________________
૨૩૫
પંજાબ કેસરી લાલા લજપતરાય હજાર માઈલ દૂર, કુટુંબ પરિવારથી ત્યજાઈને, આર્થિક મુંઝવણમાં, અજાણ્યા જનસમુદાયની વચ્ચે લાલાજીને પૂરાઈ રહેવું પડયું; પણ એ ફરજિયાત દેશનિકાલીના દિવસે દિવસનો ઉપયોગ લાલાજીએ સ્વદેશની સેવા અર્થે કર્યો. લેખિનીથી અને જીવાથી હિંદની પરાધીન હાલત સંબંધમાં એમણે અમેરિકામાં અને યુરોપમાં અદ્દભુત પ્રચારકાર્ય કર્યું. આઠ વર્ષના એ અમેરિકાવાસ દરમિયાન લાલાજીએ, હિંદની દુર્દશા પૂરવાર કરતા આંકડાઓ અને હકીકતોથી ભરેલી દશ લાખ વિધવિધ પત્રિકાઓ, પુસ્તિકાઓ ને અખબાર-લેખો પ્રગટ કર્યા, ‘યંગ ઇન્ડિયા'(તરુણ ભારત)નામનું એક પુસ્તક લખ્યું–જે પુસ્તકને હજી છેક ગયા વર્ષ સુધી હિંદમાં લાવવાની મનાઈ હતી—–અને હિંદુસ્તાનમાં રહી જેટલું ન થઈ શકે તેટલું હિંદુસ્તાનની બહાર રહીને કરી હિંદી પ્રજાને અને અમેરિકન રાષ્ટ્રને તાજુબ કરી દીધાં.
છતાં પોતાના દેશબંધુઓની વચ્ચે વસવા અને તેમની પ્રત્યક્ષ સેવા ઉઠાવવા તલસતા લાલાજીને એથી સંતોષ નહોતે. દેશના વિજેગથી એમને અપાર વેદના થતી. મહાયુદ્ધ બંધ થયું, પણ એમના દેશનિકાલની અવધ આવી નહિ. અહીં દેશમાં રૌલેટ કાયદા સામે સત્યાગ્રહ પિકારાયો, પંજાબમાં જલિયાંવાલા બાગની કલ્લ થઈ. એ ગોઝારા સપ્તાહના સમાચાર લાલાજીને અમેરિકા પહોંચ્યા અને એ દેશભકતે મહાત્માજીના ‘યંગ ઇન્ડિયા” પત્રમાં એક પત્ર લખી પિતાની એ વેદના ઠાલવીઃ-“અત્યારે, ત્યારે મારા દેશબંધુઓ જમ્બર અંતરાયોની સામે મહાન વિગ્રહ આરંભી રહ્યા છે ત્યારે, મારે હિસ્સો પૂરવાને હું હિંદમાં નથી એ વિચારે હું બહુ અકળાઉં છું; હું કેાઈ ભારે અપરાધ આચરી રહ્યો હોઉં એમ મને લાગે છે... આખરે શહેનશાહના ઢંઢેરાએ લાલાજીને માટે પિતાના પ્રિય વતનમાં પાછા ફરવાનું શક્ય બનાવ્યું અને ૧૯૨૦ ના ફેબ્રુઆરી માસની ૨૦ મી તારીખે લાલાજીએ હિંદમાં પગ મૂક્યો.
આઠ વર્ષના વિજેગ પછી લાલાજીએ મુંબાઈના કિનારે ઉતરી હિંદ ઉપર પહેલી નજર કરી તો હિંદની સારી સિકલ બદલાઈ ગઈ હતી. નૂતન હિંદ, નૂતન પ્રજા, નૂતન ભાવનાઓ અને મનોરથોની વિરાટ મૂર્તિઓ પ્રગટ થતી જોઈ એ પુરુષવરને આત્મા પ્રસન્ન બન્યો. હિંદને કિનારે પગ મૂકતાં એણે નવું હિંદ સજતું જોયું; સ્વરાજ્યને માટે અધીરો બનેલો જનસમાજ જે; અધિકારો અને હકકોની અસ્મિતાથી દેદીપ્યમાન નવી પ્રજા જોઇ. જલિયાંવાલા બાગની કલની સામે હિંદ અભૂતપૂર્વ રોષથી સળગી રહ્યો હતો. ગાંધીજી અસહકારની–સેતાની સરકારની જડ, ઉખેડી નાખવાની વિપ્લવવાણી ઉચ્ચારી રહ્યા હતા અને એના પડછંદાઓથી હિંદની દિશાઓ ગાજી રહી હતી. આવી વેળાએ લાલાજીસમા જીવનભરના અઠંગ બળવારનું સ્થાન ગાંધીજીની પડખેજ હેય; અને લાલાજીએ એ સ્થાન તત્કાળ લઈ લીધું.
દેશે ૧૯૨૦ની કલકત્તાની ખાસ મહાસભાવેળા લાલાજીને પ્રમુખપદે પધરાવ્યા. લાલજીએ એ માનવંત આસનેથી પંજાબના હત્યાકાંડપરત્વે બ્રિટિશ સરકાર ઉપર માનવતાના દેવાળાને, શયતાનિયતનો, રાક્ષસીપણાને, બર્બરતાને–એમ અનેક આરોપ મૂક્યા અને જીવનભર સિંહની ત્રાડે વિદેશી વહીવટદારોની છાતી વિંધનારા એ કેસરીએ સિંહ ત્રાડ નાખી કે “જે અમલદારોએ મારા દેશના જુવાન પાસે નાકલીટીઓ ખેંચાવી છે, જે અમલદારે મારા દેશબંધુઓને ફટકા માર્યા છે, જે અમલદારોએ અનેક રીતે હિંદી પ્રજાને અપમાની છે તે અમલદારો સાથે મહાબત કેળવવા હું હરગીઝ તૈયાર નથી. મારા હૃદયમાં કારી જન્મ થયો છે; હું હતાશ બન્યો છું. અસહકારને ઝંડો ફરકાવવો એજ અમારે માટે ધમ્ય વસ્તુ છે.” ત્યાર પછી નાગપુર મહાસભા થઈ અને હિંદી પ્રજાએ અસહકારને નિરધાર પોકાર્યો. તે દિવસથી લાલાજી અસહકાર-જંગમાં મહાત્માજીની જમણી ભુજા બન્યા. બંગાળમાં દેશબંધુ ચિત્તરંજન અને પંજાબમાં લજપતરાય એ બંને નેતાવરએ અસહકારને અજબ જોર આપ્યું.
અસહકાર-જગના એ દિવસોમાં લાલાજીની અવસ્થા થતી જતી હતી, પંજાબનો એ સિંહ વૃદ્ધ બનતો જતો હતો, પણ તેનું શૌર્ય વૃદ્ધ નહોતું બનતું જતું. શૌર્ય અને સાહસ, નિર્ભયતા અને નિશ્ચયબળમાં તે એ લાલાજી દયાનંદ કૅલેજ સ્થાપનાર જુવાન લજપતજ રહ્યા હતા. જુવાનના ઉત્સાહથી લાલા અસહકારના કાળમાં બબ્બે વાર જેલ ગયા અને બીજી જે જે આપદાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com