્રણ વિદ્યાર્થી રસોઈને કામમાં રોકાય છે, જ્યારે બીજા પિતાના પાઠો તૈયાર કરે છે.
અભ્યાસવર્ગ ૧થી શરૂ થાય છે અને ૨–૧૫ સુધી વર્ગનું કામકાજ ચાલે છે. પછી જરા નાસ્તો લઈ રેટીઓ કાંતવાનું અને શાળપર વણવાનું કામ ચાલે છે. બાદ સાંજના આશ્રમના બગીચા અને રમતના મેદાનમાં વિદ્યાથીઓ ફરવા નીકળે છે. રમતગમતમાં અમુક વખત પસાર કર્યા પછી ફરીને નદીકિનારા પર સ્નાન માટે જાય છે. રાત્રે ભજન અને બંદગી થયા બાદ સૂવાનો વખત થાય છે.
(“મલબાર સમાચાર” તા. ૨૫–૭–૧૯૨૬ના અંકમાંથી)
શ. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com