________________
પંજાબ કેસરી લાલા લજપતરાય
૩૩
રાયે “અમર મહાજનોને પરિચય કર્યો અને તેમની પણ બિરદાવલી લખી. એમની લખેલી એ અશોક અને શિવાજી, દયાનંદ અને કૃષ્ણચંદ્રની જીવનકથાઓ આજસુધી પંજાબના જુવાને વાંચે છે અને અવનવી પ્રેરણું અનુભવે છે.
મેઝિનીસમી દેશદાઝની જ્વાળાથી પ્રજ્વલિત બનીને, મંઝિનીના હિંદી અવતારસમા લજપતરાય રાજકીય ક્ષેત્રમાં ઉતર્યા અને ૧૮૮૮ની સાલથી મહાસભામાં ભાગ લેવા શરૂ કર્યો. એ વર્ષની અલાહાબાદની મહાસભા વેળા તેણે સર સૈયદ અહમદને ઉદ્દેશીને લખેલા પત્ર હજીયે મશદર છે. એ પત્રમાં લજપતરાયે સર સૈયદ અહમદની મનોદશાના પલટા ઉપર-રાષ્ટ્રવાદી સર સૈયદ કેમીવાદી સર સૈયદ બન્યા તે પરિવર્તન ઉપર-સખ્ત ફટકા લગાવ્યા છે. લજપતરાયના એ પાથી એ કાળમાં દેશભરમાં સનસનાટી થયેલી. જુવાન લજપતરાયનો અભ્યાસ, તેની કલમની શક્તિ, દેશદાઝ અને સૌથી વિશેષ નિર્ભયતાએ તે કાળના રાજકીય કાર્યકરોના દિલ ઉપર ઉંડી અસર કરી.
આ અરસામાં ૧૮૯૭માં હિંદમાં દુષ્કાળ પડ્યો. લાલાજીએ પિતાના દુષ્કાળપીડિત દેશબાંધવોની વહારઅર્થે જબર રાહત પ્રવૃત્તિ આદરી. ૧૮૯૮-૧૯૦૦માં પડેલા બીજા દુષ્કાળ વેળા પણ એ માનવતાની મૂર્તિએ હિંદુસ્તાનના પ્રાંતોમાં ભમીને ભૂખ્યાઓની ભૂખ ભાંગી અને વસ્ત્રહીનોને વસ્ત્રો પૂર્યા. મધ્યપ્રાંત, બંગાળ, રાજપૂતાના વગેરે સ્થળોએ અસંખ્ય હિંદુ અનાથાને લજપતરાયે પોતાની રક્ષા નીચે લીધાં. એ વેળા વિદેશી પાદરીએ હિંદુ અનાથ બાળકોને ભરમાવી તેમને ઈસાઈ ધર્મમાં વટલાવવાની પ્રવૃત્તિ ચલાવતા જોઇ, લજપતરાયે પાદરીઓની એ વટાળ પ્રવૃત્તિની સામે ત્રાડ પાડી અને હજારો હિંદુ બાળકોને હિંદુત્વને વારસો કાયમ રાખે. લજપતરાયના ઉગ્ર રાજકીય પ્રચારકાર્યની સાથેસાથ, જનસમૂહના સુખદુઃખમાં હમદર્દીભર્યો ભાગ લેનારી તેમની આ પ્રવૃત્તિએ તેમને પ્રજાના સાચા નાયક બનાવ્યા. લજપતરાય તેમની પાંત્રીસ વર્ષની વયે અખિલ હિંદમાં નામના ધરાવતા નેતાવર બન્યા. - ૧૯૦૫ની બનારસ મહાસભામાં પંજાબના એ કેસરીએ સૌથી પહેલી રણગર્જના કરી, જેનાં આંદોલનાએ ઘડીભર બ્રિટિશ સામ્રાજ્યના પાયા ડોલાવ્યા. લૈર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડયા પછી બરાબર સિત્તેરમે દિવસે લાલાજીએ બનારસની એ મહાસભાની વ્યાસપીઠ ઉપરથી આગામી નૂતન રાષ્ટ્રીય હીલચાલની રૂપરેખા બતાવી. લાલાજી આગામી બળવાના મુખનાદ બન્યા. બંગભંગના એ કારણે બંગાળાની પ્રજા ખળભળી ઉઠી, હિંદુસ્તાનના રાષ્ટ્રીય ઉત્થાનના ઈતિહાસમાં નો તબકકે મંડાય. “ હિંદ આમાર, જનની આમાર, ધાત્રી આમાર, આમાર દેશના જયનાદોથી ભારતનું ગગન–અને સાથેસાથે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓની છાતી ભેદાઈ રહ્યાં. લાલાજીએ બંગાળની એ બળવાપ્રવૃત્તિના આગેવાનોમાં સ્થાન લીધું. બ્રિટિશ હાકેમના આ કાયની સામે, બંગાળમાં બીપીનચંદ્ર પાલે, દક્ષિણમાં તિલક મહારાજે અને પંજાબમાં લાલા લજપતરાયે ઉગ્ર વિરોધની ત્રાડો દીધી અને એની ગજનાના પડઘાથી દેશભરની દિશાઓ ગાજી ઉઠી. લાલ, બાલ અને પાલની એ ત્રિપુટીએ આખી હિંદની પ્રજામાં નવચેતન મૂક્યું. એ ચેતનની હું કે હિંદનો જુવાવર્ગ ખડો થઈ ગયો અને જાણે “ બળવો થશે ? ક્રાંતિ થશે? સામ્રાજ્યનો અસ્ત થશે ?” એવી ભીતિથી બ્રિટિશ કારભારીઓ ધ્રુજી રહ્યા. લાલ, બાલ અને પાલની ત્રિપુટિએ નવો ઈતિહાસ , નવી પ્રજા ઘડી, નવું ભારતવર્ષ સર્યું.
સ્વદેશ અને દેશબાંધવા માટેની તેમની આ લાગણીની જવાળાઓ જેઈ, તેમની સહૃદયતા ને ફનાગીરીથી મુગ્ધ થઈ. ૧૯૦૫ની મહાસભાએ વિલાયતમાં પ્રચારકાર્ય કરવા માટે ગોપાલકૃષ્ણ ગોખલેની સાથે સર્વાનુમતે તેમની પસંદગી કરી અને ગેખલે ને લજપતરાયનું પ્રતિનિધિમંડળ યુરોપને પ્રવાસે ઉપડયું.
પંજાબને સિંહ ગોખલેજીની સંગે વિલાયત પહોંચ્યો અને બ્રિટિશ સામ્રાજ્યવાદે હિંદી પ્રજાનું કેવું કચ્ચરઘાણ વાળી નાખ્યું છે, એ પંજાબકેસરીએ તેની જવાળાઝરતી વાણીમાં વિલાચતી પ્રજાને સમજાવ્યું. લજપતરાયે સંખ્યાબંધ સભાઓ સમક્ષ ભાષણ કર્યા ને વિલાયતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com