________________
૩૪
શુભસંગ્રહ-ભાગ ચોથા સર્વ પક્ષના અગ્રેસના મન પર ઊંડી છાપ પાડી ખબર કરી કે “હિંદી પ્રજા હવે જાગી છે અને પિતાપરની સામ્રાજ્યવાદની ઝુંસરી ફગાવી દેવા માગે છે.'
ઈગ્લેંડન પ્રવાસ પૂરો કરીને લજપતરાય યૂરોપના બીજા દેશોની મુસાફરીએ નીકળ્યા અને પછી અમેરિકાનું નિરીક્ષણ કરવા ઉપડ્યા. એમણે ત્યાંની શિક્ષણસંસ્થાઓને તલસ્પર્શી અભ્યાસ કર્યો અને હિંદમાં શિક્ષણકાર્ય કરતી સંખ્યાબંધ આર્યસમાજી સંસ્થાઓમાં કયી કયી દિશામાં સધારા-વધારા થઈ શકે તે જોયું. ઉઘાડી આંખોએ બધું જોતા અને સ્વાધીનતાની ધગશથી સળગતા લજપતરાય ઉપર યૂરોપ-અમેરિકાના આ પ્રવાસે ઊંડી અસર મૂકી, તેને નવી દૃષ્ટિ આપી અને બેવડા ઉત્સાહની ભરતીથી ઉભરાતા હદયે લજપતરાય હિંદ આવ્યા.
આ અરસામાં પંજાબમાં સરકારે વધારેલી જમીન મહેસુલ અને નહેરના પાણીના દરસંબંધી સરકારી નીતિની સામે લોકોને પિકાર ઉઠયો. “ પંજાબી” પત્રની કટારોમાંથી લજપતરાયની લેખિનીએ અંગ્રેજી મહેસુલવહીવટ સામે વન્દ્રના પ્રહાર કરવા માંડયા. પંજાબના ગોરા કારભારીઓને આ બળવાખોર, બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવતો લાગ્યો; એટલે તેને ઠેકાણે પાડવા પોતાના રાક્ષસી ભાથામાંથી ૧૮૧૮ના રેગ્યુલેશન થી નામનું શસ્ત્ર કાઢયું અને એ કાયદાની રૂએ ૧૯૦૭ના મે મહિનાના એક દિવસે લજપતરાયને પંજાબની સરકારે અચાનક એમના ઘરમાંથી ગુપ્ત રીતે ઉઠાવીને બ્રહ્મદેશમાં માંડલેના કિલ્લામાં પૂર્યા. હિંદમૈયાની સેવા કરવાનેસ્વદેશપ્રેમ આચરવાનો “ગુન્હો' કરનાર દેશભક્તોની અંદગીની મજલદરમિયાન વચમાં માંડલેની તુરંગે આવે છે એ આપણે અત્યારે જાણીએ છીએ; પણ જે કાળે જેલ જવું એ આજની પેઠે લ્હાવે નહાત ગણાતો તે સમયમાં એ દેશપારી ને કારાવાસને મર્દાનગીથી ભોગવી લઈને તેને ડર કાઢી નાખનાર લાલાજી પ્રથમ હતા.
લજપતરાયની આ અચાનક દેશપારીથી આખા દેશ ખળભળી ઉઠયો. અખબારોએ, જાહેરસભાઓએ, જાહેર સંસ્થાઓએ, વિદ્યાર્થીમંડળ-ચોમેરથી સરકારના આ હીચકારા કત્યસામે વિરોધનો મારો ચલાવ્યો. હિંદમાં કોઈ અજબ જાગૃતિ આવી. લજપતરાય થોડા મહિના માંડલેમાં સરકારની મહેમાનગતી ભોગવી પાછા આવ્યા અને મારી દેશપારીની કથની” માં એ વીતકની આખી કથા હિંદી પ્રજા પાસે મૂકી. લજપતરાયની ચૈતન્યદાયી લેખિનીમાં લખાયેલી એ કથની વાંચી હિંદી પ્રજાએ નવી પ્રેરણા મેળવી; આજેયે હિંદી જુવાન એ પુસ્તકના વાચનથી નવપ્રેરણા મેળવે છે.
દેશને નામે અપૂર્વ ત્યાગ અને અનન્ય તપશ્ચર્યાના કરવૈયા સમરવીર તરીકે, તરુણ હિંદીઓના પૂજાસ્પદ રાષ્ટ્રીય અસ્મિતાના અવતારતરીકે, માંડલેથી પાછા પધારીને લાલાજીએ ફરી એટલી જ ઉગ્રતાથી દેશકાર્યની ધુરા હાથ ધરી અને ૧૯૦૭ ની સુરતની ઐતિહાસિક મહાસભામાં ભાગ લીધે. તિલક મહારાજ, અરવિંદ ઘોષ, ખાપડે વગેરેના જહાલ પક્ષના નેતાવરતરીકે સુરતે એ પંજાબ કેસરીનું અદ્ભુત સ્વાગત કર્યું અને ત્યાર પછી લજપતરાય, રણમેદાનમાં સાચો રણવીર પહેલી હરોળમાં ઉમે તેમ, દેશહિતની પ્રત્યેક પ્રવૃત્તિમાં મેખરે રહેવા લાગ્યા. હિંદુસ્તાનમાં તિલકલજપતયુગ બેઠે, તે છેક ૧૯૨૦માં ગાંધીયુગનો આરંભ થયો ત્યારે એ યુગ પૂરો થયો. જો કે લજપતરાય તે ગાંધીયુગમાં પણ તેમના અનેરા પ્રકાશેજ પ્રકાશતા રહ્યા; એ યુગના નવા સૂર્યમંડળમાં પણ તેમનું સ્થાન અવિચળ રહ્યું.
માંલેન કારાવાસ પછી લાલાજીના જીવનમાં એથીયે વધારે આકરા મહત્ત્વનો એજ બીજો પ્રસંગ આવ્યો સને ૧૯૧૪માં. એ વેળા યૂરોપીય મહાયુદ્ધને આરંભ થયો હતો. લાલાજી અમેરિકાના પ્રવાસે ઉપડવ્યા હતા અને પ્રવાસ પૂરો કરી હિંદ પાછા ફરવાની તૈયારી કરતા હતા, એવામાં અચાનક બ્રિટિશ વહીવટદારોએ એ નરસિંહના હાથમાં ફરમાન મૂકયું:-“યુદ્ધ ચાલે ત્યાંસુધી તમને હિંદમાં પ્રવેશ કરવાની મનાઈ છે.’ લાલાજી ક્રાંતિવાદી છે, મેકે મળે ગદ્દરની સરદારી લે તેવા છે, તેની સરદારી નીચે બેઓનાં કારખાનાં ચાલે છે, એવી એવી માન્યતાઓ સરકારી મંડળમાં પ્રવર્તતી; એટલે વિગ્રહદરમિયાન લાલાજીને હિંદમાં પાછા આવવાની મના થઈ. લાલાજીને ફરજિયાત દેશપારી ભોગવવી પડી. લગભગ આઠ લાંબાં વર્ષો સુધી હિંદુસ્તાનથી બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com