________________
૪૦
શુભસંગ્રહ-ભાગ છે આવનાર મનુષ્ય ડિસ્ટ્રિટ સુપરિન્ટેન્ડેટ મિ. રૂન્ડલ હતા. એણે કહ્યું “બહાર નીકળો.” લાલાજી બહાર નીકળ્યા, મેટર તૈયાર હતી. મોટર ચાલી, સ્ટેશન આવ્યું. પરોણાને માટે એક સ્પેશ્યલ ટ્રેન ઉભી હતી. હુકમ મુજબ કેદી ડબામાં ચઢયા. રંડલ બે “લાજપતરાય! સાંજની સલામ !”
સલામ તમને પણકેદીએ સ્વસ્થ ઉત્તર દીધે.
અને ગાડી સુસવાટા મારતી લાહોરની સીમ વટાવવા લાગી. લાલાજી લખી ગયા છે કે “હું માત્ર ટુંકી મુસાફરીએ જતે હેઉં, એવી મારું અંતઃકરણ સાક્ષી પૂરતું હતું. લાહોરને જીવનની છેલ્લી સલામ કરતો હોઉં એવું મને થયું જ નહોતું.
આર્યાવર્તને કિનારે પણ અદશ્ય થ અને કલકત્તાથી ઉપડેલી નૌકાએ અગાધ પાણીમાં પંથ કાપવા માંડશે. સ્વજનોના વિયોગની અને જન્મભૂમિના અદર્શનની ઉંડી વેદનામાં પહેરેગીર પોલીસ કમિશ્નરે આપેલા અપમાનભર્યા વર્તાવને વધારે થતો ગયે; પરંતુ મૂળ પ્રકૃતિ તે ઘડી ઘડીમાં છેડાઈ જવાની હોવા છતાં લાજપતરાયનું વીરત્વ તે દિવસે પિતાના સંગી સમુદ્ર જેવુંજ અક્ષુબ્ધ બની ગયું. પછી ઇરાવદી નદીના આરા વચ્ચે નૌકા દાખલ થતાં તો કેદીએ બ્રહ્મદેશી પુરુષ, ઓરતે અને બાળકોના ચહેરા દીઠા. અંતરમાં માધુર્ય ઉભરાવા લાગ્યું. એ કહી ગયા છે કે –
“નથી સમજતો કે તે ક્ષણે જ હું શા કારણે બ્રહ્મદેશની ભૂમિ અને પ્રજા પ્રત્યે પ્રેમ પામે. કદાચ મારે એ લોકોની દિલસોજી પર જીવવું હતું તેથી; કદાચ મને એક એશિયાવાસી તરીકે આ પ્રથમ પહેલે એશિયાઈ મુલક જોતાં આખા એશિયા ખંડની પ્રજાની પરાધીનતાનું સ્નેહભીનું સ્મરણ થયું તેથી; અથવા બ્રહ્મદેશે પિતાને ધર્મ આર્યાવર્ત પાસેથી મેળવ્યો હેઈને મારે તેનાપ્રતિ ભાતૃભાવ જાગ્યો તેથી–ગમે તે હે, મને ન લાગ્યું કે હું અજાણ્યા દેશમાં આવી પડ્યો છું.”
સાચે વીર એ કે જે સાચે વીતરાગ થઈ શકે. કાળાપાણીની સજા ભોગવવા સંચરતા લાજપતરાયને આ રીતે વીતરાગની દૃષ્ટિ ઉઘડી ગઈ; પરંતુ ખરી કસોટી હજુ ચાલી આવે છે. એ પિતેજ નેધી ગયા છે –
“લાહોરથી માંડલે સુધીની મારી આખી મજલમાં મારા હિંદુ ને મુસ્લીમ અને કામના પિોલીસ ચોકીદારોએ મને પ્રેમથીજ નવરાવ્યો છે. એક ખૂબસુરત ચહેરાવાળા નૌજુવાન મુસ્લીમ કંસ્ટેબલની ઉંડી માયાને હું કદી નહિ ભૂલું. મારી વિપત્તિપર એ રડતો હતો. પિતાની અને માતૃભૂમિની લાઇલાજીને એ કરુણ શબ્દ ગાતો હતો. બીજો એક જણ બર્માનાં ઝમરૂખ લાવીને મને આપી ગયો. મેં એને રીઝવવા ચેડાં લીધાં, એણે જીદ કરી કે “ના, બધાંજ લ્યો. કેને માલુમ કદાચ આપનું આ દર્શન છેલ્લી વારનું હશે!” મેં કહ્યું “ભાઈ ! હિંમત ધર, પ્રભુપર આસ્થા ને છોડ. મારે અંતરાત્મા બોલે છે કે, હું તુર્તમાંજ પાછો વળીશ.” મારા શબ્દો સાંભળીને હર્ષ ગદગદિત બનેલા એ પોલીસે મારા પગ ઝાલી લીધા. આજ જીવનમાં પહેલી જ વાર, પાશ્ચાત્ય સુધારાના દંભી ચળકાટથી અલિપ્ત રહેલી એવી હિંદી હદયની ભવ્ય નિર્મળતા એના સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે મારા આત્માપર છવાઈ ગઈ. આ એક હિંદી, મારો વિધમ, ગરીબીમાં પીસાયેલી ખેડ કોમમાંથી વખાનો માર્યો સાત આઠ રૂપીઆની અધમ નોકરી કરવા આવેલો આ ગામડિયો ! મારા પ્રતિની વેદના બતાવવાને માટે પિતાને રેટ કુરબાન કરવા તૈયાર થયા. આ મુસલમાન સિપાઈઓને મારા વિધર્મી ગણીને મારાપર ચોકી કરવા મોકલનાર સત્તાધીશે કેવી થાપ ખાધી.....માંડમાં એ બધાથી જુદા પડતાં મને ઘણી વેદના થઈ.
અરે! આ મારા પગમાં કેણ પડયું છે! મેં જોયું તો ગેલેજીના “હિંદ સેવક સમાજવાળા ભાઈ દેવધર સ્ટેશન છોડું તે પહેલાં તો એ મારા પગમાં બાઝી પડ્યા છે; ઓચિંતે, મારા કાળાપાણીના સ્ટેશન પર, એ મિત્રને હાથને મીઠે સ્પર્શ લાગતાં હું રડી ઉઠત. માંડ માંડ મેં મારા હૃદયને સંધી રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com